SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદની અપેક્ષાએ પ્રત્યેક વ્યક્તિ આ ચારમાંથી કોઈ એક અથવા અન્ય યોગથી ધર્મ પામે છે. ગુરુના ઉપદેશમાં મુખ્યત્વે ૮૪ લાખ જીવયોનિમાં ફરતા જીવને સ્વસ્વરૂપ પામવા માટેનું માર્ગદર્શન, દશ દગંતે દુર્લભ મનુષ્યજન્મ સફળ કરવો, સુખદુઃખના પ્રસંગે કર્મજન્ય સ્થિતિનો વિચાર કરી સમતા રાખવી ઈત્યાદિ વિષયોનો ઉપદેશ તેમની રચેલી રચનાઓ | કૃતિઓમાં મળે છે. વીરવિજયજીનું સાહિત્ય જુદાજુદા ચોકઠામાં ગોઠવાયેલું છે. રાસ (રાસા), વિવાહલો, સ્તવન, સક્ઝાય, સ્તુતિ, ચૈત્યવંદન, પૂજા, ઢળિયાં, દુહા, લાવણી, હરિયાળી, ગહુલી, આરતી, પૂજા જેવા સ્વરૂપોમાં રચના કરીને તેઓએ પોતાની અભુત સર્જનશક્તિનો પરિચય કરાવ્યો છે. એમની લઘુ રચનાઓ કયા સમયમાં રચાઈ તે વિશે માહિતી મળતી નથી, પરંતુ દીર્ઘ રચનાના અંતે કવિએ પોતે જ જે ઉલ્લેખ કર્યો છે તે ઉપરથી રચનાનો સમય જાણવા મળે છે. કવિનું વિષયવૈવિધ્ય જૈન ધર્મના વિવિધ વિષયોને આવરી લે છે. જેમ કે ૨૪ તીર્થકરોમાંથી મુખ્યત્વે ઋષભદેવ, નેમનાથ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી અને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા સીમંધર સ્વામીને પસંદ કરીને ચૈત્યવંદન, સ્તવન, દેવવંદન, પૂજા, દુહા વગેરેની રચના કરી છે. પંચતીર્થો જેવા કે શત્રુંજય, અષ્ટાપદ, સમેતશિખર, આબુ, ગિરનાર જેવાં તીર્થો, ધાર્મિક તહેવારો પર્યુષણ, દિવાળી, ચોમાસી ચૌદસ, અક્ષયનિધિ તપ, વર્ષીતપ, વીસસ્થાનકતપ, પંચમીતિથિ વગેરે વિષયક રચનાઓ છે. તેમનું શાસ્ત્રીય અને આગમિક વૈદુષ્ય પણ એવું જ અપ્રતિમ હતું એની પ્રતીતિ એમણે રચેલી પૂજાઓમાં સરળ રીતે ગૂંથેલા પદાર્થો વાંચતા થાય છે. પંડિત વીરવિજયજીની સાહિત્યક રચનાઓની સૂચિ જોતા આપણને લગભગ ૧૩૨ જેટલી રચનાઓ મળે છે. આ સાહિત્યસર્જન વિશે સંપાદક દિપ્તી શાહે વીરવિજયજીનો સ્વાધ્યાય' ગ્રંથમાં નિબંધ પ્રસ્તુત કર્યો છે. જે આજ ગ્રંથમાં પૃ. ૨૧૮થી પૃ. ૨૪૦ પર મળે છે. | ગુજરાતી સાહિત્યનો ઈતિહાસના દ્વિતીય ખંડમાં વીરવિજયજી વિશે લખતા વાડીલાલ ચોકસી તેમને મધ્યકાલીન રાસ સાહિત્ય અને ઊર્મિપ્રધાન કવિતાના છેલ્લા પ્રતિનિધિ' અને અંતિમ સ્તબકના છેલ્લા અગ્રણી કવિ તરીકે ઓળખાવે છે. તેમના કવિયશમાં રાત્રથી એક કલગી સમાન છે. વીરવિજયે (૧) “સુરસુંદરીરાસ' (ઈ. ૧૮૦૧), (૨) ધમ્મીલરાસ (ઈ. ૧૮૪૦), (૩) ચંદ્રશેખર રાસ (ઈ. ૧૮૪૬) આ ત્રણે દીર્ઘ કથાઓને રાસ રૂપે આપી છે. પદ્યવાર્તાના ખાસ રંજક એવા સમસ્યા અને અવાન્તર કથાઓનો વિનિયોગ પણ આ રાસરૂપ કૃતિઓમાં કર્યો છે. આ રાસકૃતિઓનો સંબંધ સામાન્ય- આમવર્ગ, વિદ્વદવર્ગ એમ બંને સાથે છે. આ દષ્ટિએ વીરવિજયના આ રાસાઓ મધ્યકાલીન કથાકૃતિના લોકતાત્વિક અધ્યયનમાં પણ મૂલ્યવાન કૃતિઓ છે. પંડિત વીરવિજયજી + ૫
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy