SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ કથનકેન્દ્રો દ્વારા કથાઓ રજૂ થાય છે. કથકોની પસંદગી કર્તાની કથનકળાશક્તિની પરિચાયક છે. વીરવિજયજીએ “વસુદેવહિંડીમાંના મૂળ કથાનકમાં કાંટ-છાંટ અને ઉમેરણ કરીને પોતાની રીતે અહીં રજૂ કર્યું છે. (૩) ચંદ્રશેખર રાસઃ આ વીરવિજયજીની ત્રીજી અને છેલ્લી દીર્ઘ રાસકૃતિ છે. ૪ ખંડ અને તેની ક્રમશઃ ૯, ૧૧, ૧૭ અને ૨૦ ઢાળોમાં રચાયેલા આ રાસનો મુખ્ય ઉદ્દેશ ન્યાયોપાર્જિત દ્રવ્યથી કરેલા દાનનો મહિમા વર્ણવવાનો છે. વર્ણનોમાં પુનરુક્તિભર્યો વિસ્તાર કવિએ ટાળ્યો છે. પીંછીના એક જ લસરકે ચિત્ર ઊપસી આવે, તેમ પાત્ર કે પ્રસંગનું ઓછા શબ્દોમાં કવિ આબેહૂબ વર્ણન આપે છે. કાવ્યના આરંભમાં માત્ર બે જ પંક્તિમાં મહાસેન રાજાનું વિશાળ રાજ્ય, સમૃદ્ધિ, વીરતા અને ન્યાયપ્રિયતાનું સમગ્રદર્શી આલેખન કર્યું છે. મહાસેન નામે રાજા રાજતો, હય, ગય, સૈન્ય, સામ્રાજ્ય, ચોરપિન શત્રુતિમિરે રવિ, ન્યાયે પાળે રે રાજ્ય.’ આ રાસનું સૌથી ધારદાર પાસું કોઈ હોય તો તે શુકન-અપશુકન, પશુઓની બોલી છે. પ્રચલિત દેશીઓ અને દોહરા – ચોપાઈનો સમુચિત વિનિમય નિરૂપિત પ્રસંગને માર્મિક અને સચોટ બનાવવામાં ઉપકારક બન્યો છે. રાજા મહાસેન રતિસુંદરીને મનાવવા જે ભાષા વાપરે છે તે ભવાઈના ચાલુ ગાયન જેવી છે. હિંદી-ગુજરાતીના મિશ્રણ જેવા અને વ્યાકરણના નિયમોથી રહિત આ ભાષાપ્રયોગો અહીં વારંવાર થયા છે. સ્થૂલિભદ્રજીની શિયળવેલ પંડિત વીરવિજયજીએ આ કૃતિનો પ્રારંભ ૭ દુહાના મંગલાચરણ દ્વારા કર્યો છે જેમાં મુખ્યત્વે સ્થૂલિભદ્ર અને કોશાગણિકા વચ્ચેના સંબંધનું શૃંગારરસથી પ્રારંભ કરી નાયકનું શાંતરસ પ્રતિ પગરણ અને પ્રવજ્યાના ગ્રહણનું રસાળ શૈલીમાં વર્ણન છે. આ વેલી' ૧૮ ઢાળમાં વિસ્તરેલી છે. ૨૪૬ કડીઓ ધરાવે છે. શુભવીર શિયળવેલીની શરૂઆતમાં મજાનું મંગલાચરણ મૂકે છે જેમાં સ અને રની જુગલબંધીને જબરી જમાવે છે. સયલ સહંકર પાસજી, શંખેશ્વર સિરદાર શંખેશ્વર કેશવ જરા હરતકત ઉપકાર સરસ વચન રસ વરસતી, સરસતી ભગવતી જેહ શુભ મતિદાયક શુભગુરુ પ્રણમ્ ત્રિકરણ એહ” કૃતિની સમાપ્તિ સુધી લાલિત્ય પ્રવાહ અતૂટ વહે છે. મગધના મહાસામ્રાજ્યના મુખ્યમંત્રી શકટાલના જ્યેષ્ઠ પુત્ર સ્થૂલિભદ્ર ચતુરાઈના દાવપેચ શીખવા કોશા નામની વેશ્યાને ત્યાં નિવાસ કરે છે. બંને વચ્ચે પ્રણય સોળે કળાએ ૧૨ વર્ષ સુધી ચાલે છે. પછી ધૂલિભદ્રના પિતાનું નિધન થતા રાજસંદેશો આવતા સ્થૂલિભદ્રને વૈરાગ્યની ઉત્પત્તિ અને દુ:સમ દુસમ એવા ચારિત્રધર્મનું પાલન, પંડિત વીરવિજયજી + ૭
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy