SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. ઈલાચીકુમાર, ૧૧. જંબૂસ્વામી, ૧૨. અમરકુમાર, ૧૩. શ્રીપાળ, ૧૪. મહારાજા કુમારપાળ, ૧૫. પેથડકુમાર, ૧૬. વિમલશાહ, ૧૭. વસ્તુપાળ-તેજપાળ, ૧૮. ખેમો દેદરાણી, ૧૯. ગqશાહ અને ર૦. ધર્મ માટે પ્રાણ આપનાર મહાત્માઓ. કોઈ કથાગ્રંથ કે ચારિત્રગ્રંથ વાંચ્યા વિના માતા પાસે કે અન્ય પાસે સાંભળેલી કે વાંચેલી કથાઓ જે અંતરમાં જ્ઞાનના વિશાળ ભંડારમાં પડી હતી તે થોડા સમયમાં લખી. શુભ દિવસે બાળગ્રંથાવલીનાં ૨૦ પુસ્તકોની પ્રથમ શ્રેણીનું પ્રકાશન થયું. રૂપે રંગે રૂડા, રાઈપ સુરેખ, વાંચવામાં સુગમ, રસપ્રદ કથાનકો અને મૂલ્ય પણ સતું હતું. પુસ્તકો ઘણાં જ લોકપ્રિય થઈ ગયાં. આથી શ્રી ધીરજભાઈને ઘણું જ પ્રોત્સાહન મળ્યું અને તેમણે વિવિધ વિષયો પર બીજી પાંચ શ્રેણીનું પ્રકાશન કર્યું તે યશસ્વી અને લાભદાયી નીવડયું. આમ ટુંક સમયમાં બાળગ્રંથાવલીનાં કુલ ૧૨૦ પુસ્તકોનું પ્રકાશન થયું. વિદેશમાં જેવા કે યુરોપ, અમેરિકા, આફ્રિકા, ચીન, જાપાન અને બીજા દેશોમાં જ્યાં જ્યાં જૈનો હતા ત્યાં પણ પુસ્તકોની ઘણી જ માંગ રહેવા લાગી. એમના પુસ્તકોનાં અંગ્રેજી, હિંદી, બંગાળી વગેરે અનેક ભાષઓમાં અનુવાદ થયા. પુસ્તકોની ઘણી આવૃત્તિઓ પણ છપાઈ અને આજ સુધી છપાય છે. - હવે ધીરજભાઈએ વિચાર કર્યો બાળકો આવતી કાલના ભારતના નાગરિક છે, ભારતનું ભવિષ્ય એમની પર અવલંબે છે. તો એમના જીવનનું સુયોગ્ય ઘડતર થાય તેવા સાહિત્યનું સર્જન કરવું જોઈએ. તેના વિષયો તેમણે નક્કી કર્યા. ભારતના અને વિદેશના મહાપુરુષો અને સન્નારીઓ, ભારતના જૈન અને અન્ય તીર્થો, ભારતનાં અને પરદેશના રમણીય પ્રદેશો તથા જોવાલાયક સ્થળો. અંગ્રેજોનાં રાજમાં બાળકોના માનસ પર પોતાની માતૃભૂમિનું ગૌરવ અને માન ઊપજે એવા પ્રકારનું પ્રેરણાદાયક સાહિત્ય વગેરેનું સર્જન કરવું. વિદ્યાર્થી વાંચનમાળાના નામે ૨૦ પુસ્તિકાઓના ૨૦ સેટ એટલે ૪૦૦ પુસ્તકો પ્રગટ કરવા. આવું ભગીરથ કાર્ય આજ સુધી કોઈ સંસ્થા કે પ્રકાશકોએ કર્યું ન હતું, એ પોતે કરવાનું નક્કી કર્યું. પોતે પહોંચી શકે તેમ ન હતા તેથી સુપ્રસિદ્ધ લેખકોનો સહકાર મેળવી પોતાની પ્રકાશન સંસ્થાનાં નેજા હેઠળ તેમને પુસ્તકો લખવાનું કામ સોંપ્યું. ૧. શ્રી નાગકુમાર મકાતી, ૨. શ્રી જયભિખુ, ૩. શ્રી રમણલાલ સોની, ૪. શ્રી ભોગીલાલ ગાંધી, ૫. શ્રી સોમાભાઈ ભાવસાર, ૬. શ્રી ચુનીલાલ વર્ધમાન, ૭. શ્રી પ્રહલાદ બ્રહ્મભટ, ૮. શ્રી માધવરાવ કર્ણિક, ૯. શ્રી ચંદ્રકાંત ભટ, ૧૦. શ્રી રમણલાલ નાનાલાલ શાહ (તંત્રી લાલજીવન) વગેરે. આટલું મોટું ભગીરથ કાર્ય બહુ જ સરળતાથી પાર પડ્યું. પછી તેમણે કુમાર ગ્રંથમાળાનું પ્રકાશન કર્યું. તેમાં કોયડા સંગ્રહ ભાગ ૧-૨, કુમારોની પ્રવાસકથા, આલમની અજાયબીઓ, રમુજી ટુચકાઓ, જંગલ કથાઓ વગેરે વિષયો પર અલ્પ મૂલ્યમાં પુસ્તકો પ્રકાશિત કર્યા. તેમણે ચીન, જાપાન વગેરે દેશોના દુર્ગમ પ્રદેશોમાં પગપાળા પ્રવાસો કર્યા ૪૯૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy