SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયધર્મસૂરિ (કાશીવાળા) એ બે મહાત્માઓ (બંને મહુવાનાં) જો સાધુપણામાં ન હોત તો કોઈ મોટા રાજ્યના દીવાન હોત. સમગ્ર રાજ્યતંત્ર ચલાવી શકે એવી બુદ્ધિ, વ્યવહાર-દક્ષતા, માણસની પરખ અને દીર્ઘદ્રષ્ટિ એમની પાસે છે. - સ્થંભન પાર્શ્વનાથ ભગવાનની નીલરત્નની સાત ઈંચની ઐતિહાસિક પ્રતિમા વિ.સં. ૧૯૫રમાં ચોરાઈ ગઈ હતી અને પાછી મળી આવી હતી. જે પરોણા તરીકે રાખવામાં આવી હતી તેની પ્રતિષ્ઠા અને સ્થંભન પાર્શ્વનાથની પુનઃ પ્રતિષ્ઠા પણ મહારાજશ્રીના હસ્તે વિ.સં. ૧૯૫૬માં ધામધૂમથી કરવામાં આવી હતી. પંન્યાસ ગંભીરવિજયજીએ પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સા.ની આજ્ઞાને કારણે પૂજ્યશ્રીને વિ.સં. ૧૯૫૭માં ‘ઉત્તરાધ્યયનસૂત્ર' અને વિ.સં. ૧૯૫૮માં બીજા કેટલાક આગમોના યોગોહન કરાવ્યા. વિ.સં. ૧૯૫૯ના ભાવનગર ચાતુર્માસમાં નેમિવિજયજીને પંચમાંગ શ્રી ભગવતી સૂત્રના યોગોદ્રહનમાં પ્રવેશ કરાવ્યો. સાત મહિનાની દીર્ઘ તપશ્ચર્યા હતી, જે તેમણે પૂરી કરી. તેથી જ વિ.સં. ૧૯૬૦ના શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ આદિ ૫૦૦ આચાર્યના પુનિત પગલાથી ધન્ય થયેલી વલ્લભીપુરની ધરતી ઉપર કારતક વદ ૭ના દિવસે પૂજ્યશ્રીને ગંભીરવિજયજીના હસ્તે શ્રી. ભગવતીસૂત્રની અનુજ્ઞારૂપ ગણિપદ અર્પણ કરવામાં આવ્યું. પછી તરત જ માગસર સુદ-૩ના દિવસે તેમને પંન્યાસ પદથી અલંકૃત કરવામાં આવ્યા. તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની આશાતનાનું નિવારણઃ ઠાકોરની ધૃષ્ટતા સામે વિજય વિ.સં. ૧૯૬૧માં પાલિતાણામાં વાતાવરણ વિલુબ્ધ હતું. ત્યાંના ઠાકોર શ્રી માનસિંહજી યાત્રાના બહાને ઉપર ચઢતા અને પગમાં બૂટ પહેરીને, બીડી પીતાં પીતાં દેસારસમાં ઘદાના દરબારમાં જતા જેથી જૈનોની લાગણી દુભાય. બધા તેમને રોકતા પણ પ્રયત્નો નિષ્ફળ. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓએ પૂજ્યશ્રીની સલાહ લઈ રાજકોટની એ. જી. જી.ની કૉર્ટમાં કેસ દાખલ કર્યો. આથી ઠાકોર ક્રોધે ભરાયા. તેમણે મુસલમાનોને બોલાવી અને ઉપર ઈંગારશા પીરના સ્થાનકની બાજુમાં સન્માન આપીને બોલ્યા હું ત્યાં મુસલમાનો પાસે બકરાનો ભોગ ચઢાવરાવીશ અને દાદા આદીશ્વર ઉપર તેનું લોહી છાંટીશ” બધા ખળભળી ઊઠ્યા. સભાઓ થઈ. પણ પૂજ્યશ્રીએ ઉગ્ર પ્રતિક્રિયાઓ ઠારી અને કુનેહથી કામ લેવાનું સૂચન કર્યું. તેઓએ ભાઈચંદભાઈ નામના બાહોશ શ્રાવકને બોલાવી આખી યોજના સમજાવી ભાઈચંદભાઈએ આજુબાજુનાં ગામમાં વસતા આયર ભાઈઓને ભેગા કરીને સમજાવ્યા કે ઠાકોર ભોગ આપવા માંગે છે. તમે નહીં ચેતો તો તમારાં બકરાં સાફ થઈ જશે. તેમને વાત ગળે ઉતારતા ભાઈચંદભાઈના કહેવા પ્રમાણે એક રાત્રે બધા આયરભાઈઓ ભેગા થઈ ઉપર ગયા અને ઓરડી બાંધવાનો ઈંટ ચૂનો વગેરે બધો સામાન ખીણોમાં ફેંકી દીધો. આ બાજુ રાજકોટની કોર્ટમાં પેઢી કેસ જીતી ગઈ. કોર્ટ તરફથી ઠાકોરને આશાતના બંધ કરવાનો હુકમ મળ્યો, તેથી તેનો ગર્વ ઊતરી ગયો અને આશાતનાનું નિવારણ ૩૭૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy