SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રતિક્રમણ સૂત્ર – પ્રબોધટીકા જૈન ધર્મનું મુખ્ય લક્ષ્ય આત્મશુદ્ધિ છે. તે માટે જ્ઞાન અને ક્રિયાની પ્રરૂપણા થયેલી છે. આ ક્રિયામાં પ્રતિક્રમણનું વિશિષ્ટ સ્થાન છે, કારણ કે તે વિષય અને કષાયજન્ય પાપથી પાછા ફરવાની તાલીમ આપે છે. આ ક્રિયા સાધુ તથા શ્રાવકોએ દરરોજ સવારે અને સાંજે અવશ્ય કરવા યોગ્ય છે. આ પ્રતિક્રમણ સૂત્રમાં અધ્યાત્મ અને યોગને લગતી અનેક રહસ્યમય ક્રિયાઓનું સંયોજન થયેલું છે, પણ આધુનિક જૈન સમાજને તેનો ખ્યાલ નથી. તેઓ તેને કડકડાટ બોલી જઈને ક્રિયા કરવાનો સંતોષ માને છે. શ્રી ધીરજભાઈને લાગતું કે પ્રતિક્રમણ સૂત્રનું વાસ્તવિક રહસ્ય પ્રકાશમાં લાવવું હોય તો તેના પર સુંદર વિસ્તૃત ટીકા રચવી જોઈએ. આ ભાવના તેમના હૃદયમાં સદા ગુંજારવ કરતી હતી. પણ કાર્ય મુશ્કેલ હતું કારણ કે આ કાર્ય પુષ્કળ પરિશ્રમ, પૈસો અને સમય માંગતો હતો. અમૃતલાલ શેઠ સાથે આ બાબતે વાત થઈ. શેઠે કહ્યું તમારી શું યોજના છે? તે મને જણાવો. જો મને પસંદ પડશે તો ખર્ચનો વાંધો નહિ આવે. ધીરજભાઈએ યોજના સંબંધી ઊંડું મંથન, ચિંતન અને મનન કરી તેને અક્ષરાંકિત કરી શેઠને દેખાડી, શેઠ ઘણા જ પ્રભાવિત થયા. યોજના આ પ્રમાણે હતી. ૧. શ્રી પ્રતિક્રમણ સૂત્ર ઉપર અણંગ વિવરણવાળી પ્રબોધ નામની ટીકા રચવી. ૨. પ્રથમ અંગ મૂલપાઠમાં પરંપરાથી નિર્ણિત થયેલો તથા વિવિધ પોથીઓના આધારે શુદ્ધ કરેલો પાઠ આપવો. ૩. બીજા અંગ સંસ્કૃત છાયામાં મૂલપાઠની સંસ્કૃત છાયા આપવી. ૪. ત્રીજા અંગ ગુજરાતી છાયામાં મૂલપાઠની ગુજરાતી છાયા આપવી. ૫. ચોથા અંગ સામાન્ય અને વિશેષ અર્થમાં વ્યુત્પત્તિ અને ભાષાનાં આધારે દરેક પદના સામાન્ય અને વિશેષ અર્થ આપવા. ૬. પાંચમા અંગ અર્થનિર્ણયમાં પરંપરા, પરિભાષા અને સંકેત દ્વારા થતો પદો અને વાક્યોનો અર્થ જણાવવો. ૭. છઠ્ઠા અંગ અર્થ સંકલનમાં નિર્ણત થયેલા અર્થની સંકલના શુદ્ધ ગુજરાતી ભાષામાં આપવી. ૮. સાતમાં અંગ સૂત્ર-પરિચયમાં સૂત્રની અંતર્ગત રહેલો ભાવ તથા તેની રચનાનું મહત્ત્વ દર્શાવવું. ૯. આઠમા અંગ આધાર-સ્થાનમાં આ સૂત્રનો મૂળ પાઠ કયા સૂત્ર, સિદ્ધાંત કે માન્ય ગ્રંથમાં મળે છે તે દર્શાવવું. આ યોજનાથી શેઠશ્રી અત્યંત પ્રભાવિત થયા અને તેમણે મંજૂરી આપી. આટલી બધી મહેનત, ખર્ચ અને સમયનો ભોગ આપી તૈયાર થયેલી ટીકા જૈન આચાર્યો તથા જૈન સંઘને પણ પસંદ પડવી જોઈએ. તેથી આચાર્યો અને ૪૯૮ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy