SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ – આચાર્ય રજનીશ – ઓશો - – ૧ પ્રીતિ એન. શાહ જિન સાહિત્યના અભ્યાસ. સંશોધક શ્રી પ્રીતિબહેને ઓશોના સાહિત્યનું અવગાહન કરવાનો સુંદર પ્રયત્ન પ્રસ્તુત લેખમાં કર્યો છે. – સં.) સાધારણ રીતે અધ્યાત્મનો જે અર્થ કરવામાં આવે છે તે અર્થમાં હું કદી અધ્યાત્મિક નથી. હું કદી દેવળ કે મંદિરમાં ગયો નથી. મેં કદી શાસ્ત્રો વાંચ્યાં નથી, સત્ય શોધવા માટે અમુકતમુક સિદ્ધાંતોનો સહારો લીધો નથી. મેં કદી ભગવાનની પૂજા કે પ્રાર્થના કરી નથી. આવો કોઈ મારા જીવનનો રાહ જ નથી. તેથી તમે જરૂર એવું કહી શકો કે મેં કોઈ અધ્યાત્મિક સાધના કરી નથી. જોકે મારા માટે અધ્યાત્મનો સાવ જુદો અને ગર્ભિત અર્થ છે. અધ્યાત્મ એટલે એક નિષ્ઠાવાન વ્યક્તિત્વ, કોઈ પણ જાતના અવલંબનને તે માન્ય રાખતું નથી. ગમે તેટલી કિંમત ચૂકવવી પડે તોપણ તે પોતાની સ્વતંત્રતા જાળવી રાખે છે. અધ્યાત્મ કદી ટોળામાં હોતું નથી. તે એકાકી છે. ટોળાને કદી સત્ય લાધ્યું નથી. લોકોને પોતાના એકાકીપણામાં જ સત્યની પ્રાપ્તિ થઈ છે.” આ શબ્દો છે આચાર્ય રજનીશના, જેમને લોકો ઓશો તરીકે પણ ઓળખતા. ઓશોનો જન્મ ઈ. સ. ૧૯૩૧માં મધ્યપ્રદેશના કુચવાડા ગામમાં જૈન કુટુંબમાં થયો હતો. બાળપણનું નામ રજનીશ ચંદ્રમોહન જૈન. રજનીશનો ઉછેર એમના નાના-નાનીની દેખરેખ નીચે થયો. નાના-નાનીએ એમને પૂર્ણ સ્વતંત્રતા આપી હતી. એમની નાની સાથે એમને બહુ લગાવ હતો. જીવનમાં સૌથી મહત્ત્વનું યોગદાન નાનીનું હતું. નાનીને તેઓ ઝૂતની સૌથી સુંદર સ્ત્રી માનતા. બાળપણમાં મિત્રોના સાથથી વંચિત, ખેલ-કૂદથી વંચિત, ચંદ્રમોહન પ્રકૃતિમાં ખોવાઈ જતા. બાળપણમાં તેમને ઘરે આવેલ જૈનમુનિને પૂછેલા પ્રશ્નોના તેમને સંતોષકારક જવાબ મળ્યા નહિ. તેઓ બાળપણથી જ બહુ અલગ પ્રકૃતિ ધરાવતા હતા. તેમના નાનીએ તેમને નવકારમંત્ર શીખવ્યો હતો. નવકારમંત્રમાં માત્ર જૈનોને જ નમન કરવા એવો આગ્રહ ન હોવાથી તેમને તે પ્રિય હતો. નાના-નાની તરફથી જૈનધર્મ જ પાળવો એવો આગ્રહ નહોતો. નાની એમને પુસ્તકો ખરીદવા પુષ્કળ રૂપિયા આપતાં. રજનીશ ફિલોસોફીના વિષયમાં પારંગત થયા. ઈ. સ. ૧૯૫૩માં જબલપુરની ૮૮ છે અને એ પ્રદઈના જૈન ઈહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy