SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઈચ્છા પૂર્ણ થઈ શકી નહિ. તેઓની જૈન સાહિત્ય (જ્ઞાન)નો પ્રચાર અને પ્રસાર કરવાની ભાવનાના પડઘા રૂપે તેમ જ તેઓના કાયમી સ્મરણાર્થે સૌ પ્રથમ ભાવનગરમાં યુવાનો દ્વારા શ્રી જેન આત્માનંદ સભા સ્થાપવામાં આવી. શ્રી જેન આત્માનંદ સભા – ભાવનગરઃ પ.પૂ. આત્મારામજી મહારાજના કાળધર્મ પામ્યા પછી ફક્ત બાવીસ દિવસના સમયે વિ.સં. ૧૯૫૩ના બીજા જેઠ સુદિર તા. ૧૩-૬-૧૮૯૬ ને શનિવારનાં રોજ ભારે ધામધૂમપૂર્વક સભાની સ્થાપના કરવામાં આવી. સભા આજે ૧૧૮ વર્ષ પૂરા કરી ૧૧૯મા વર્ષમાં પ્રવેશી ચૂકી છે. અનેક વ્યક્તિઓ અને અનેક શક્તિઓના હાર્દિક સહકારથી આ સંસ્થાનો જન્મ થયો હતો. આ સભાની શરૂઆત ભાડાના મકાનથી થઈ હતી, પરંતુ ભાવનગરમાં ઉદાર શેઠ શ્રી હઠીસંગ ઝવેરચંદ વોરાની આર્થિક સહાય વડે સભાએ સં. ૧૯૬રમાં એક મકાન ખરીદ્યું અને તેનું નામ “શ્રી જૈન આત્માનંદ ભુવન' રાખવામાં આવ્યું. પથ્થરની વિશાળ ઇમારતમાં છેલ્લા ૧૦૮ વર્ષથી શ્રી જૈન આત્માનંદ સભા કાર્યરત છે. જે પહેલા ૧૧ વર્ષ ભાડાના મકાનમાં કાર્યરત હતી. આ સભાને મુનિ મહારાજોનો પ્રથમથી જ સારો સહકાર મળેલો છે. તેમાં ખાસ કરીને પૂ. શ્રી કાંતિવિજયજી મ.સા., આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. સા, મુનિરાજશ્રી ચતુરવિજયજી મ.સા, આગમ પ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ તથા મુનિશ્રી જંબૂવિજયજી મ.સા.ની આ સભા પ્રત્યે હંમેશાં મીઠી દૃષ્ટિ રહી. તેમાંયે પૂજ્ય પુણ્યવિજયજી મ.સા.ની તો અસીમ કૃપા આ સભા ઉપર હતી. આ સભાને પ્રતિષ્ઠિત કરવામાં તેઓશ્રીનો ફળો અજોડ રહ્યો. સભાએ લગભગ ૧૧૪ વર્ષ પહેલા પૂ. આત્મારામજી મહારાજનાં મહાન ગ્રંથશ્રી જૈન તત્ત્વદર્શનું ગુજરાતી ભાષાંતર પ્રકાશિત કરીને જ્ઞાનયજ્ઞનો દીપ પ્રગટાવ્યો અને ત્યાર પછી તે દીપક પ્રજ્વલિત રાખી ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, અંગ્રેજી વગેરે ભાષાઓમાં લગભગ ૨૫૦ ઉપરાંત પુસ્તકોનો ભવ્ય વારસો આજ સુધીમાં આવ્યો છે. તે સાહિત્યક્ષેત્રે સભાની મહામૂલી સિદ્ધિ અને સેવા છે. સભાનાં પ્રકાશનોની હારમાળા જોઈએ તો તેમાં પુરાતત્ત્વાચાર્ય જિનવિજયજી દ્વારા સંપાદિત થયેલા વિજ્ઞપ્તિ ત્રિવેણી જેવા ગ્રંથો આજે પણ પોતાનું મહત્ત્વ સાચવી શક્યા છે. લુપ્ત થયેલ સંસ્કૃત બૃહત્કથાના મોટા ભાગનું પ્રાકૃત રૂપાંતર રજૂ કરતી વસુદેવ હિંડીએ તો સ્વયં એક ઇતિહાસ જ સર્યો. તેનું સંપાદન સ્વ. પૂ. મુ. શ્રી ચતુરવિજયજી અને સ્વ. આગમ પ્રભાકર પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીએ કરીને વિદ્વજગતને ચિરકાર ઋણી બનાવ્યું. એ જ રીતે બૃહકલ્યભાષ્યનું છ ભાગોમાં સંપાદન એ જે ગુરુશિષ્યોએ કરીને આત્માનંદ સભાને અમર બનાવી. આ જ રીતે ત્યારપછી આગમપ્રજ્ઞ મુનિશ્રી જંબૂવિજયજી મ.સા.ની પણ છ દાયકા કરતા પણ વધારે સમય સુધી ૩૦ + ૨૯? અને ર૦ સટીમ જૈન સહિસ્ય અ#ર-આરાધક્કો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy