SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન ખેંચે છે. સ્વગુણ તે જ્ઞાન-દર્શન-ચારિત્રની સમગ્રતા, તે સ્વગુણ જાણવા અને પરગુણ તે કર્મ તથા બાઝ (બાહ્ય) અત્યંતર પરિઘરો પરિગ્રહ) તથા પુદ્ગલીક વસતુ સરવે પરગુણ જાણવા. ઉપરોક્ત વાક્યોમાં જૈન-દર્શનની – અધ્યાત્મની પાયાની વાત છે. આત્મદ્રવ્ય અને અનાત્મદ્રવ્યના ભેદને જાણવો. આવી ગહન તાત્ત્વિક વાત શ્રી કુશલચંદ્રજીએ બરાબર આત્મસાત્ કરીને પોતાની સરળ વાણીમાં મૂકી છે. ધર્મ પ્રભાવના શ્રી કુશલચંદ્રજી મહારાજના વિચારો અને જીવન બંનેનો પ્રભાવ યતિસંસ્થા પર પડ્યો હતો. મહારાજશ્રીના સંવેગી ચારિત્રની છાયા કચ્છના યતિવર્ગ ઉપર પડી. તેમના સમાગમ અને સહવાસથી અચલગચ્છીય યતિ શ્રી ગૌતમસાગરજીએ પણ ક્રિયોદ્ધારનો માર્ગ અપનાવ્યો. દિયોદ્ધારની વિધિ તેમણે મારવાડમાં શ્રી ભ્રાતૃચંદ્રજીના હસ્તે કરી, પરંતુ સંવેગમાર્ગની પ્રેરણા અને સમજ તેમને શ્રી કુશલચંદ્રજી મહારાજ પાસેથી મળેલ. ચાતુર્માસ વિ.સં. ૧૯૦૭માં પ્રથમ ચોમાસું શ્રી કુશલચંદ્રજી મહારાજ સાહેબનું પાલિતાણા થયું. એટલું જ નહિ તે પછીના ૬ ચાતુર્માસ લાગલગાટ પાલિતાણામાં કરનાર શ્રાવકોનાં દિલ જીતી લેનાર શ્રી કુશલચંદ્રજી મહારાજ વિરલ ત્યાગી મુનિ હતા. વિ.સં. ૧૯૧૩નું પાલિતાણાનું ૭મું ચોમાસું પૂર્ણ થતાં જામનગરના શેઠ ડાહ્યાભાઈ, સંઘરાજભાઈ, ચાંપશીભાઈ, કાલિદાસભાઈ વગેરે શ્રાવકોના આગ્રહથી જામનગરમાં વિ.સં. ૧૯૧૪માં ચોમાસું કર્યું. જામનગરના સંઘની મહારાજસાહેબ ઉપર અપાર ભક્તિ હતી. તેઓની નિશ્રામાં અવારનવાર ઉત્સવો, ઉજમણાં, તપશ્ચર્યા વગેરે ધર્માનુષ્ઠાનો થયા જ કરતા. મહારાજશ્રીના સદુપદેશથી ત્યાં ઘણા સુધારા થયા. તે પછી બીજા બે ચોમાસા પણ જામનગરમાં થયા. વિ.સં. ૧૯૧૭નું ચાતુર્માસ મોરબી સંઘના આમંત્રણથી મોરબીમાં થયું. મહારાજશ્રીના સરળ ઉપદેશથી લોકોને સારી ધર્મ પ્રેરણા મળી. ફરી પાછા જામનગરના સંઘના આમંત્રણથી વિ.સં. ૧૯૧૮, ૧૯૧૯ એમ બે ચોમાસાં જામનગર થયા. વિ.સં. ૧૯૨૦માં કચ્છ જવાની ભાવનાથી વિહાર કર્યો. વચ્ચે મોરબીમાં મહોત્સવ હતો. મોરબી સંઘની વિનંતી ચોમાસા માટે થઈ. ત્યારે મહારાજશ્રીએ સ્પષ્ટ કહ્યું : “ખોટા રિવાજોને દેશવટો આપો તો ચાતુર્માસ કરું.” મહારાજશ્રીનો આદેશ સ્વીકારી ખોટા રિવાજોને દૂર કરવા ઠરાવ કર્યો. તે વખતે કેટલાય દંપતીઓએ ચોથું વ્રત (આજીવન બ્રહ્મચર્ય પાળવાનું વ્રત) લીધું. મહારાજશ્રીનું સંવેગી – વાચનાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સા. * ૩૪૩
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy