SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્વાનોનો સાથ અને સહકાર લેવાનું નક્કી થયું. આમ શાસનને અતિ ઉપયોગી એક મહાયજ્ઞનું મંડાણ થયું. સૌ પ્રથમ સુરતમાં બિરાજમાન પ.પૂ. શ્રી આનંદસાગરસૂરિજીની સલાહ લેવામાં આવી. તેમણે રચનામાં સંપૂર્ણ કાળજી રાખવાની સલાહ આપી અને ધીરજભાઈની કાબેલિયત પર વિશ્વાસ દર્શાવ્યો. મહારાજસાહેબે મસ્તકે વાસક્ષેપ નાખી આશીર્વાદ આપ્યા. વડોદરામાં પુ. મુની શ્રી પુણ્યવિજયજીએ પણ યોજના સાંભળી ઉપયોગી સૂચનો આપ્યા. અમદાવાદમાં પપૂ.આ.શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજને પોતાની યોજના જણાવી. હાથ જોડીને વિનંતી કરી અને ગ્રંથ તૈયાર કરશું પણ તેમાં કાંઈ ભૂલ ન રહી જાય તેને માટે આપના સમુદાયના કોઈ વિદ્વાન સાધુ તે લખાણ જોઈ આપે. આચાર્યશ્રીએ પોતાના વિદ્વાન શિષ્ય પ.પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય, જેઓ આવશ્યક નિર્યુક્તિના અઠંગ અભ્યાસી હતા, તેમને આ લખાણનું પૂફ રીડીંગ તથા સંશોધન કરવા આજ્ઞા આપી, જે તેમણે સહર્ષ શિરોમાન્ય કરી. પાલિતાણામાં કદંબગીરીમાં પ.પૂ. આ. શ્રી વિજયોદયસૂરીશ્વરજી આદી . બિરાજતા હતા. તેમને પણ સહકાર માટે વિનંતી કરી. તેમણે પણ હામી ભરી કે પોતાના વતી પોતાના વિદ્વાન શિષ્ય પ.પૂ. પંન્યાસ શ્રી ધૂરંધરવિજયજીગણિ આપને મદદ કરશે. આમ સાધુ સંસ્થા તરફથી સુંદર સાથ અને સહકાર મળ્યો. ઐતિહાસિક અને વ્યાકરણ સંબંધી કોઈ ભૂલ ન રહી જાય તે માટે વડોદરા જઈ ત્યાં રહેતા વિદ્વાન પંડિત શ્રી લાલચંદ્ર ભગવાન ગાંધીને વિનંતી કરતા તેમણે હામી ભરી. હવે વિવિધ જગાએથી ગ્રંથો મુંબઈમાં લાવવામાં આવતા. જામનગરથી વિમાનમાં, અમદાવાદથી સરસ્વતી ભંડારથી તથા અન્ય સ્થળોએથી પણ પુસ્તકો આવતા. આમ એક વિશાળ પુસ્તકાલય ઊભું થઈ ગયું. પ્રતિક્રમણમાં કરવામાં વિવિધ આસનો માટેના યોગના યોગ્ય આસનોના અભ્યાસ માટે પોંડેચેરી શ્રી અરવિંદ આશ્રમની મુલાકાત તથા તિરુવણામલાઈ શ્રી રમણ મહર્ષિના આશ્રમની મુલાકાત લીધી. આ ગ્રંથની રચના માટે ધીરજભાઈએ અનેક વિદ્વાનો સાથે ચર્ચા વિચારણા કરી, અનેક ગ્રંથો વાંચ્યા, અનેક શબ્દકોશો જોયા. ઘણા બધા પ્રવાસો કર્યા. એમના મનમાં એક જ લગન હતી કે પ્રબોધટીકાને એક પ્રમાણભૂત ઉત્તમ કૃતિ બનાવવી. છથી સાત વરસના શ્રી ધીરજભાઈના પરિશ્રમ અને શ્રી અમૃતલાલ શેઠના સાથ અને સહકારથી જિનશાસનને પ્રતિક્રમણસૂત્ર પર પ્રબોધટીકા નામનો સવગી સુંદર અણંગ ગ્રંથ મળ્યો. ગ્રંથ ત્રણ ભાગમાં પ્રગટ કરવાનું નક્કી થયું. દરેક ભાગ લગભગ છસોથી સાતસો પાનાનો થયો. પડતર કિંમત બારેક રૂપિયા જેવી હતી પણ જ્ઞાનનો ફેલાવો થાય તેવા આશયથી દરેક ભાગનું મૂલ્ય માત્ર પાંચ રૂપિયા રાખવામાં આવ્યું. શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહ + ૪૯૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy