SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ ભદ્રકરસૂરીશ્વરજી મહારાજ સાહેબના તારક સાનિધ્યમાં પંકજ સોસાયટીના ઉપાશ્રયમાં સ્થિરતા થઈ. નિશ્રાવર્તી પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા. આદિ સહુ તેઓશ્રીની પ્રસન્નતા વધતી જ રહે અને જરાય ન નંદવાય તેનું જતન કરતા હતા. પરંતુ આજસુધી અનેકોને કરાવેલ નિયમણ અને આપેલ અદ્ભુત સમાધિબળના બધા ઉત્તમ લક્ષણો જણાઈ રહ્યા હતા. અને તે અંતિમ પળ આવી પહોંચી અને ૮૨-૮૨ વર્ષથી ચાલી આવતી દેહ-આત્માની દોસ્તી તૂટી. જેના શાસનની વાડીને મઘમઘાયમાન કરનાર આ જીવન પુષ્પ કરમાઈ ગયું. કંઈ કેટલાય મહાનુભાવોની લાગણીઓ-સ્પંદનો, તંત્રીઓના દિલાસાઓ, મહારાજશ્રીઓના શોકસંદેશાઓ, તાર અને પત્રો, ટેલિફોનથી આવેલા સંદેશાઓની ભરમાર તેમના તરફની લોકલાગણીનો પડઘો હતો. પૂજ્યશ્રી જૈન શાસનના હિરલા હતા અને વિશ્વના વિરલા હતા. પૂજ્યશ્રીના ગમનથી જિનશાસનમાં જ્ઞાનયોગી, ક્રિયાયોગી, તપોનિષ્ઠ પુણ્યાત્માનો વિરહ પડ્યો છે. શિબિરાદિ અનેકવિધ શાસન પ્રભાવનાના કાર્યો કરી યુવાનોને જિનશાસનના રસિક બનાવી, સંયમમાર્ગે વાળી શાસનના ચરણે સાધુ સમુદાયની ભેટ ધરી છે. તેવો શોક સંદેશ પૂઆ.દેવ શ્રીવિજય અશોકરત્નસૂરીશ્વરજી મ.સા. આપેલ. હે ગુરુદેવ! સહુ કોઈના અસ્તિત્વને નામશેષ કરવું તે કાળનું કામ. તેણે પોતાનો દૂર પંજો આપની ઉપર પણ ઉગામ્યો, પણ બિચારો ભોંઠો પડી ગયો. આપનું અસ્તિત્વ મિટાવવાની તેની શું હેસિયત ? બહુ બહુ તો તે આપના બાહ્ય અસ્તિત્વને મિયવી શકે, સૃષ્ટિ પર જીવાઈ ગયેલા આપના વિરાટ વ્યક્તિત્વને નામશેષ કરવાની તેની શું ગુંજાશ ? ગુરુદેવ ! શિબિરોથી ઘડાયેલા હજારો યુવાનોની ધબકતી ધર્મચેતના રૂપે આજેય આપ જીવંત છો. સેંકડો શ્રમણોની સુવિશુદ્ધ સંયમચર્યા અને અદ્દભુત શાસનસેવાની સુરમ્ય સૌરભરૂપે આજેય આપ મહેકો છો. દિવ્ય દર્શનના અંકોમાંથી નીતરતી સંવેગ અને વૈરાગ્યની અમૃતધારા રૂપે આજે પણ આપ મોજૂદ છો. આપના શતાધિક પ્રકાશનોમાં ઝળહળતી નિર્મળ ધર્મજ્યોત રૂપે આપ આજે પણ ઉપસ્થિત છો. સકલ સંઘના હીર, ખમીર અને કૌશલ્યના પ્રાણાધાર તરીકે આજેય આપનું અસ્તિત્વ અનુભવાય છે. કુમારપાળ વિ. શાહ જેવા અનેક સમર્પિત નવયુવાનોની સર્વક્ષેત્રીય અદ્વિતીય શાસન સેવાનાં મહાન કાર્યોમાં પ્રાણસંચાર કરતી મહાપા રૂપે આપ આજે પણ વિદ્યમાન છો. આપે દીધેલો સાત્ત્વિક સાહિત્યનો વિરાટ ખજાનો એ આપ જ છો. આપે આપેલો બહુમૂલ્ય શ્રમણરત્નોનો વિપુલ વારસો એ આપ જ છો. આપે સર્જેલો આત્મસાધનાનો ઉજ્જવલ ઇતિહાસ એ આપ જ છો. આપે આપેલો મહાન જીવનનો ઉત્તમ આદર્શ એ આપ જ છો. આપે પૂરેલી ચેતનાથી જીવતા સંઘનો ઉત્સાહ એટલે આપ જ છો. પૂ. આ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું જીવન-કવન + પ૧૧
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy