SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનના ગગનાંગણમાં ઓગણીસમી સદીમાં થઈ ગયેલા અનેક વિશિષ્ટ કવિઓ કવિપુંગવોની ઉજ્જ્વળ પરંપરામાં જેમનું નામ શુક્રતારકવત્ ચમકી રહ્યું છે તે પંડિત વીરવિજયજી મહારાજ પ્રભુ વીરની ૬૭મી પાટને શોભવનારા વિરલા. પર્વતમાળામાંથી ખળખળ વહેતા ઝરણાની જેમ તેમના મસ્તિષ્કમાંથી કાવ્યપ્રવાહ અવિરત વહ્યા જ કરતો હતો, જેને ગાનાર સાંભળનાર કોઈપણ અર્નિવચનીય આનંદનો આસ્વાદ મેળવ્યા સિવાય રહેતો નહીં. ભિન્ન ભિન્ન વિષયમાં વિપુલ પ્રમાણમાં તેમણે કરેલી થોકબંધ રચના જોતા આપણે તેમને મોટા ગજાના કવિ કબૂલ કરવા જ પડે. તેમણે ધર્મગ્રંથોનો અભ્યાસ કરીને ઉપદેશ આપ્યો હતો તે દૃષ્ટિએ જૈન ધર્મના વિવિધ વિષયોને પસંદ કરીને કાવ્યરચના, સાહિત્યરચના કરી છે. વીરવિજ્યજીનું સાહિત્ય સર્જન વીરવિજયે દીક્ષા લીધા પછી ગુરુ પાસે અભ્યાસ કર્યો. શુભવિજ્યજીનો ભાવ શિષ્ય વીરવિજયજી ઉપર બહુ સારો હતો તે આ દુહાથી જાણવા મળે છે. એ ગુરુના ગુણ જળનિધિ, મુજ મતિએ ન કહાય, ગુણનિધિ જળનિધિ જળભર્યો, ગગ્ગરીમેં ન સમાય.’ આવા બહુમાન ભાવથી ગુરુકૃપાના પાત્ર બન્યા ત્યાર પછી એમની કવિત્વશક્તિનો પરિપાક એટલો બધો વિસ્તાર પામ્યો કે લઘુ૨ચનાની સાથે મધ્યકાલીન કાવ્ય પરંપરા અનુસાર નોંધપાત્ર રચનાઓ કરીને જૈન ધર્મ અને સાહિત્યના વિચારો સર્વસામાન્ય જનતા સુધી પહોંચાડવાનું અમૂલ્ય કામ કર્યું. જૈન સાહિત્યનું સર્જન ચાર અનુયોગમાં છે. વીરવિજ્યજીએ પોતાની રચનાઓમાં ચારે અનુયોગનો સુચારુ ઉપયોગ કર્યો છે. અનુયોગ એટલે કે વ્યાખ્યાન કે વિષયવસ્તુનું નિરૂપણ કે વર્ણન. તેના ચાર પ્રકાર છે. (૧) દ્રવ્યાનુયોગ જેમાં જીવ, જગત, આત્મતત્ત્વને લગતા વિષયોનો સમાવેશ થાય છે. (૨) ગણિતાનુયોગ: જેમાં ગણતરી, પ્રકાર અને ભેદ-પેટાભેદ વગેરેનો સમાવેશ થાય છે. ગતનું સ્વરૂપ દર્શાવવા ચૌદ રાજલોકની માહિતી જંબુદ્વીપ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, લઘુ સંગ્રહણી, ક્ષેત્રસમાસ વગેરેનો સમાવેશ થાય છે. (૩) ચરણકરણાનુયોગઃ જેમાં તીર્થંકર ભગવાનના આચારના પ્રરૂપેલા સિદ્ધાંત, સાધુ-શ્રાવક આચારનું અનેકાન્તના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી સ્યાદ્વાદની શૈલીમાં નિરૂપણ છે. (૪) કથાનુયોગઃ ચિરત્ર ઉપરાંત કલ્પનાનો આશ્રય લઈને કથા રજૂ કરવામાં આવે છે. ૪ ૧ ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy