SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ મને તારી યાદ સતાવે, એક રાત અનેક વાત, પ્રીત કિયે દુઃખ હોય, પાંપણે બાંધ્યું પાણિયારું, નીલ ગગનનાં પંખેરુ, શ્રદ્ધાની સરગમ, પ્રિય વાર્તાઓ, સર્વજ્ઞ જેવા સૂરિદેવ, રિસાયેલો રાજકુમાર વગેરે નાની-મોટી વાર્તાઓના વાર્તાસંગ્રહો તેમણે આપણને આપ્યા છે. પ્રાચીન વાર્તાઓ ૧૮ વાર્તાઓનો સંગ્રહ છે. આ વાર્તાઓ “મહાવીરનંદન’ નામના હિંદી માસિકમાં હિંદી ભાષામાં પ્રકાશિત થતી હતી. ત્યાર બાદ તેનો ગુજરાતી અનુવાદ થયો. મોટા ભાગની વાર્તાઓ મહાવીર ભગવાનના સમયની છે. આ વાર્તાઓ સરળ-સુબોધ અને સુવાચ્ય શૈલીમાં લખાયેલી છે. સર્વજ્ઞ જેવા સૂરિદેવ એ વિક્રમની બારમી શતાબ્દીમાં થઈ ગયેલા કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિનું આ નાનકડું જીવનચરિત્ર છે. આ જીવનચરિત્રમાં શૈલીની સુપાક્યતા છે, ભાષાની સરળતા છે અને સંકલનની સુગમતા છે. આ ચરિત્રરચનાના આધારભૂત ગ્રંથો છે – (૧) સિંહસૂરિ વિરચિત કુમારપાળ ભૂપાલચરિત્ર (૨) શ્રી જયશેખરસૂરિ પ્રણીત ચતુર્વિશતિ પ્રબંધ (૩) શ્રી મેરૂતુંગાચાર્ય – વિરચિત પ્રબંધચિંતામણિ. પૂ. શ્રીએ આ જીવનચરિત્ર વિશેષ રૂપે બાળકોને દષ્ટિમાં રાખીને લખ્યું છે. નાના વાક્યો, સુગમ શબ્દો અને સરળ શૈલીમાં આ ચરિત્ર લખ્યું છે. બાલસાહિત્ય : બાળકોની સુવાસ, બાળકોનું જીવન, બાળકોનું ચિંતન (નાનાં બાળકોને સંસ્કારી બનાવવા અને ધાર્મિક શિક્ષણ આપવા આ પુસ્તિકાઓ પ્રકાશિત કરી છે.) બાળકોનું ધર્મવિજ્ઞાન, બાળકોનું કર્મવિજ્ઞાન, બાળકોનું આત્મવિજ્ઞાન - બાળકોને સરળ ભાષામાં ધર્મ, કર્મ, આત્મા વિશેની સમજ આપી છે. આ ત્રણે પુસ્તકો ગુજરાતી, હિંદી, અંગ્રેજી ભાષામાં પ્રકાશિત કર્યા છે. પૂ.શ્રીને બાળકોના સંસ્કાર સિંચનમાં ઘણો રસ હતો વળી તેઓ સંસ્કાર શિબિરો પણ યોજતા. પૂ. શ્રીએ લખેલ કથાઓ અને નવલકથાઓ પણ આપણા આંતરમનને ભીંજવે છે. મયણા', “સુલતા', “અંજના, સર્વજ્ઞ જેવા સૂરિદેવ, જૈન રામાયણ ભાગ ૧થી ૭” જેવી સુંદર કથાઓ તેઓશ્રીએ આપણને પીરસી છે. સુલસા, મયણા અને અંજના એ નારીના વિવિધ રૂપોને પ્રગટ કરતી નવલકથાઓ છે. તેના આંતરજગતને, તેના સંવેદનને બિરદાવતી નવલકથા છે. | સુલતા' નવલકથામાં સુલતાના પાત્ર દ્વારા ભક્તિના ઉચ્ચતમ બિંદુને રજૂ કર્યું છે, અને પૂ. ભદ્રગુપ્તસૂરિજી મહારાજ સાહેબે ખૂબ નિખાલસતાપૂર્વક કહ્યું છે કે – આ નવલકથામાં લખાયેલા ગીતોની પાછળ રવીન્દ્રનાથ ટાગોર, સુરેશ દલાલ, મીરાંબાઈ, નરસિંહ મહેતા વગેરેના ગીતોનું પ્રતિબિંબ એમણે ઝીલ્યું છે. દા.ત, નરસિંહ મહેતાની રચના – પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ (પ્રિયદર્શન) + ૨૫૩
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy