SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) સુરસુંદરીરાસઃ મુખ્ય બે પાત્રો છે. નાયક તરીકે અમરકુમાર અને નાયિકા તરીકે સુરસુંદરી. બંને બાળપણનાં સાથી છે. શાળામાં સાથે ભણે છે. એક દિવસ સુરસુંદરી વિરામસ્થાને ઊંઘી ગઈ. એની સાડીને છેડે સાત કોડી બાંધેલી હતી. અમર ફરતો ફરતો તે સ્થાને આવ્યો. ઊંઘતી રાજકુમારી એવી સુરસુંદરીને છેડે બાંધેલી સાત કોડી છોડી લીધી અને તે વેચી સુખડી લઈ બધા નિશાળીયાને વહેંચી. સુરસુંદરીએ ખરી વાત જાણતા અમરને ઠપકો આપતા કહ્યું સાત કોડીમાં તો હું રાજ્ય લેત.' હવે બંને યૌવનવય પામતા લગ્ન કરે છે. અને સાથે સિંહલદ્વીપ જવા નીકળે છે. વચ્ચે યક્ષદ્વીપમાં વાણ થોભ્યું. પતિપત્ની દ્વીપ ૫૨ ફરવા નીકળ્યાં. સુરસુંદરીને ત્યાં ઊંઘ આવી ગઈ. અમરે એની સાડીના છેડે સાત કોડી બાંધી. આમાંથી તું રાજ્ય લેજે લખી સુરસુંદરીને ઊંઘતી તજી ચાલ્યો ગયો. કર્મજન્ય પરિસ્થિતિઓનો સામનો કરતી શિયળની રક્ષા કરતી વિદ્યાઓને પામતી બેનાતટપુર નામનો રાજા બને છે. સુરસુંદરી પોતાનું પુરુષરૂપ બનાવી વિમલયશ નામ રાખે છે. ફરતો ફરતો અમર આ જ નગરમાં આવે છે. વિમલયશે એને ચોર ઠરાવી પકડી લીધો. સવાશેર ઘી પગમાં માલિશ કરી ઉતારી આપે તો મુક્તિ મળે એવી શરત મૂકી. વિમલયશે ઊંઘવાનો ડોળ કર્યો. આ સવાશેર ઘી પગમાં માલિશ કરી કેવી રીતે ઉતારી શકાશે, એની ચિંતામાં ઊંઘનો લાભ લઈ ઘી પીવા માંડયું અને ત્યાં જ વિમલયશે એને ઠપકાર્યો. કોઈની ઊંઘનો લાભ લઈને ચોરી કરવાની નાનપણની આદત ગઈ નથી? પછી મેળાપ ‘મધુરેણ સમાપયેતુ' ન્યાયે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ. આ રાસમાં કુલ ૪ ખંડ છે. પ્રથમ ખંડનું મંગલાચરણ ૧૦ દુહાઓમાં કરીને ૮ ઢાળ, બીજા ખંડમાં ૧૨ ઢાળ, તૃતીય ખંડમાં ૧૩ ઢાળ અને ચોથા ખંડમાં ૧૮ ઢાળ એમ કુલ ૫૧ ઢાળ છે. આરંભ, અંત, કથાનુસંધાન, વ્યવહારબોધ વગેરે માટે વચ્ચે વચ્ચે દોહરાનો અને ક્વચિત્ ચોપાઈનો ઉપયોગ કર્યો છે. આમ સમગ્ર રચના દેશીમાં ગવાઈને રજૂ થતી રસપ્રદ કથા અને ધર્મના પાસને કારણે, ઉત્તરાર્ધના અન્ય રાસની જેમ, પ્રસ્તુત કૃતિ પણ મધ્યકાલીન ‘આખ્યાન’ સાથેનું નજીકનું સગપણ ધરાવતી બને છે. વ્યવહાર દક્ષતાના નિરૂપણમાં કલિકાલગૌતમ એવા હરિભદ્રસૂરિના વિવેકવિલાસ ગ્રંથનો પ્રભાવ સ્પષ્ટપણે બોધિત થાય છે. (૨) ધમ્મિલકુમારનો રાસઃ કુલ છ ખંડ અને ૭૨ ઢાળમાં વિભાજિત આ કૃતિમાં અગિયાર જેટલી અવાંતરકથાઓ દૃષ્ટાંતકથા તરીકે વણી લેવામાં આવી છે. છ ખંડની મળીને ૨૪૫૦ જેટલી કડીમાં આ બધી કથાઓ આલેખાઈ છે. આ રાસમાં કેન્દ્રમાં ધમ્મિલકુમાર છે. વિરક્તભાવી જીવ છે. માતા-પિતાને ચિંતા થાય છે. તેનો વિક્તભાવ દૂર કરવા ગણિકાગૃહે મોકલે છે. વસંતસેનાગણિકા સાચા અર્થમાં તેના પ્રેમમાં પડે છે. સમય જતા ધમ્મિલકુમાર નિર્ધન થયો. માલમિલકત ન રહી એટલે વસંતસેના ગણિકાની માતાએ તેને અરણ્યમાં ફેંકાવી દીધો. ત્યાં મુનિ સાથે મેળાપ થતા કથાઓ અને અવાન્તકથાઓનો પ્રારંભ થાય છે. વિવિધ ૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy