SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ હતા. ગુજરાતના અને ભારતના અનેક સ્થળોના પગપાળા પ્રવાસો કર્યા હતા. ભારતભરમાં અનેક પર્યટનો કર્યા હતા. એ વિશે પ્રવાસકથાઓ લખી. અનેક સ્થળોના સ્કેચો દોર્યાં. અજન્ટા ગુફાના સુંદર ચિત્રો દોર્યાં, ખંડકાવ્ય પણ લખ્યું. બીજા અનેક ખંડકાવ્યો લખ્યા. આઝાદીની લડાઈથી પ્રેરાઈ દેશભક્તિના ગીતો લખ્યાં. પોતે જંગલોમાં પણ ઘણું ર્યાં હતા. ત્યાં ઘણા સંતો મહાત્માઓને મળ્યા હતા. તેમની પાસે મંત્ર, તંત્ર, વિદ્યાનો અભ્યાસ કર્યો હતો. મંત્રસાધનાથી તેમને અનેક શુભ ફ્ળોની પ્રાપ્તિ થઈ હતી. વિવિધ મંત્રો પર સરળ ભાષામાં દૃષ્ટાંતો સહિતનાં પુસ્તકોનું પ્રકાશન કર્યું. દેવીદેવતાને પ્રસન્ન કરવાની સાધનાની વિધિ અને તેના મંત્રો, સાધના કરવા માટે સ્થળની પસંદગી, આસન, મુદ્રા, ચોઘડિયા, નક્ષત્રો, વાર, તિથિ વગેરેનું મહત્ત્વ. કેવાં વસ્ત્રો ધારણ કરવા, ફ્ળ અને ફૂલ કેવાં વાપરવાં, શરીર અને આત્માની શુદ્ધિ તથા મનની સ્થિરતા પર તેઓએ તેમનાં પુસ્તકોમાં ઘણો જ ભાર મૂક્યો છે. પોતે પણ વિવિધ પ્રકારનાં પૂજનો શાસ્ત્રોક્ત પદ્ધતિથી સુંદર રાગ રાગિણીમાં કરાવતા હતા. શ્રી ધીરજલાલ ટોકરશી શાહની શતાવધાનની સાધના શ્રી ધીરજલાલભાઈ સાહિત્યકાર તો હતા જ પણ શતાવધાની તરીકે પણ અત્યંત પ્રસિદ્ધ હતા. બચપણથી જ અત્યંત બુદ્ધિશાળી હતા. નાનપણમાં સેંકડો પુસ્તકો વાંચ્યા હતા. બધાં જ પુસ્તકોના મુખપૃષ્ઠો તેમને યાદ રહી જતાં હતાં. દરેક પુસ્તકની વાંચનસામગ્રી પણ યાદ રહી જતી હતી. ગણિત પણ બહુ જ પાકું હતું. ગણિતના અઘરા કોયડા પણ તરત ઉકેલી નાખતા. આંક અને પલાખામાં પણ હોશિયાર હતા. જ્યારે તેમણે શ્રીમદ રાજચંદ્રે કરેલા શતાવધાન વિશે જાણ્યું, ત્યારે તેમને પણ શતાવધાન શીખવાનું મન થયું. શીખવાની રીત વિશે જ્યારે તેઓ તપાસ કરવા લાગ્યા ત્યારે કહેવામાં આવતું કે એ બહુ જ અઘરું છે, આપણાથી ન શિખાય. પણ તેઓ હિંમત ન હારતા. તેમને પોતાની જાત પર ભરોસો હતો. પૂરેપૂરો આત્મવિશ્વાસ હતો. એવામાં અમદાવાદમાં સ્થાનકવાસી સંત પૂ. શ્રી નાનચંદજી સ્વામી તથા તેમના શિષ્ય પૂ. સૌભાગ્યમુની ઉર્ફે સંતબાલજી મુનિ પધાર્યા હતા. પૂ. સંતબાલજીએ શતાવધાનના પ્રયોગો કરેલ હતા. તે વખતે શ્રી ધીરજભાઈ અમદાવાદમાં જૈન યુવકસંઘના પ્રમુખ હતા. પ્રેમાભાઈ હોલમાં બંને મુનિરાજોના વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનસભામાં પ્રથમ ધીરજભાઈ પ્રવચન આપતા પછી બંને મહારાજસાહેબ પ્રવચન આપતા. આમ ધીરજભાઈનો પૂ. સંતબાલજી સાથે પરિચય થતાં તેમણે તેમને શતાવધાન શિખવાડવાની રીત બતાવવા વિનંતી કરી. સંતબાલજીએ વિધિસર રીત શિખવાડી. આગળ વધવાનું કામ ઘણું જ અઘરું હતું પણ ધીરજભાઈ પૂરી લગનથી તનતોડ પુરુષાર્થ કરવા લાગ્યા. તેઓ શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહ + ૪૯૫
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy