SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક સમય માટે બંને ગાંધી સાથે રહેલા. ૧૮૯૫ના સપ્ટેમ્બરમાં અજમેરમાં એક ધર્મ મહોત્સવ’ સભાનું આયોજન થયેલ. તેમાં પણ જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદભાઈ ગાંધીની જ પસંદગી કરવામાં આવેલ હતી. ૧૮૯૫માં પૂનામાં ‘ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું આયોજન થયેલ. તેમાં સંયુક્ત બોમ્બે પ્રોવીન્સનાં પ્રતિનિધિ તરીકે હાજરી આપેલ, જેમાં તેમણે પોસ્ટ પાર્સલ સીસ્ટમમાં સુધારા અને વિકાસ ઉપર રજૂઆત કરેલ. તેઓ દેશમાં જૈનેતરોમાં માન્ય વિદ્વાન હતા. વિધિની વક્રતા અને જૈન સમાજ અને શાસનની મોટી કમનસીબી કે વિદેશમાં સર્વત્ર જૈન ધર્મનો ડંકો વગાડનાર, પરદેશીઓને જૈન આચારનું પાલન કરતાં બનાવનાર, પોતે ચુસ્ત જૈન આચરણ કરનાર, ભારતીય સામર્થ્ય દર્શાવનારને સ્વદેશમાં બહિષ્કારનો સામનો કરવો પડ્યો. તેમને નાત બહાર મૂકવામાં આવ્યા. આવા વિબસંતોષીઓ અને કુપમંડૂકોએ જૈન શાસનની કદી પણ ન સુધારી શકાય તેવી કુસેવા કરી છે. વખતોવખત આવા ઇતિહાસનું પુનરાવર્તન થતું જ રહે છે. સમજણ વગર, અધૂરી માહિતીના હિસાબે, બની બેઠેલા સંઘ, સમાજ અને જ્ઞાતિના આગેવાનો તેજોદ્વેષ કે પોતાનાં અંગત હિતો માટે અજાણ-અજ્ઞાન જનસમૂહને હંમેશાં ગેરમાર્ગે દોરતા હોય છે. એ વખતે આવી પ્રવૃત્તિના વિરોધમાં અમેરિકન અખબારો, સ્વામી વિવેકાનંદ તથા પૂ. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ પોતાનો આક્રોષ જાહેર કરેલ હતો. જે પ્રજા, સમાજ પોતાના ત્યાગ, બલિદાન અને શૌર્યનો ઇતિહાસ ભુલાવી દે છે, જે પ્રભુ, ધર્મ, સંસ્કૃતિથી પરાડમુખી થઈ જાય છે, તે પ્રજા, સમાજનો શતમુખી વિનિપાત થયા સિવાય રહેતો નથી. સંતો, સાધુ ભગવંતો, શુરવીરો, સમાજસુધારકો, સુશાસનકર્તા મહાપુરુષોનાં જીવનચરિત્ર વિશે જાણવું અને તેમનાં કર્તવ્ય, નેતૃત્વ પર ચિંતન-મનન કરી તેમના રસ્તે ચાલવાનો પ્રયત્ન કરનાર પ્રજા કે સમાજ ક્યારેય દુઃખી નથી થતાં. જે સમાજ પોતાના ભૂતકાળનું વિસ્મરણ કરે છે, એનો ભવિષ્યકાળ નથી હોતો તથા તેણે વિસ્મરણની ઘણી મોટી કિંમત ચૂકવવી પડે છે. અમેરિકાની કેટલીક આગેવાન સંસ્થાઓના નિમંત્રણથી શ્રી વિરચંદભાઈ ૨૧ ઑગસ્ટ ૧૮૯૬ના રોજ તેમના ધર્મપત્ની સાથે પાછા અમેરિકા ગયા હતા. તેમના જવાના આગલા દિવસે શેઠ પ્રેમચંદ રાયચંદના પ્રમુખસ્થાને શ્રી માંગરોળ જૈન સંગીત મંડળી તરફથી એક સમારંભ યોજીને સન્માનપત્ર આપીને તેમનું બહુમાન થયેલ. અમેરિકાના તેમના રોકાણ દરમિયાન ભારતમાં ભિષણ દુષ્કાળ પડ્યાના તેમને સમાચાર મળતા, તેમણે શિકાગો વિશ્વધર્મ પરિષદ અને અન્ય પરિષદના સ્વપ્નદ્રષ્ટ અને સફળ આયોજક પ્રેસિડેન્ટ ચાર્લ્સ સી. બોનીના પ્રમુખપદે દુષ્કાળ રાહત સમિતિની સ્થાપના કરી અને તેમના સહકારથી તાત્કાલિક રાહત માટે એક ૩૩૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy