SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યા ત્યારે પોતે અદના સેવકની જેમ પડિલેહણ આદિ સેવાકાર્યમાં સમયસર પહોંચી જતા. પોતાના ગુરુદેવશ્રીનું સ્ટ્રેચર પણ ઉપાડતા. અભ્યાસ માટે ઘણી વાર છઠ્ઠના પારણે છઠ્ઠ કરીને ગોચરી વાપરવા આદિનો સમય બચાવતા પણ ગ્લાનસેવા અને ગુરુસેવાને અભ્યાસ આદિ કોઈ પણ કારણથી ક્યારેય ગૌણ ગણી નથી. તપ પ્રભાવક તપસ્વી : કીધા કર્મ નિકંદવા રે લેવા મુક્તિનું દાન, હત્યા પાતિક છૂટવા રે નહીં કોઈ તપ સમાન રે. ભવિજન તપ કરજો મન શુદ્ધ. કવિરાજશ્રી ઉદયરત્નજીના અક્ષરોને આત્મસાત્ કરીને બાર પ્રકારના તપની મંગલમાળાથી ઓપતા મહાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદવિજય. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ, તપસ્વી જ નહોતા પણ તપના વ્યસની હતા. તપકલાના નિષ્ણાત, મહાન તપપ્રભાવક હતા, તેવું પૂ. મુનિરાજશ્રી વરબોધિવિજય મહારાજ કહેતા. પ્રમાદ પરિહાર: વીરની વાણી – ‘સમયે યમ, મા પમાય ગૌતમ ગણધરને ઉદ્દેશીને મહાવીરે કહેલું આ વાક્ય પૂજ્યશ્રીએ આત્મસાત કર્યું છે. કૌશલ્ય અને ક્ષણને ઓળખી તેને વશ કરવાની કળાએ તો પૂજ્યશ્રી એક વિરાગી સાધુસેના તૈયાર કરી શક્યા છે. દિવસે સૂર્યના પ્રકાશનો ઉપયોગ તો હરકોઈ કરે, પરંતુ રજનીના ચાંદની ચાંદનીમાં તેમના કરકલમ દ્વારા કેટલાય મહાન ગ્રંથોનું અવતરણ થયું છે. જિર્ણોદ્ધાર : તીર્થોમાં જિર્ણોદ્ધાર તો કર્યો સાથે યુવાનોનો જિર્ણોદ્ધાર કર્યો. શિલ્પીની પારખી નજરે એવા યુવાનો ચડ્યા કે જેમણે ટંકારીને એવો ઘાટ ઘડ્યો. કે તેઓએ જનશાસનની રૂડી પરે સેવા કરી. શિબિરના પાયામાંથી હૈયા સુધીની ધર્મ જાગૃતતા જગાડી. શાસનના ઉદ્ધારમાં અજોડ સેના તૈયાર કરી. શાસનના કેટલાય ક્ષેત્રો ખેડીને, પાતળી કાયાના સ્વામી એવા આ ગુરુએ જિનશાસન ઉપર જે ઉપકાર કર્યો છે તે અહોભાવની લાગણી પ્રગટાવ્યા વગર રહેતી નથી. ભગવાન મહાવીરની વાણી મુજબ ક્ષણનો પણ પ્રમાદ ન કરીને આ ગુરુજીએ ક્ષણમાં પણ મણ જેટલું જીવી લીધું છે. 1 સુરતનું ચાતુર્માસ અંતિમ ચાતુર્માસ છે, એવી હજુ કોઈને ગંધ પણ નહોતી, ત્યારે સર્જાયો હતો એક મનોકંધ – સુરતના ચાતુર્માસમાં પેરેલીસીસનો એટેક આવ્યા પછી સર્જાયેલી કાયાની અસ્વસ્થતાએ ભક્તજનોના મનને અસ્વસ્થ કરી નાખ્યા. જોકે પૂજ્યશ્રીનું મન તો એ જ પ્રસન્નતાની પરિમલ મહેકાવી રહ્યું હતું. ડોક્ટરોની સલાહ હતી ઉપચાર માટે વિહાર મુંબઈ તરફનો... પણ મનનો પોકાર હતો અમદાવાદની દિશાનો, તબીબો, ભક્તજનો અને શિષ્યજનોનું પ્રચંડ પીઠબળ પામેલો કાયાનો પોકાર મનના આ તીવ્ર પોકાર આગળ હારી ગયો અને અમદાવાદ ભણી વિહાર થયો. પ૧૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy