SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ કોશાની હાજરીમાં તેની જ રંગશાળામાં. એક વિચાર કરીએ કે જ્યાં કામદેવ અને રતિની જેમ પોતે બાર વર્ષ નિરંતર ભોગાસક્ત રહ્યા છે ત્યાં પોતે વિરાગની રાખને રોમેરોમમાં સમાવી અચળ થઈ બેઠા છે. વયરસ્વામીની ગહુલી વયરસ્વામી એટલે વજસ્વામી, જૈનશાસનના ઇતિહાસનું આ એક પાત્ર છે કે જેમના જન્મ પૂર્વે એમના પિતા ધનગિરિએ સાધુદીક્ષા લઈ લીધી. માતા સુનંદાથી કેમે કરી આ નવજાત શિશુ છાનું રહેતું નથી. એમ કરતા છ માસ વીત્યા. એવામાં આર્ય ધનગિરિ વિહાર કરતા ત્યાં પહોંચ્યા અને ભિક્ષાર્થે પોતાને ઘેર ગયા. ત્યાં બાળકના રુદનથી થાકેલી કંટાળેલી સુનંદાએ પોતાના પુત્રને હોરાવ્યો. હવે આ બાળકનો ઉછેર સાધ્વીઓના ઉપાશ્રયમાં થવા લાગ્યો. આઠ વર્ષના થતા તેમને સાધુ દીક્ષા આપવામાં આવી. ત્યાં સુધીમાં તો આ બાળકે સાધ્વીઓનો સ્વાધ્યાય સાંભળી અગિયાર અંગગ્રંથો કંઠસ્થ કરી લીધા. આ ગહૂલીની અંદર ત્રણ ત્રણ રચના પ્રકારોનો સંગમ છે. હાલરડું વત્તા પ્રહેલિકા વત્તા ગહૂલી (ગુરુના વિજય માટે ગવાતાં ગીતોને વર્તમાનમાં ગહૂલી કહે છે.) અહીંયા બે પાત્રો વચ્ચેનો સંવાદ યોજ્યો છે જેમાં બે સ્ત્રી સખીઓ છે અને એકબજાની સાથે વાતો કરતા ઉખાણાની રીતે જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન, સાધ્વાચારને અવળવાણીની પદ્ધતિથી લોક સમક્ષ મૂક્યું છે. અહીં કબીરની નાવ મેં ડૂબ ગઈ નદિયાં જેના પરથી આનંદઘનજીએ નાંવમેં નદિયા ડૂબી જાય' આ પદ બનાવ્યું છે. તેની સ્પષ્ટ અસર દેખાઈ આવે છે. સખી રે, મેં કૌતુક દીઠું સાધુ સરોવર ઝીલતા રે” ર ગણાંકિત ૬૩૬ અક્ષરાત્મક કાવ્ય આ કવિ પંડિત વીરવિજયજીની પાંડિત્યપૂર્ણ સંસ્કૃત રચના છે. આ કાવ્યની વિશેષતા એ છે કે સમગ્ર રચનામાં ર ગણીનો પ્રયોગ થયેલો છે. “ર' ગણમાં ગુરુ લઘુ ગુરુ એમ વર્ણ યોજના હોય છે. આ કાવ્યનાં ચાર ચરણ છે તેમાં પ્રભુના જે મૂલ ચાર અતિશય છે. તેનું જ નિરૂપણ કર્યું છે જે આ મુજબ છે. (૧) જ્ઞાનાતિશય (૨) વચનાતિશય (૩) પૂજાઅતિશય (૪) અપાયા પગમાતિશય. આ ચારે અતિશયો વામાનંદન પ્રભુ પાર્શ્વનાથ પાસે કેવા શોભી રહ્યા છે, કે જેના કારણે ઘાતીઅઘાતી કર્મનો ક્ષય થઈ સિદ્ધગતિને પામ્યા છે. આ એક જ વિલક્ષણ વૃત્તમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ રચીને પોતાના ભક્તિભાવના, સંસ્કૃત ભાષાના પાંડિત્યનાં, કાવ્યજ્ઞ અને રસિક ભાવકમાં જોવા મળે તેવા પદલાલિત્યનાં દર્શન કરાવ્યાં છે જ. (લે. પૂ. પ્રદ્યુમ્નસૂરિજી, વીરવિજય સ્વાદ્યાયગ્રંથ ૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy