SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ તેમને ખબર પડી કે શાળામાં ધાર્મિક અભ્યાસ કરાવનાર કોઈ શિક્ષક નથી. તેમને ચિંતા થઈ કે બાળકોમાં ધાર્મિક સંસ્કારો નહીં આવે. પોતે પોતાનો પેન્ટીગની રૂ. ૩૦૦થી ૪૦ની કમાણી છોડી માત્ર રૂ. ૭૫ના પગારમાં ધાર્મિક શિક્ષક તરીકે જોડાઈ ગયા અને એક પાળીનો પગાર લઈ બે પાળીમાં ભણાવવા લાગ્યા. તેઓ સંસ્થામાં પ્રિન્સિપાલના પદ સુધી પણ પહોંચ્યા. તેમની ઉપર નાનપણથી જ મહાત્મા ગાંધીજીનો ઘણો પ્રભાવ હતો. નાનપણથી ખાદી અપનાવી હતી. આજીવન ખાદીધારી રહ્યા. ગાંધીજીની હાકલ સુણી સરકારી શાળા મૂકી રાષ્ટ્રીય શાળામાં ભણ્યા. ગાંધીજીએ સાકરનો ત્યાગ કરવા કહ્યું, જીવનભર ક્યારે પણ કોઈ પણ પ્રસંગે સાકર ન વાપરી. જીવન અતિ સાદગીભર્યું હતું. કોઈ પણ પ્રકારનું વ્યસન ન હતું. નાનપણથી નિત્ય પૂજા કરતા હતા. દરરોજ પરોઢે વહેલા ઊઠી મંત્રોના જાપ કરતા અને વિવિધ અનુષ્ઠાનો અને દેવી-દેવતાઓની સાધના કરતા હતા. અમદાવાદમાં રહેતા હતા ત્યારે દર ોઢ બે મહિને ગાંધીજીને મળવા સાબરમતી આશ્રમ જતા હતા. બાપુ પણ તેમને ૧૦થી ૧૫ મિનિટનો સમય આપતા. શ્રી ધીરજભાઈએ એક વાર બાપુને પૂછ્યું, મનુષ્ય આગળ વધવા માટે શું કરવું જોઈએ ? બાપુએ જણાવ્યું કે, જે માણસને આગળ વધવું હોય તેણે આત્મશ્રદ્ધા કેળવી પ્રામાણિક પુરુષાર્થ કરવો જોઈએ. ધીરજભાઈ માટે આ વાક્ય જીવનભર ધ્રુવતારક બન્યું. સંજોગવસાત અમદાવાદ છોડી મુંબઈ આવ્યા. પોતાનું છાપખાનું ખોલ્યું. ઘણું નુકસાન થયું. લગભગ રૂ. ૨૦૦૦૦ દેવું પણ થઈ ગયું. આવકનું કોઈ સાધન ન હતું, પણ હિંમત ન હાય. પોતે થોડું ઘણું વૈદુ જાણતા હતા. નાનપણમાં એક વેદના પુત્ર સાથે ફરી જડીબૂટીનું જ્ઞાન મેળવ્યું હતું. આયુર્વેદના પુસ્તકો મંગાવી અભ્યાસ કર્યો. તેમણે સેન્ડહર્ટરોડ મધ્યે જીવન વિકાસ ચિકિત્સાલય' નામે આયુર્વેદિક દવાખાનું ખોલ્યુ. તેઓ આયુર્વેદ સાથે માનસચિકિત્સા પણ કરતા. તેઓ પોતાની અંતઃસ્કુરણાથી ચિકિત્સા કરતા. તેઓ માનસર્વેદ તરીકે ઓળખાવવા લાગ્યા. સાત વરસ બહુ જ કપરા ગયા. દેવું બધું જ ચૂક્ત કર્યું. ઉવસગ્ગહરની આરાધના પણ ચાલુ હતી. હવે કોઈ જાણકાર પાસે પોતાની તકલીફ વિશે પુછાવ્યું. પોતે અમદાવાદમાં છાપું ચલાવતા હતા ત્યારે ઘણીવાર સાધુઓની વિરોધમાં ઝુંબેશ ચલાવતા હતા. ત્યારે કોઈ સાધુએ તમારી ઉપર ખાર રાખી ઉચ્ચાટનનો પ્રયોગ કર્યો છે, એવો ઉત્તર પ્રાપ્ત થયો. પોતે વિસ્મગહર પર શ્રદ્ધા રાખી ઉપવાસ આદિ તપ, નિયમ અને જાપ કરવા લાગ્યા. હવે ઉચ્ચાટનની અસર દૂર થવા માંડી, ફરી પ્રગતી થવા લાગી. | મુંબઈના ઉદ્યોગપતિ શેઠ શ્રી અમૃતલાલ કાલીદાસે તેમને પ્રતિક્રમણ સંબંધી ગ્રંથ રચવા આમંત્રણ આપ્યું. વૈદુ બંધ કર્યું. ફરી લેખન પ્રવૃત્તિમાં જોડાઈ ગયા. શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહ . ૪૯૭
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy