SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ વરસની ઉંમરે વિ.સં. ૧૯૮૬ના કારતક સુદ ૧૦ના રોજ ધીરજભાઈના લગ્ન ચંપાબહેન સાથે થયા. લગ્ન વખતે ધીરજભાઈએ ખાદીના કપડા પહેર્યા હતા તથા સાકરવાળી કોઈ પણ વસ્તુ ખાધી ન હતી. અસૌ. ચંપાબહેને સાતમી સુધી અભ્યાસ કર્યો. તેઓ સુસંસ્કારી હતાં તથા સાલસ અને વિનમ્ર હતાં. દીકરાનો સુખી સંસાર જોઈ મા ઘણાં જ રાજી થતાં. ધીરજભાઈને સાત સંતાનો થયાં, તેમાંથી ત્રણ સંતાનો નાની ઉંમરમાં આયુષ્ય પૂર્ણ કરી ગયા. પુત્રી ચિ. સુલોચના, પુત્રી ચિ. રશ્મિકા, પુત્ર ચિ. નરેન્દ્ર અને પુત્રી ચિ. ભારતી. આ ચાર સંતાનો સંસ્કારી પરિવારમાં સ્થિર થયાં. ધીરજભાઈના પત્ની તા. ૦૨-૦૨-૧૯૮૫ અવસાન પામ્યા. ધીરજભાઈ તા. ૨૩-૦૭-૧૯૮૫ના અવસાન પામ્યા. શ્રી ધીરજભાઈની સાહિત્ય યાત્રા એક વખત ધીરજભાઈ છાત્રાલયમાં ગયા હતા. ત્યાં બાળકોને જૈન મહાપુરુષોના જીવનચરિત્ર વિશે પૂછ્યું પણ બાળકો અજાણ હતા. ધીરજભાઈને જ્ઞાન પર બહુ જ પ્રેમ હતો અને વાણી પર પ્રભુત્વ હતું. પોતે વિચાર કર્યો કે જો પ્રેરણારૂપ ચરિત્રો પુસ્તક રૂપે છપાય તો ઉત્તમ કથાવારસો લુપ્ત ન થાય અને બાળકોમાં ધાર્મિક સંસ્કારો સુદઢ બને. તેથી તે જ દિવસે શ્રી રિખવદેવ નામની નાનકડી કથા લખી અને તે કથા બાળકો સમક્ષ વાંચી. બાળકોને સાંભળવાની બહુ જ મજા આવી. લગભગ ૮૦ વર્ષ પહેલાંની વાત છે. ધીરજભાઈએ છાપખાનું જોયું પણ ન હતું. ૫૦ રૂ. લઈ છાપખાનું શોધવા નીકળ્યા. પાનકોર નાકા પાસે પરમશાહના રોજા નજીક છાપખાનું જોયું. પ્રેસ માલિકને જણાવ્યું કે મારે પુસ્તક છપાવવું છે. પ્રેસ માલિકે પૂછ્યું, કઈ સાઈઝમાં ? રોયલમાં, કાઉનમાં કે ડેમીમાં ? એ બાબતમાં હું કાંઈ પણ જાણતો નથી અને પુસ્તકો બતાડો તો સમજ પડે. વિવિધ સાઈઝના પુસ્તકો જોયા અને ક્રાઉન સાઈઝ પસંદ કરી. કાગળનો નમૂનો જોઈ ૧૦૦૦ નકલની વરદી આપી અને તેના ખર્ચના રૂપિયા ૫૦ રોકડા ચૂકવી આપ્યા. જ્યારે પૂરો જોવા આવ્યા ત્યારે એક યોજના ફુરી કે આવી બીજી કથાઓ લખી શ્રેણી બનાવું તો કેમ ? પછી કેટલીક વિચારણા કરી નક્કી કર્યું ૨૦ પુસ્તકોની શ્રેણી બનાવવી. પછી કિંમત શું રાખવી ? ત્યારે તેમણે વિચાર્યું જો કિમત સસ્તી હશે તો જ પ્રસાર સારી રીતે થઈ શકશે. ૨૦ પુસ્તિકાના સેટની કિંમત માત્ર દોઢ રૂપિયો રાખી. કઈ કથાઓ લખવી એ વિચારતા એક પછી એક ૨૦ નામ ફુરી આવ્યાં. આમ શાસનની સેવા કરવાના ભગીરથ કાર્યનું મંડાણ એક નવયુવાનના એકલા પંડે હાથે શરૂ થયું. નીચે મુજબ ૨૦ કથાનકો લખવાનું નક્કી કર્યું. ૧. રિખવદેવ, ૨. નેમ રાજુલ, ૩. શ્રી પાર્શ્વનાથ, ૪. પ્રભુ મહાવીર, ૫. વીર ધનો, ૬. મહાત્મા દઢપ્રહરી, ૭. અભયકુમાર, ૮. રાની ચેલ્લણા, ૯. ચંદનબાળા, શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહ + ૪૯૩
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy