SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ હસ્તપ્રતના આધારે અનનોન લાઈફ ઓફ જિસસ ક્રાઈસ્ટ' નામનું પુસ્તક લખ્યું. ૧૮૯૪માં શિકાગોના ૬૫૫૮, સ્ટેવટે બુલવર્ડમાંથી વીરચંદ ગાંધી આ ફ્રેન્ચ પુસ્તકનો પેરિસ યુનિવર્સિટીના પ્રો. જી. એલ. ક્રિસ્ટીએ કરેલા નવસંસ્કરણનો અંગ્રેજી અનુવાદ કરે છે. સીધેસીધું ભાષાંતર કરવાને બદલે ઈસુ ખ્રિસ્ત ભારતભ્રમણ પર આવ્યા એ અંગે પ્રાચીન સમયના વિદેશો અને ભારત વચ્ચેના વાણિજ્ય માર્ગનો સંશોધનાત્મક આલેખ આપે છે. આ પુસ્તકમાં વર્ણવાયેલાં કાશ્મીર, હિમીસ મઠ, પ્રવાસી નોટોવીચ, લદાખનો બૌદ્ધ મઠ, લેહની બજાર વગેરે સ્થળો વિશે જે સુંદર ચિત્રો દોર્યા છે, જે વીરચંદ ગાંધીની ચિત્રકળાની નિપુણતા દર્શાવે છે. શ્રી વીરચંદભાઈએ એ સમય દરમિયાન અમેરિકામાં ભારતીય અને જૈન ધર્મ સંસ્કૃતિના પ્રચાર અર્થે School of Oriental Philosophy' અને ‘Esoteric Studies' નામની સંસ્થાઓ સ્થાપેલ, જેના વર્ગો પરિષદના સહમંત્રી મિ. વિલીયમ પાઈપની જાત દેખરેખ નીચે ચાલતા. તેમણે વોશીંગ્ટનમાં ગાંધી ફિલોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી. એમાં બસોથી અઢીસો સભ્યો હતા. વીરચંદ ગાંધીના ઉપદેશથી હજારો લોકો શાકાહારી બન્યા. કેટલાકે ચોથા વ્રત (બ્રહ્મચર્યને અંગિકાર કર્યું અને કેટલાકે સમાધિ.ધ્યાન કરવાનું શરૂ કર્યું, તો કેટલાક શ્રી નમસ્કાર મહામંત્રનો જપ કરવા લાગ્યા. તે વખતની અમેરિકન શિક્ષણપ્રથાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયેલા. કેળવણી દ્વારા નારી જાગૃતિ માટે ભારતની સ્ત્રીઓના અભ્યાસ માટે આજથી ૧૨૦ વર્ષ પહેલા તેમણે શિકાગો અમેરિકામાં – International Society for the Educotion of Women in India' 41417 zizeut zeu4l કરી હતી. એ જમાનામાં ત્રણ વિદ્યાર્થિનીઓ માટે આ સંસ્થાએ અમેરિકામાં શિક્ષણપ્રાપ્તિની વ્યવસ્થા કરેલ. ૧૮૯૫ના એપ્રિલમાં તેઓ અમેરિકાથી લંડન આવ્યા. અહીં સાઉથ પ્લેસ ચેપલ અને રોયલ એશિયાટિક સોસાયટી સમક્ષ ભારતમાં મુંબઈના ગવર્નર તરીકે રહી ચૂકેલા લોર્ડ રે ના પ્રમુખપદે વીરચંદ ગાંધીનાં ભાષણો યોજાયાં. લંડનમાં અન્યત્ર પણ તેમણે પ્રવચનો આપ્યાં. તેમની રોયલ એશિયાટિક સોસાયટીના સભ્ય તરીકે નિમણૂક થઈ. ત્યાંથી તેઓ ફ્રાન્સ તથા જર્મની ગયા, જ્યાં પણ તેમણે કેટલાંક પ્રવચનો આપ્યાં. ત્યાંથી મુંબઈ પાછા આવ્યા. મુંબઈમાં તેમણે હેમચંદ્રાચાર્ય અભ્યાસ વર્ગની સ્થાપના કરી, જેના ઉપક્રમે જેને દર્શનવિષયક વ્યાખ્યાનો આપ્યાં. આ સંસ્થાના ઉપક્રમે ર્મનો સિદ્ધાંત તેમ જ ‘સિદ્ધાંતસાર' જેવા ગ્રંથો પર ગોષ્ઠી રાખી અને વ્યાખ્યાનો આપ્યાં. આ અભ્યાસ વર્ગમાં એમણે અમેરિકાની શિક્ષણ વ્યવસ્થા, રીતરિવાજો અને એમના જીવનવ્યવહારની વાતો કરી. થિયોસોફિકલ સોસાયટી, આર્ય સમાજ અને મુંબઈની બુદ્ધિવર્ધક સભામાં એમને જૈન દર્શન વિશે વક્તવ્યો આપવા નિમંત્રણો મળ્યા. તેમણે ભારતમાં મહાત્મા ગાંધી સાથે ખોરાકના પ્રયોગો કર્યા હતા અને શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી + ૩૨૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy