SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ Medal) આપીને ખાસ સન્માન કર્યું. આવું બહુમાન મેળવનાર તેઓ એક માત્ર પૌર્વાત્ય – ભારતીય વિદ્વાન હતા, જે ખરેખર જ ભારતીય ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયેલ છે. અમેરિકાના મહત્ત્વના સામયિક એડિટર્સ બ્યુરોએ તેના તંત્રીલખમાં તેમનો પરિચય આપીને એમની પ્રતિભા અને પ્રભાવનો આપણને સ્પર્શ કરાવે તેવી છબી આલેખી છે. એમને અમેરિકા રહેવા અને ભાષણો આપવા માટે જુદાજુદા શહેરોમાં, ક્લબો, વિદ્વાનોનાં મંડળો, સાહિત્ય અને ચર્ચો, સોસાયટીઓ, થિયોસૉફિકલ શાખાઓ અને આધ્યાત્મિક પરિષદો તરફથી આમંત્રણો મળ્યાં. એટલે શ્રી વીરચંદભાઈથી અત્યંત પ્રભાવીત થયેલા પરિષદના મંત્રી ડૉ. જોન હેનરી બોઝે તેમના રહેવા માટે પોતાનું નિવાસસ્થાન ખાલી કરી આપ્યું હતું. બે વર્ષ રોકાઈને તેમણે અમેરિકામાં જૈન ધર્મનો પ્રકાશ ફેલાવ્યો તથા અમેરિકનોને ભારતીય સંસ્કૃતિનાં દર્શન કરાવ્યાં તેમણે લગભગ ૬૫૦ ભાષણો આપ્યાં. કોઈ કોઈ ભાષણમાં તો લોકો સ્પેશીયલ ટ્રેન દ્વારા પહોંચતા અને સંખ્યા દસ હજાર કરતાં વધારે થતી. વિવિધ વિષયો ઉપર તેઓ પ્રવચન આપતા. તેમનાં પ્રવચનોમાં સમાવિષ્ટ વિષયો જોતાં તેમના અગાધ જ્ઞાન પરત્વે કોઈનું પણ મસ્તક ઝૂકી જાય. જૈન દર્શન, સાંખ્ય, ન્યાય, યોગમીમાંસા અને ભારતીય દર્શનો વિશે પ્રવચનો આપ્યા. તદ્ઉપરાંત યોગપ્રણાલી, હિપ્નોટીઝમ, ગુઢવિદ્યા (ocult power), શ્વાસનું વિજ્ઞાન, આહાર વિજ્ઞાન, માંસાહારનાં ભયસ્થાનો, આભામંડળ જેવા વિષયો ઉપર પ્રબુદ્ધ વિદેશી શ્રોતાઓ સમક્ષ પ્રવચનો આપ્યાં. આ સિવાય, હિંદુઓનું પ્રાગૈતિહાસિક જીવન, ભારતમાં લગ્નનો દરજ્જો, ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ, ભારતીય પ્રજાના સામાજિક રીતિરવાજો, ભારતની રાજનીતિક અવસ્થા, રાજકીય ભારત હિંદુ, મુસ્લિમ અને અંગ્રેજ, હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મનું તત્ત્વજ્ઞાન, ધી લો ઓફ એથિકલ કોઝેશન એ સોલ્યુશન ઓફ લાઈફ, અમેરિકામાં સ્ત્રીઓએ ટોપીમાં પક્ષીનાં પીંછાં ન રાખવાં, સમાચાર પત્ર અને રંગભૂમિનો સંબંધ, અમેરિકન રાજનીતિ ઉપર સામાજિક કાયદાનો પ્રભાવ, ભારતનો અમેરિકાને સંદેશ, ભારતની અમેરિકાને ભેટ, દર્શનની ત્રણ મૌલિક પ્રથાઓ જેવા વિવિધ – સામાજિક રાજકીય તેમ જ મૌલિક વિષયો ઉપર વિદ્વતાપૂર્ણ સરળ ભાષામાં પ્રવચનો આપ્યા. તેમણે ૧૮૯૪માં અમેરિકાના ડાસાડોગામાં આપેલ ભાષણ ‘Some Mistakes Corrected' તો ગજબની પ્રતિભા અને ચાહના ઊભા કર્યાં, જેના હિસાબે ૮ ઑગસ્ટ ૧૮૯૪ના રોજ ડાસાડોગાનાં સિટીઝનોએ સુવર્ણચંદ્રક (Gold Medal) આપીને તેમનું સન્માન કરેલ. ‘બફેલો કેરિયર તથા અન્ય વર્તમાન પત્રોએ આ ભાષણ છાપીને તથા તેમની ભવ્ય સફળતાની ગૌરવપૂર્ણ નોંધ લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમની સંશોધન શક્તિનો પણ પરિચય આપણને મળે છે. નિકોલસ નોટોવિચ નામના એક સંશોધકે તિબેટના બૌદ્ધ મઠમાંથી મેળવેલી ૩૨૮ ૮ ૧૯૮ અને ૨તમાં સદાના તન સાહત્યના અક્ષર-અરધક
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy