SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે..ના બદલે એમણે સુલસામાં લખ્યું, હળવે હળવે હળવે વીરજી મારે મંદિર આવ્યા રે” જૈનસંઘમાં હોંશભેર અને આતુરતાથી વંચાતું કથાસાહિત્ય એટલે પૂ. આચાર્યદેવ શ્રી ભદ્રગુપ્તસૂરિજી મહારાજનાં પુસ્તકો ! પ્રાચીન પાત્રોને નવા ઓપમાં, નવા રૂપરંગ અને અવનવા ઢંગ સાથે જીવંત પ્રસ્તુત કરવા એ એક આગવી સૂઝબૂઝ ભરી કળા પૂ. શ્રી ભદ્રગુપ્તસૂરિજીની કલમમાં પુરબહારમાં ખીલી છે. | વિક્રમની નવમી શતાબ્દીમાં આચાર્યશ્રી ઉદ્યોતનસૂરિજીએ “કુવલયમાલા કથાગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથમાં આવતી કામગજેન્દ્રની કથાવસ્તુ પૂ. આ.શ્રીએ ગુજરાતી ભાષામાં લખી. મગજેન્દ્રમાં જે રીતે રંગ અને ભોગવિલાસની પ્રચુરતા દેખાતી હતી તેટલી જ આંતરજીવનમાં ત્યાગ, વૈરાગ્ય અને ઉત્કૃષ્ટ પ્રેમની અભિવ્યક્તિ દેખાતી હતી. આ કારણે જ ગુજરાતીમાં તેઓશ્રીએ “રાગ-વિરાગના ખેલ નામે કથા લખી પ્રકાશિત કરી, જેનું હિંદી રૂપાંતર શ્રી સ્નેહદીપે કર્યું છે. એક રાત અનેક વાત ખૂબ જ લોકપ્રિય બનેલ કથાગ્રંથ છે. તેની વાર્તા જંબુસ્વામી રાસ’ (ઉપા. શ્રી યશોવિજયજી ગણિવર)ના આધારે આલેખાઈ છે. પ્રિયદર્શને ખૂબ જ રસમય અને પ્રવાહી શૈલીમાં આખી કથાને ગૂંથી છે. પ્રસ્તુત વાર્તા “અરિહંત' માસિકપત્રમાં છપાઈ છે અને “સંસાર સાગર હૈ' નામે હિંદી ભાષામાં પુસ્તક રૂપે પ્રકાશિત થઈ છે. પ્રીત કિયે દુઃખ હોય – દીર્ઘકથાનો મુખ્ય આધાર વીરવિજયજી કૃત “સુર સુંદરી રાસ' ગ્રંથ છે. આ રાસકાવ્યની કથાવસ્તુ લઈને પૂ.શ્રીએ સં. ૨૦૩૭માં ધાનેરાના ચાતુર્માસ દરમિયાન પ્રસ્તુત પુસ્તક લખ્યું હતું. શીલ, સંસ્કાર અને સદાચારના મૂલ્યો પ્રત્યે આદર અને અહોભાવ જગાવતી આ વાર્તા શ્રી નમસ્કાર મહામંત્રના અચિંત્ય પ્રભાવને દરેક પ્રકરણે પ્રતિધ્વનિત કરે છે. હિંદી ભાષામાં પણ આ પુસ્તકની નકલો છપાઈ છે. આચાર્ય હરીભદ્રસૂરિજી (ઈ. સ. ૮૦૦ આસપાસ) વિરચિત “સમરાઈથ્ય કહા' પ્રાકૃત ભાષામાં લખાયેલી કથા પ્રાકૃત ભાષાના ઇતિહાસમાં અદ્વિતીય છે. બે આત્માઓના નવ-નવ જન્મોના સંઘર્ષની આ કથા છે. કથાવસ્તુ તો મૂળ કથાલેખક આ. શ્રી હરીભદ્રસૂરિજીનું જ છે. પરંતુ પૂ. શ્રીએ તે કથાની મર્યાદામાં રહીને જ કથાના પાત્રોને આધુનિક શૈલીમાં આલેખ્યા છે. કેટલાક પ્રસંગોનું એન્લાર્જમેન્ટ કર્યું છે. પ્રસ્તુત કથા ત્રણ ભાગમાં પ્રકાશિત થયેલ છે. “સમરાદિત્ય' ભાગ ૧-૨-૩ ચિંતન અને મનનની પ્રક્રિયા એ જ્ઞાનીઓનો ઉચ્ચત્તમ ગુણ છે અને જે પ્રવચનો દ્વારા આપણને મળતો રહે છે, તત્ત્વજ્ઞાન અને વિવેચન – મૌલિક ચિંતનો દ્વારા તેમણે ખૂબ ગહન સાહિત્ય આપણને આપ્યું, દા.ત. હરીભદ્રી યોગદર્શન, ‘જ્ઞાનસાર’, ‘શુભરાત્રી, પ્રાર્થના’, ‘સુપ્રભાતમ્, જિનદર્શન, “ભવના ફેરા’, ‘વિચારપંખી’, ‘નપ્રિયતે', હું તો પલપલમાં મુંઝાઉં', “મારગ સાચા કૌન ૨૫૪ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy