SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યું. ત્યારે તેઓના આનંદ સાથે ભક્તિમાં પણ અપૂર્વ વધારો થયો. પૂજ્યશ્રીમાં સ્વદર્શનના તે તે સૂક્ષ્મ ભાવોને પરદર્શનના પ્રતિષ્ઠિત ગ્રંથોથી પુષ્ટ કરવાની અનોખી આવડત હતી. તેથી ઈતરો પણ વ્યાખ્યાનમાં આવતા અને પામી જતા હતા. આ સર્વ શ્રુતોપાસાનાનું પરમ ફ્ળ છે. વિ.સં. ૧૯૫૨ વઢવાણના ચાતુર્માસમાં પૂજ્યશ્રી મહાન દાક્ષિણત્ય પંડિત દિનક૨ાવ શાસ્ત્રી પાસે ‘પરિભાષેન્દુ શેખર' (પાણિનિના વ્યાકરણ પરનો ગ્રંથ) ભણતા હતા. ડૉ. રાનડે એ વખતે વઢવાણ કેમ્પમાં હતા. શાસ્ત્રીજીથી એમને ખબર પડી, પૂજ્યશ્રી ‘પરિભાષેન્દુ શેખર' ભણે છે, જાણીને દંગ થઈ ગયા. ડૉ. રાનડેએ આવીને પૂજ્યશ્રી સાથે શાસ્ત્રાર્થ કર્યો ત્યારે તેઓ ખુશખુશાલ થઈ ગયા. છેક ૫૪ સુધી આ તંતુ ચાલ્યો.સાગરજી મ.સા. (સાગરાનંદસૂરિજી) જેવા ધુરંધરે પણ આરંભનાં વર્ષોમાં પૂજ્યશ્રી પાસે ભાષા, વ્યાકરણ વગેરેનો શાસ્ત્રાભ્યાસ કરેલો. સ્થંભન તીર્થ ખંભાતમાં બંને પૂજ્યશ્રીઓએ વિ.સં. ૧૯૫૪માં સાથે ચાતુર્માસ કર્યું અને પૂજ્યશ્રીએ ત્યાં એમને ખૂબ અધ્યયન કરાવ્યું. તેથી જ સાગરજી મ.સા. શાસન સમ્રાટને ‘વિદ્યાગુરુ' માનતા હતા. વિ.સં. ૧૯૫૪માં ખંભાતમાં પૂજ્યશ્રીના ઉપદેશથી ‘શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના થઈ. જેમાં ધાર્મિક અભ્યાસ સાથે સંસ્કૃત બુક, વ્યાકરણ કોશ વગેરેનો અભ્યાસ ઉત્તર ભારતથી આવેલા પંડિતો કરાવતા. જંગમ પાઠશાળા’: પૂ. નેમિવિજ્યજી એક વિશિષ્ટ પ્રકારની પાઠશાળા સ્થાપી. એને ‘જંગમ' પાઠશાળા નામ આપ્યું. જંગમ પાઠશાળા એટલે મહારાજ સાહેબ જ્યાં ચોમાસું બિરાજમાન રહે ત્યાં તો ભણવાનું જ, પણ વિહાર કરે એટલે વિદ્યાર્થીઓએ વિહારમાં જોડે ને જોડે રહેવાનું અને જ્યાં પહોંચે ત્યાં અડધા-પોણા કલાકમાં પૂરી પાઠશાળા સ્થપાઈ જાય અને અધ્યયન ચાલુ થઈ જાય. જમવા વગેરે બધી વ્યવસ્થા પણ થઈ જાય. આજના યુગની ભાષામાં જંગમ પાઠશાળાને ‘MOBILE' પાઠશાળા કહેવાય. એને ચલાવવા ત્રણ શાસ્ત્રીઓ રાખેલા. વિદ્યાર્થીઓને ભણાવવાનું અને સાથેસાથે તેમની અભ્યાસની પ્રગતિ ઉપર સુપરવાઈઝરનું કામ કરતા. આ જંગમ પાઠશાળામાંથી રમણલાલ દલસુખભાઈ, ઊજમશી છોટાલાલ (ઉદયસૂરીશ્વરજી), વાડીલાલ કાપડિયા વગેરે અનેક તૈયાર થયેલા. તે સમયે જર્મનીના પ્રોફેસર ડૉ. હર્મન જેકોબીએ આચારાંગ સૂત્રનું અંગ્રેજી ભાષાંતર પ્રગટ કર્યું. અને તેમાં તેણે જૈનોના શાસ્ત્રમાં માંસાહાર કરવાનું વિધાન છે.' એવું સ્પષ્ટ લખ્યું. પૂજ્યશ્રીએ તથા પૂ. મુનિશ્રી આનંદસાગરજીએ સાથે મળીને તેના પ્રતિકારરૂપે શાસ્ત્રીય પુરાવા અને યુક્તિથી ભરપૂર પાિર્ય-મીમાંસા’ નામનું પુસ્તક બહાર પાડી તેનો વિરોધ કર્યો. જ્યારે ડૉ. હર્મન જેકોબી ભારત આવ્યા ત્યારે તેમને પૂજ્યશ્રીએ રૂબરૂમાં આ વાત સમજાવી અને લેખીતમાં ડૉ. હર્મન જેકોબીએ પોતાના કથનની માફી માંગી. ડૉ. હર્મન જેકોબીએ કહ્યું – વિજ્યનેમિસૂરિ અને શાસનસમ્રાટ પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર મ.સા. + ૩૭૭
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy