SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કરી લે છે. આ નવા પોલ ભારતમાં પોતાના આદર્શો રજૂ કરવા જાય છે, પરંતુ જ્યારે એમનું સ્વપ્ન સરી જાય છે અને આવા સ્વપ્ના હંમેશાં સરી જાય છે, ત્યારે તેઓ જીવનભર હિંદુ ધર્મની ટીકા કરવામાં રચ્યાપચ્યા રહે છે. કોઈ પણ ધર્મની નિંદા કરવી એ તે ધર્મની વિરુદ્ધનું કોઈ પ્રમાણ નથી. એવી જ રીતે કોઈ પણ ધર્મની પ્રશંસા પણ તે ધર્મની સત્યપરાયણતાનો પુરાવો નથી. આવી વ્યક્તિઓ પર મને દયા આવે છે. દક્ષિણ ભારતમાં એવાં મંદિરો છે, જેમાં વિશેષ અવસર પર ગાવાવાળી સ્ત્રીઓને બોલાવવામાં આવે છે. એ પૈકી કેટલીક સ્ત્રીઓ શંકાસ્પદ ચારિત્ર ધરાવે છે, જે હિંદુ સમાજને દૂષણરૂપ લાગે છે અને એ દૂષણને દૂર કરવા શક્ય તેટલા પ્રયત્ન પણ કરે છે, પરંતુ એથી તેઓ વેશ્યાઓ હતી એટલે પૂજારી બનાવવામાં આવી અને પૂજારી છે છતાં વેશ્યાઓનાં કામ કરે છે, એમ કહેવું એ સત્યથી વેગળું છે – જેમ અંધકારથી પ્રકાશ તદ્દન ભિન્ન છે. આવી સ્ત્રીઓને મંદિરના મુખ્ય ભાગમાં પણ પ્રવેશ દેવામાં નથી આવતો અને તેઓ પૂજારી હોવા સંબંધમાં એ કહેવું પર્યાપ્ત ગણાશે કે હિમાલયથી કન્યાકુમારી સુધી એક પણ સ્ત્રી પૂજારી નથી. - જો હાલની ન્યૂનતા હિંદુ ધર્મના કારણે ઉત્પન્ન થઈ છે એમ ગણવામાં આવે તો એ જ ધર્મમાં એવું સમર્થ રાષ્ટ્ર બનાવવાનું સામર્થ્ય છે, જે ગ્રીક ઇતિહાસકારોને એમ કહેવા માટે પ્રેરણારૂપ બન્યું કે કોઈ પણ હિંદુને અસત્ય બોલતો જોયો નથી Sઅને કોઈ પણ હિંદુ સ્ત્રી શીલપતિત થયેલ સાંભળી નથી. આજે પણ ભારત { કરતાં વધુ પવિત્ર સ્ત્રી અગર વધુ નમ્ર હૃદય પુરુષ બીજે ક્યાં છે? “જેઓ ભારતની ભવ્યતાને નિદે છે તેઓ માટે હું ખૂબ દિલગીર છું, પરંતુ મને એક જ આશ્વાસન કે એમને મળતી માહિતી બીજા-ત્રીજાઓ મારફત મળે છે, જે વહેમો અને માન્યતાઓથી ભરપૂર હોય છે. જિસસના ચારિત્રની ટીકા કરતાં હિંદુઓનો ઇન્કાર કરવામાં, જેઓ પોતાના ધર્મની શ્રેષ્ઠતા સમજે છે, અને જેમાં હકીકતે ધમધતા અને ખંડનાત્મક દૃષ્ટિ જ હોય છે. તેમને હું ઈસપની જૂની કથા યાદ કરવા કહેવા લલચાઉ છું. હું તમને નમસ્કાર કરતો નથી, પરંતુ તમારી પાછળ રહેલી શુભભાવનાને વંદું છું.” અત્રે એ નોંધવું રસપ્રદ થશે કે રેવન્ડ ડૉ. જ્યોર્જ એફ. પેન્ટાકોસ્ટ કરેલી અઘટિત ટીકાને અમેરિકાનાં વર્તમાન પત્રોએ એકીઅવાજે પાર્લામેન્ટના દરજ્જાને હાનિકારક ગણાવી હતી અને શ્રી વીરચંદભાઈના ઔદાર્ય અને ગૌરવપૂર્ણ પ્રત્યુત્તરની માત્ર નોંધ નહીં, પરંતુ સારાયે પ્રવચનના અક્ષરસ ઉતારા સાથે રજૂઆત કરી હતી. આમ વિશ્વધર્મ પરિષદમાં વીરચંદ ગાંધીનાં પ્રવચનોએ જૈન દર્શન અને ભારતીય વિદ્યા, ભારતીય દર્શનો, ભારતીય સંસ્કૃતિ અંગે એક નવી લહેર જગાવી. અમેરિકાનાં અખબારોએ એમની જ્ઞાનમય પ્રતિભા પર પ્રશંસાનાં પુષ્પો વેર્યા, હકીક્તમાં તેઓ પરિષદમાં છવાઈ ગયા. વિશ્વધર્મ પરિષદના યોજકોએ શ્રી વીરચંદ ગાંધીને એમની યશસ્વી કામગીરીના કારણે તેમને રીપ્ય ચંદ્રક (Silver શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી + ૩૨૭
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy