SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ આ સભા ઉપર અસીમ દૃષ્ટિ રહી. તેઓ દ્વારા સંપાદિત 'દ્વાદસારનયચક્રમનું પ્રકાશન તો સભાના ઇતિહાસમાં સુવર્ણ યશકલગી સમાન રહ્યું. લગભગ ચાર ઘયકાની મહેનત, જહેમત, સાધના, સંશોધન પછી ઉપર્યુક્ત અજોડ મહાગ્રંથના ત્રણ ભાગનું શ્રી જેન આત્માનંદ સભા દ્વારા સમયાંતરે પ્રકાશન થયું. વિશેષમાં વિ.સં. ૨૦૦૮માં આ સભાનાં આત્મકાંતિ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે આચાર્ય પ્રવરશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.સાહેબે જે શબ્દો સભા માટે કહ્યા હતા તે આજે સ્મરણ કરીએ. પૂજ્ય આ.શ્રીએ પ્રેરણાત્મક શબ્દોમાં કહ્યું હતું કે, “જ્ઞાન એ દીપક છે. એ જ્ઞાનદીપને પ્રજ્વલિત રાખવાનું કાર્ય આપણા સૌનું છે. જ્ઞાન એ આંખ છે, ક્રિયા એ પગ છે, જો જ્ઞાનરૂપી નેત્ર વડે બરાબર જોઈ ન શકાય તો એકલા પગ શું કરશે? આ જ્ઞાનમંદિરથી જરૂર ગૌરવ લેશો પણ સાથેસાથે વિશ્વશાંતિ માટે જ્ઞાનની ગંગા વહેવડાવવાનું મંગલ કાર્ય ભૂલશો નહિ. સભાએ આ જ્ઞાનમંદિરને અદ્યતન બનાવ્યું છે. હવે આ ખજાનાનાં રત્નોમાંથી સંશોધન કરાવી જ્ઞાનનું અમૃત mતનાં ચોકમાં મૂકવાની ભાવના રાખશો. આ સભાનાં સમુત્કર્ષ માટે હું મંગળ આશીર્વાદ આપું છું. - જય મહાવીર’ પૂ. આત્મારામજી મહારાજે સોંપેલું જ્ઞાન પ્રતિષ્ઠા કરવાનું અઘરું રહેલ કાર્ય તેમના પટ્ટધર શ્રીમદ્ વિજયવલ્લભસૂરિએ ઉપાડ્યું અને તેમના જ પ્રયાસોથી આચાર્યની નિર્વાણભૂમિમાં (ગુજરાનવાલામાં) આત્માનંદ જૈન ગુરુકુળ નામની શિક્ષણ સંસ્થા સ્થાપવામાં આવેલી, શ્રી આત્માનંદ જૈન સભા ને આત્માનંદ જૈન મહાસભા – પંજાબ તેમ જ હોશિયારપુર, અમૃતસર, દિલ્હી, આગ્રા, પાલનપુર, પૂના, અંબાલા, વેરાવળ સાદડી (મારવાડ) આદિ અનેક પુસ્તકાલયો, કેળવણી સંસ્થાઓ અને અનેક નાની મોટી સ્મારક સંસ્થાઓ સ્થપાયેલી છે અને હજુ પણ તેમાંની ઘણી સંસ્થા સારી પેઠે ચાલી રહી છે. આ પ્રસંગે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને કેમ ભુલાય. જેમ ભાવનગરમાં શ્રી જેને આત્માનંદ સભા છેલ્લા ૧૧૯ વર્ષથી કાર્યરત છે તે જ રીતે શ્રી મહાવીર વિદ્યાલય મુંબઈ પણ તેમની શતાબ્દી પૂર્ણ કરવા તરફ જઈ રહી છે. અને જૈન સમાજની સેવા કરતી સૂરિજીના યશસ્વી કાર્યક્ષેત્રોની ઝાંખી કરાવી રહી છે. અંતમાં આજે તેઓશ્રીનો એટલો શિષ્ય સમુદાય ભારતમાં વિચારે છે કે તેમની બરોબરી કરી શકે તેવો બીજો એક પણ ગચ્છ કે સંપ્રદાય ભાગ્યે જ હશે. આચાર્યશ્રી વિશે લખવાની મારી કોઈ હેસિયત કે ગજુ નથી, પરંતુ એક નાનો એવો પ્રયત્ન કર્યો છે. શ્રી જૈન આત્માનંદ સભામાં રહેલ સાહિત્યના આધારે વિગતો લીધી જેમાં (૧) જૈનાચાર્યશ્રી આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારકગ્રંથ, સંકલન કર્તા – મોહનલાલ દલીચંદ દેસાઈ (સં. ૧૯૯૨), (૨) ન્યાયાસ્મોનિધિ શ્રી વિજયાનંદસૂરિ લે. સુશીલ (સં. ૧૯૯૧), (૩) નવયુગ પ્રવર્તક – શ્રીમદ્ વિજયાનંદસૂરિ લે. ધીરજલાલ ચેકરશી શાહ (સં. ૧૯૯૨), (૪) મણિ મહોત્સવ ન્યાયામભોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૩૦૫
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy