SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રીની જનાભિમુખ પ્રતિભાનું પરિણામ કહી શકાય. ગ્રંથ-પ્રકાશનઃ અધ્યયન કરવા માટે ગ્રંથો એ પરમ સાધન છે. તેથી તેનું મુદ્રણ અનિવાર્ય ગણાય. પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રી સિદ્ધહેમચન્દ્ર શબ્દાનુશાસન - બૃહદ્કૃતિ’, ‘ઉપદેશપદ’, ‘સ્યાદ્વાદ રત્નાકર’, ‘તત્ત્વાર્થવૃત્તિ’ વગેરે વિશિષ્ટ ગ્રંથો ટકાઉ સારા પાર્રમેન્ટ કાગળો ૫૨ મુદ્રિત કરીને પ્રગટ કરાવ્યા. પછીથી પૂજ્યપાદશ્રીજીની સંપૂર્ણ દોરવણી અનુસાર શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભાએ પૂ. હરિભદ્રસૂરિજી, પૂ. ઉપાધ્યાયજી, પૂ. હેમચંદ્રાચાર્યજી તથા અન્યાન્ય અનેક શાસન પ્રભાવક આચાર્યોના ગ્રંથોનું પ્રકાશન કર્યું, જેની સંખ્યા લગભગ ૧૦૦ જેટલી થાય છે. અમદાવાદના જ્ઞાનભંડારમાંથી એક કોથળામાં જીર્ણશીર્ણ પાનાઓ પૂજ્યશ્રીને પ્રાપ્ત થયા. વિશેષ કાળજીપૂર્વક એક એક પાનાનું નિરીક્ષણ કર્યું અને તેમાંથી પૂ. ઉપાધ્યાયજીનો એક અપ્રાપ્ય અને દુર્લભ ગણાતો ગ્રંથ ‘શ્રી મહાવીર સ્તવ ન્યાયખંડનખંડખાઘ' સંપૂર્ણ પ્રાપ્ત થયો. પૂજ્યશ્રી દ્વારા આ ગ્રંથની પ્રતિઓ તૈયાર કરવામાં આવી અને તે ઉપભોગ્ય બને તે માટે ટીકા પણ રચવામાં આવી. અષ્ટસહસ્રી' નામનો વિરલ ગ્રંથ પૂજ્યશ્રીને હીરાલાલ કાપડિયા દ્વારા ડેક્કન કૉલેજ (પૂના)માંથી પ્રાપ્ત થયો. એ એક હસ્તપ્રત સિવાય આ ગ્રંથની હસ્તપ્રત ક્યાંય ઉપલબ્ધ નહોતી. તેથી પૂજ્યશ્રીએ આ ગ્રંથની પ્રતિલિપિ કરાવીને મુદ્રણ કરાવી તેનું પ્રકાશન કર્યું. આ ગ્રંથની ઈતર ગ્રંથો કરતાં વિશેષતા એ છે કે તેની મૂલ કારિકાઓના કર્તા શ્રી સમન્તભદ્રાચાર્ય, તેના ૫૨ વાર્તિક શ્રી અકલંક દેવનું છે. તેના પર આઠ હજાર શ્લોક પ્રમાણ અષ્ટસહસી વૃત્તિ શ્રી વિદ્યાનંદની છે. વાર્તિક અને વૃત્તિકાર બંને દિગંબરના પ્રકાંડ વિદ્વાન. આ અષ્ટસહસ્રીવૃત્તિ ઉપર આઠ હજાર શ્લોક પ્રમાણ અષ્ટસહસ્ત્રી ટીકા પૂજ્યપાદ ઉપાધ્યાયજી મ.સા.ની છે. આમ શ્વેતાંબર દર્શનના અદ્ભુત વિદ્વાનને હાથે દિગંબર ગ્રંથ ૫ર લખાયેલી આ વિરલ કૃતિ છે. આ પ્રમાણે અનેક પ્રગટ-અપ્રગટ કૃતિઓનું પ્રકાશન પૂજ્યશ્રીની અમોઘ પ્રેરણાથી થયું છે. પૂજ્યશ્રીએ ‘તત્ત્વવિવેચક’ નામનું માસિક શરૂ કરાવેલું. વળી ‘તત્ત્વવિવેચક’ સભા સ્થાપી હતી. જૈન એડવોકેટ” નામનું અંગ્રેજી છાપું પૂજ્યશ્રીની પ્રેરણાથી છપાતું. જૈન ગ્રંથ પ્રકાશક સભા' પણ રાખેલી કે જે પુસ્તકો મુદ્રિત થાય તેની આખી ગ્રંથાવલિ પ્રગટ કરે. પ્રતિમા, પંડિત અને પુસ્તકને પાછાં કાઢવા નહીં આ પૂજ્યશ્રીનો મુદ્રાલેખ હતો. નવગ્રંથ નિર્માણઃ પૂજ્યશ્રીએ અનેક વિશિષ્ટ ગ્રંથોની રચના કરી છે. શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસનના સૂત્રો ઉપર લઘુ / પરમલઘુ અને બૃહદ્ એમ ત્રિવિધ વૃત્તિની રચના કરીને તેનું નામ ‘હેમપ્રભા’ રાખ્યું. ‘ન્યાયસિંધુ’ નામનો શ્લોકબદ્ધ જૈન ન્યાયને સમજાવતો ગ્રંથ રચ્યો અને એકાંતતત્ત્વમીમાંસા’, ‘પ્રતિમામાર્તણ્ડ', ન્યાયલોકની ‘તત્ત્વપ્રભા’ વૃત્તિ. ન્યાયખંડન ખાદ્યની ‘ન્યાયપ્રભા’ વૃત્તિ તથા અન્યાન્ય અનેક વિશિષ્ટ ગ્રંથોની રચના કરી સાહિત્યોપાસનાને ઉજ્વળ કરી છે. પરિહાર્ય મીમાંસા' એ પૂજ્યશ્રીની પરમ સંયુક્ત કૃતિ છે. ૩૮૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy