SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ એક કૉલેજમાં દર્શનશાસ્ત્રના વિદ્યાર્થી હતા. યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેઓ તેમના પ્રોફેસ૨, કુલપતિ દરેકને એવા સવાલો પૂછતા કે કોઈની પાસે તેમના સ્પષ્ટ જવાબો ન હતા. તેઓની તર્કશક્તિ અદ્ભુત હતી. ગમે તેવા વિદ્વાન તેમની સામે હથિયાર મૂકી દેતા. તેઓએ એમ.એ.માં ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો. અનુસ્નાતકના અભ્યાસ માટે સાગર યુનિવર્સિટીમાં જોડાવા વિદ્વાન પ્રો. એસ. એસ. રોયે તેમને આમંત્રણ આપ્યું. રજનીશ પહેલા રાયપુરની સંસ્કૃત યુનિવર્સિટી અને ત્યારબાદ જબલપુર યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય માટે જોડાયા. પ્રોફેસર તરીકેના તેમના વર્ગો વિચા૨-ગોષ્ઠિની ક્લબો બની ગઈ. દરેક જણને શંકા-દલીલો કરવાની છૂટ હતી. તેમના અપરંપરાગત અને પડકારરૂપ અભિગમને કારણે અનેક વિદ્યાર્થીઓ તેમના ક્લાસમાં હાજરી આપતા હતા. તેમણે ઈ. સ. ૧૯૫૬થી ૧૯૭૦ સુધી અધ્યાપન કાર્ય કર્યું. ધીમેધીમે અધ્યાપન કાર્ય છોડીને તેમણે જાહેર પ્રવચનો આપવા માટે ભારતમાં પરિભ્રમણ શરૂ કર્યું. તેમના પ્રવાસો અને જાહેર પ્રવચનો દરમિયાન વાર્તાલાપને અંતે ધ્યાન કરાવવાનું શરૂ કર્યું. આ રીતે બોધ દ્વારા પ્રથમ જે ધ્યાનકેન્દ્રો શરૂ થયાં તેને ‘જીવન જાગૃતિ કેન્દ્ર’ એવું નામ આપવામાં આવ્યું. તેમની આ પ્રવૃત્તિને જીવન જાગૃતિ આંદોલન' નામ આપવામાં આવ્યું. ઈ. સ. ૧૯૬૨થી ૧૯૭૪ દરમિયાન ગ્રામ્યસ્થળોએ દસ દિવસની ધ્યાન શિબિરો ચાલુ થઈ. ઓશોનું માનવું હતું કે જે લોકોને ખરેખર જાણવું હશે તે લોકો ધ્યાન-શિબિરોમાં ૨સ લેશે. જૂન ૧૯૬૪ની રાણકપુરની ધ્યાન શિબિર ઓશોના કામ માટે એક સીમાચિહ્ન રૂપ સાબિત થઈ. આ વખતે ધ્યાન સાથેના તેમના પ્રવચનો પહેલીવાર ટેપ-રેકર્ડ થયા, સાધના-પથ' નામની પુસ્તિકા રૂપે પ્રકાશિત થયાં અને ભારતભરમાં તેને બહુ પ્રસિદ્ધિ મળી. ધ્યાનમાં શરીરથી બહાર જવાનો પણ અનુભવ તેમણે કરેલો છે. જીવન જાગૃતિ કેન્દ્ર તરફ્થી ‘જ્યોતિશિખા' નામનું એક ત્રિ-માસિક શરૂ કરવામાં આવ્યું. હવે ઓશોના પ્રવચનો ઓડિયો-કેસેટોમાં રેકોર્ડ થવા માંડ્યા અને તેના ઉપરથી સત્તાવાર રીતે આ કેન્દ્ર દ્વારા પુસ્તકો પણ થવા માંડ્યા. આ સમય દરમિયાન તેઓ આચાર્ય રજનીશ' તરીકે ઓળખાવા લાગ્યા. ઓશો ક્યારેક બહુ વિવાદાસ્પદ પ્રવચનો આપતા, જેને લીધે તેમનો વિરોધ પણ થયો. તેમને સેક્સગુરુનું લેબલ પણ લાગ્યું. સંભોગથી સમાધિ તરફ આ વિવાદાસ્પદ શ્રેણી ઉપર પ્રસ્તુત થયેલ પુસ્તકનું સર્વાધિક વેચાણ થયું. ઈ. સ. ૧૯૭૦માં ઓશો મુંબઈ રહેવા આવ્યા. મુંબઈમાં તેમણે આશરે પચાસ સાધકો સમક્ષ સાંજના વાર્તાલાપો શરૂ કર્યાં. આ વાર્તાલાપને અંતે તેઓ કેટલીક વાર નૃત્ય, ગાન અથવા ધ્યાન કરાવતા. જે કાર્યક્રમો અગાઉથી નક્કી થઈ ગયા તે પૂરા કરવા તેમણે યાત્રાઓ કરી અને ડિસેમ્બર સુધીમાં પૂરા કર્યાં. આચાર્ય રજનીશ ઓશો + ૩૮૯ -
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy