SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ વિ.સં. ૧૯૨નું ચોમાસું મોરબીમાં થયું હતું. વિ.સં. ૧૯૨૧માં જામનગરમાં ઉજમણું થવાનું હતું. મહારાજ સાહેબને ફરીથી જામનગર જવું પડ્યું. વિ.સં. ૧૯૨૧, ૧૯૨૨, ૧૯૨૩ એમ ત્રણ ચોમાસા પાછા જામનગર ખાતે કર્યા. ત્યાર બાદ મહારાજ સાહેબ સિદ્ધગિરિજીની વિધિવત્ યાત્રા કરી અને પોતાના સાથી મુનિ અગરચંદ્રજીને મળવા ખંભાત પણ ગયા. ખંભાતથી અમદાવાદ આવ્યા. અમદાવાદના અગ્રણી શ્રાવકોના આગ્રહથી વિ.સં. ૧૯૨૪માં ચાતુર્માસ કર્યું. અમદાવાદનું ચાતુર્માસ પૂર્ણ કરી પાલિતાણા થઈ તેઓશ્રી જામનગર પધાર્યા. ત્યાં તપગચ્છમાં બે બહેનોને દીક્ષા આપી. તેમનાં નામ તિલકશ્રીજી તથા ધીરશ્રીજી રાખવામાં આવ્યાં. તે પછી હાલારમાં ધર્મ પ્રભાવના માટે વિચર્યા, પણ વિ.સં. ૧૯૨૫ અને ૧૯૨૬ એમ બે ચાતુર્માસ જામનગરમાં જ કર્યા. કચ્છ તરફ પ્રયાણ કચ્છ માંડવીના સંઘનો લંબાણભર્યો વિનંતી પત્ર મહારાજશ્રીને મળ્યો. કચ્છની જૈન જનતા વતી માંડવીના સંઘનું કચ્છના એક ધર્મવીર પુરુષને કચ્છ પધારવા માટે આમંત્રણ હતું. સંઘે અતિ ભાવભર્યા હૈયે લખ્યું હતું કે કચ્છમાં રથ હાંકનાર કોઈ નથી. આપ કચ્છ પધારો, અમારા સારથિ બનો. અમારા અજ્ઞાનના અંધકારને દૂર કરો. આ વિનંતીપત્ર માંડવીના અગ્રણી શ્રાવકો લઈ આવેલા, મહારાજ સાહેબે કચ્છ સંઘની વિનંતીનો સ્વીકાર કર્યો. દીક્ષાના ૧૯ વર્ષ બાદ સર્વ પ્રથમવાર મહારાજશ્રી પોતાની જન્મભૂમિમાં આવી રહ્યા હતા. તેમના ચારિત્રની સુવાસ સમસ્ત કચ્છમાં પ્રસરી ચૂકી હતી. શુદ્ધ સંયમધારી સાધુ તરીકે કચ્છ અને કાઠિયાવાડના જૈન સમાજના હૈયામાં તેમણે સ્થાન મેળવી લીધું હતું. કચ્છની જનતાએ મહારાજશ્રીને ઉમળકાથી વધાવ્યા. ભચાઉ, અંજાર થઈને ભુજ પધાર્યા. ભુજના પ્રવેશ વખતે સામૈયામાં કચ્છના રાજા દેશળજીએ પોતાના કારભારી અધિકારીઓને મોકલી રાજ તરફથી સન્માન આપ્યું. ભુજમાં થોડાક દિવસ રોકાઈ વ્યાખ્યાનનો લાભ આપી ગામડાઓમાં વિચરતા વિચરતા ચૈત્ર મહિનામાં મહારાજશ્રી માંડવી પધાર્યા. માંડવીમાં ભવ્ય સ્વાગત સાથે પ્રવેશ કર્યો. મહારાજશ્રીની પ્રેરણા આપે તેવી સરળ વાણીનું શ્રવણ કરી માંડવી સંઘે તૃપ્તિ મેળવી. મહારાજસાહેબની જન્મભૂમિ કોડાયનો સંઘ દર્શનાર્થે માંડવી આવ્યો. ગુરુ મહારાજે તે સમયે સુંદર બોધ આપ્યો. કોડાયના સંઘે ચાતુર્માસ માટે વિનંતી કરી. પણ માંડવી સંઘનું આમંત્રણ હોતાં વિ.સં. ૧૯૨૭નું ચોમાસું માંડવીમાં જ કર્યું. શ્રી કુશલચંદ્રજી મહારાજ સાહેબે વિ.સં. ૧૯૨૮નું ચાતુર્માસ ભુજમાં કર્યું. “આચારાંગ સૂત્ર” તથા “સમરાદિત્ય કેવલી ચરિત્રનું વાંચન ચાતુર્માસમાં મહારાજશ્રીએ કર્યું. વિ.સં. ૧૯૨૯નું ચાતુર્માસ જામનગર થયું. ત્યાં કચ્છ બાંડિયાના દશા ઓશવાલ જ્ઞાતિના દામજીભાઈનો દીક્ષા મહોત્સવ થયો. નવ દીક્ષિતનું ૩૪૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy