SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવ્યા પછી આચાર્યશ્રીની તબિયત લથડી હતી. જીવનભર ખેંચેલા ઉગ્ર કાર્યભારને હિસાબે તેમનો દેહ હવે થાક્યો હતો. તેઓનું સ્વાસ્થ્ય બગડતું જતું હતું. તેમના પગમાં ઘૂંટણનો દુખાવો રહેતો હતો. જેથી ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી. શ્વાસમાં તકલીફ્ન હિસાબે હાંફી જતા હતા. આંખમાં પણ તકલીફને લીધે ઓછું દેખાતું હતું. આવી બધી તકલીફ હોવા છતાં તેઓ કોઈ દિવસ ફરિયાદ કરતા નહીં. તેઓના શિષ્યગણ તેમ જ શ્રાવકો તેમને આરામ લેવાનું તેમ જ જરૂરી દવા લેવાનો આગ્રહ કરતા પરંતુ તેઓ તે તરફ ધ્યાન નહિ આપતા અને તેઓ કહેતા કે ‘શરીર તો રોગનું ઘર છે, ક્યાં સુધી તેની સેવા કરશો’ પંજાબમાં શ્રાવકોની શ્રદ્ધાને સ્થિર કરવા સાત જિનાલયના નિર્માણ કર્યા પછી તેઓનું એક લક્ષ્ય પૂર્ણ થયું હતું પરંતુ તેઓનું બીજું લક્ષ્ય સરસ્વતી મંદિરની સ્થાપના કરવાનું હતું અને તેઓ ગુજરાનવાલા પહુંચી તે કામ પોતાના હાથ ઉપ૨ લેવા માંગતા હતા. આ માટે તેઓએ ગરમીના દિવસોમાં ઘણી પ્રતિકૂળતા હોવા છતાં ઉગ્ર વિહાર કર્યો. તેઓનું શરીર હવે સાથ આપતું નહોતું. વિ.સં. ૧૯૫૩ના જેઠ સુદી સાતમની સાંજે પ્રતિક્રમણ કર્યાં પછી નિત્ય નિયમ પ્રમાણે સંથારા-પૌરુષી વગેરે કરી સૂઈ ગયા અને રાતના બાર વાગ્યે પાછા જાગી ગયા. તેઓને ખ્યાલ આવી ગયો હતો કે, હવે શરીર છોડવાનો વખત આવી ગયો છે. તેઓએ બધા મુનિઓને ઉઠાડ્યા અને મુનિ વિજયવલ્લભને પોતાની પાસે બોલાવી અંતિમ સંદેશ આપ્યો. વત્તમ! શ્રાવો ા શ્રદ્ધા જો સ્થિર રવને જે लिए मैंने परमात्मा के मंदिरो की स्थापना कर दी है। अब तुम सरस्वती मंदिरो की स्थापना अवश्य करना। जब तक ज्ञान का प्रचार न होगा तब तक लोग धर्म को नहीं समझेंगे और न ही समाज का उत्थान होगा। यह काम में तुम्हारे कंधो पर डालकर जा रहा हूं।' આ અંતિમ સંદેશો અને આજ્ઞાને ગુરુ વલ્લભે તહત્તી ભગવંત, કહીને શિર ઉપર ચડાવી. ત્યાર પછી બે હાથ જોડી બધાની તરફ જોઈ તેઓએ કહ્યું, “ભાઈ અબ હમ ચલતે હૈ ઔર સબકો ખમાતે હૈ' અર્હમ્... અર્હમ્.... અર્હમ્... શબ્દ બોલતા તેઓએ સંસારનું કાર્ય સમેટી લીધું. પાછળ કેવળ મુનિઓની અપાર વેદના તથા સંસારનું રુદન રહી ગયું. ગતનો એક મહાન દીપક હોલવાઈ ગયો, પણ એમણે આપેલા પ્રકાશમાં આજે પણ હજારો જીવો જીવનને અજવાળે છે. સદ્ધર્મ, સદ્ગુરુ ને સદેવની પ્રરૂપણા માટે એ જીવ્યા ને અમર બન્યા. પંજાબમાં જિન મંદિરોના નિર્માણ કાર્ય પૂર્ણ કર્યાં પછી તેઓની ઇચ્છા શિક્ષણના પ્રચાર માટે સરસ્વતી મંદિરોની સ્થાપના કરવાની હતી, પરંતુ તેઓની ન્યાયામ્ભોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૩૦૩
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy