SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ નામ દેવચંદ્રજી પાડ્યું. ત્યાં મોરબી સંઘે આમંત્રણ – વિનંતી કરી. પણ મોરબી સંઘમાં કડવાશની ગંધ મહારાજ સાહેબને આવી જવાથી સ્પષ્ટ કહ્યું : “પ્રથમ કુસંપ નીકળે તો હું ચોમાસું કરી શકું. મહારાજશ્રીના વચનની સંઘ ઉપર અસર થઈ. કડવાશ દૂર થઈ. સમાધાન થયું. વિ.સં. ૧૯૩૦નું ચોમાસું મોરબીમાં થયું. અહીં કચ્છથી કચ્છ-મુંદ્રા સંઘ વતી શા કસ્તુર પારેખે કચ્છ મુંદ્રામાં ચાતુર્માસની વિનંતી કરી. ચોમાસું ઊતરતાં ગુરુ મહારાજે મુંદ્રા તરફ પ્રયાણ કર્યું. ભચાઉ, અંજાર, ભુજ થઈને તેઓશ્રી મુંદ્રા પધાર્યા, ત્યારે મુંદ્રા સંઘ ૫ કિ.મી. દૂર સામૈયું લઈ આવ્યા. ભારે આનંદ વરતાયો. વિ.સં. ૧૯૩૧નું ચોમાસું મુંદ્રા કચ્છમાં ખૂબ ઉલ્લાસથી પૂરું થયું. ચાતુર્માસ બાદ કુશલચંદ્રજી મહારાજ સાહેબે માંડવી થઈ અબડાસા પ્રદેશ તરફ વિહાર કર્યો. નલિયામાં માસિકલ્પ કર્યો. ત્યાંથી ભુજ તરફ વિહાર કરતાં રસ્તામાં વન્યપ્રાણીઓનો શિકાર દરબારી અમલદારોને મળીને અટકાવ્યો. ભુજ થઈ વાગડ પધાર્યા. વાગડમાં વિચરી, કચ્છનું મોટું રણ ઓળંગી તેઓશ્રીએ કાઠિયાવાડમાં પ્રવેશ કર્યો. જોડિયા બંદર, મોરબી, જામનગર થઈને રાજકોટ પધાર્યા. રાજકોટમાં મહારાજશ્રીની નિશ્રામાં ‘વર્ષીતપ-પારણા ઉત્સવ થયો. ફરી પાછી જામનગર સંઘની ચાતુર્માસની વિનંતી સ્વીકારી વિ.સં. ૧૯૩૨નું ચાતુર્માસ જામનગર કર્યું. એ ચોમાસામાં આચારાંગસૂત્ર અને મુનિપતિચરિત્રનું વ્યાખ્યાનમાં વાંચન કર્યું. પર્યુષણ બાદ માંડલનો સંઘ દર્શનાર્થે આવેલ. માંડલ સંઘમાં યતિશ્રી લક્ષ્મીચંદજી પણ સાથે હતા. ચોમાસું પૂર્ણ થતાં વિહાર શરૂ કર્યો. ધુંવાવ ગામે સેંકડો માણસોનો સંઘ. બે દિવસ સાધર્મિક વાત્સલ્યમાં જમણ થયાં. ત્યાંથી રાજકોટ થઈને શ્રી ગિરનાર તીર્થની યાત્રા કરી, પ્રભાસપાટણ, વેરાવળ વગેરે ગામોમાં વિચરતા પાલિતાણા પધાર્યા. અહીં શ્રી આદીશ્વર દાદાના દર્શન કરી ખંભાત ગયા. ખંભાતમાં શ્રી કપૂરચંદજીને ત્યાં ચાતુર્માસ માટે રોકીને પોતે અમદાવાદ થઈને માંડલ પધાર્યા. માંડલમાં ચાતુર્માસ પ્રવેશ વખતે આખું ગામ શણગારવામાં આવેલું. આખા ગામમાં પાખી પાળવામાં આવી હતી. વિ.સં. ૧૯૩૩નું ચાતુર્માસ માંડલમાં ખૂબ ઉલ્લાસ અને આરાધનામય વીત્યું. અહીં શ્રી સૂયગડાંગ સૂત્ર તથા મલયસુંદરી ચરિત્ર વાંચીને શ્રાવકોને આનંદિત કર્યા. આ વખતે વ્યાખ્યાનમાં તપાગચ્છના મુનિઓ પણ આવતા હતા. માંડલનું ચોમાસું પૂર્ણ થતાં અમદાવાદ બાજુ વિહાર કર્યો. અમદાવાદમાં તપાગચ્છના ધુરંધર સંવેગી મુનિરાજ શ્રી મૂળચંદજી મહારાજ તથા શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ વિરાજમાન હતા. એમણે પોતાના મુનિઓને સામા મોકલ્યા અને શ્રી કુશલચંદ્રજી મહારાજને સીધા ઊજમફઈની ધર્મશાળામાં તેડાવ્યા. ત્યાં પોતાની સાથે જ મહારાજશ્રીનો મુકામ રખાવ્યો. સમાન આચરણ અને સમાન રસ ધરાવતી વ્યક્તિઓ વચ્ચે મૈત્રી સહેજે રચાય છે. સંવેગી – વાચનાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સા. + ૩૪૫
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy