SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ પણ થઈ ગયું. આ હતી પૂજ્યશ્રીની કુનેહ, વિ.સં. ૧૯૬૩માં ૧૯ જીર્ણ દેરાસરના મૂળનાયકજી તથા અન્ય પ્રતિમાજીઓને એક જ જીરાવાલા પાડાના દહેરાસરમાં લાવી ૧૯ ગભારાવાળાં મોટા દહેરાસરનો જીર્ણોદ્ધાર કરાવી ત્યાં પ્રતિષ્ઠા કરી. જીવદયાના જ્યોતિર્ધરઃ જૈન શાસનમાં સાતેસાત ક્ષેત્રો અને આઠમું અનુકંપા તેઓશ્રીના ઉપદેશ, પ્રેરણા અને માર્ગદર્શનથી પ્રાણવંતા બન્યાં હતાં. જીવદયા પૂજ્યશ્રીના જીવનમાં વણાયેલી હતી. જૈન સમાજને જીવદયાનો બોધ આપી અનેક પાંજરાપોળો ખોલાવી. દરિયાકાંઠે માછીમારોને જીવદયાનો બોધ આપીને કાયમ માટે અહિંસક બનાવ્યા. કેટલાક ગામોમાં દેવીના નામે પાડા, બકરા વગેરે પશુઓનો વધ નવરાત્રિ વગેરે દિવસોમાં ઉપદેશ આપીને બંધ કરાવ્યો. ધ્રાંગધ્રા સ્ટેટના મહારાજાએ પૂજ્યશ્રીની પ્રેરણાથી કાયમ માટે બાર દિવસ અમારિ પાળવાનું ફરમાન કરેલું. ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના અનેક સ્તર અને સ્થળના લોકોમાં વિચરીને એમણે અહિંસાના ઉપદેશો આપ્યા છે. તપાગચ્છ નભોમણિઃ વિ.સં. ૧૯૬૪માં ભાવનગરમાં અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કૉન્ફરન્સના છઠ્ઠા અધિવેશનમાં પૂજ્યશ્રીએ જૈન સંઘના મહાન તીર્થોની સુરક્ષા માટે બધાને જાગૃત કર્યા હતા. તે વખતે પંન્યાસ ગંભીરવિજયજી તથા શ્રી મણિવિજયજી મ. સાહેબે વિચારણા કરી કે તપાગચ્છમાં કોઈ આચાર્ય છે નહીં. વિધિપૂર્વક યોગોદ્ધહન કરી શકે અને શાસનની જવાબદારી સંભાળી શકે એવી સમર્થ વ્યક્તિ તરીકે તેઓને પંન્યાસ નેમિવિજયજીમાં પૂરી યોગ્યતા જણાઈ. તેથી જ તેઓએ પૂજ્યશ્રીને સૂરિમંત્રના પંચ પ્રસ્થાનની ઓળીની આરાધના શરૂ કરાવી. અભૂતપૂર્વ મહોત્સવપૂર્વક વિ.સં. ૧૯૬૪ના જેઠ સુદ પના દિવસે તેમને પૂ. ગંભીરવિજયજીના વરદ હસ્તે ‘આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. તે દિને શ્રી વિજયનેમિસૂરીશ્વર મહારાજ સાહેબના નામે ભારતભરમાં વિદ્યમાન સંવેગી તપાગચ્છીય મુનિરાજોમાં વિધિ સહિત યોગો દ્વહન કરવાપૂર્વક આચાર્યપદ પ્રાપ્ત કરનાર સર્વ પ્રથમ આચાર્ય થયા. સુધર્માસ્વામીથી ૪૫મી પાટે પૂ. જગતચંદ્રસૂરિ મ.સા. જેઓશ્રીને “તપાના બિરુદથી તપાગચ્છની શરૂઆત થઈ. ત્યાર પછી ૫૮મી પાટે પૂ. જગતગુરુ હીરસૂરિ મ.સા. થયા. ૧૯મી પાટે શ્રી વિજયસેનસૂરિ મ.સા. ૬૦મી પાટે શ્રી દેવસૂરિજી (દેવસૂર સંઘ સ્થાપક) અને ૬૧મી પાટે શ્રી વિજયસિંહસૂરિ મ.સા. પછી ૨૫૦ વર્ષ બાદ પ્રથમ આચાર્ય પદ પ્રાપ્ત કરનાર તરીકે પૂ. “શ્રી વિજયનેમિસૂરિ (૭૪મી પાટે) થયા. દુષ્કાળ જેવી વિપત્તિ વેળાએ અછતગ્રસ્ત વિસ્તારોમાં ફરીને દુષ્કાળગ્રસ્ત લોકો માટે સહાય અને રાહત કાર્યોનો પ્રબંધ પૂજ્યશ્રીએ કરાવ્યો. તદુપરાંત સામાજિક જીવનક્ષેત્રે વિશેષતઃ સંઘોમાં) ઉદ્દભવતા કેટલાક પ્રસંગોમાં લોકોની વચ્ચે દીવાલ બની બેઠેલા મતભેદ અને મનભેદ પણ મિટાવ્યા છે. આ સર્વે શાસનસમ્રાટ પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર મ.સા. * ૩૭૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy