SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ અને છેલ્લે અજિત જિનરાજ ! ચગી થયો આપનો, પ્રેમદષ્ટિ કરો નાથ મારા, - જલધિજલકલ્લોલ જિમ હૃદય મારું થયું પ્રિયદર્શન કરીને તમારાં ! આવા બીજા અન્ય ભાવસભર સ્તવનોની રચના સંવત ૨૦૧૯-૨૦માં મોટા ભાગે પ્રાચીન રાગોમાં તથા ચોવીશી સિવાયનાં સ્તવનો અર્વાચીન રાગમાં રચાયા છે. આ રચનાઓ જુદાજુદા સમયે સહજ ભાવે થયેલી ફુરણાઓ છે. હિંદી ભાષામાં પણ કેટલીક ગીત રચનાઓ : શંખેશ્વર તીર્થ કી કહાની, પાર્શ્વનાથજી કે ૧૦ ભવ’, ‘મહામંત્ર નવકાર કરેલી છે. પ્રિયદર્શનના સાહિત્યનું વિહંગાવલોકન પૂ. ભદ્રગુપ્તસૂરિજીએ કરેલ “શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટની સ્થાપના પછી પહેલું પુસ્તક ભવના ફેરા' વિ.સં. ૨૦૧૭ જ્ઞાનપંચમીના દિવસે ચાણસ્મામાં પ્રકાશિત થયું હતું. કષાયો પર વિજય મેળવ્યા વિના ચિત્તશાંતિ મળી શકે જ નહિ ગમે તેટલી ધર્મક્રિયાઓ કરવામાં આવે, પણ કષાયોનો ઉપશમ ન થાય તો બધું વ્યર્થ છે. કષાયોને ઉપશાંત કરવા માટે આ પુસ્તક લખ્યું છે. ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાયો જ ભવનું મૂળ છે. કથાનક દ્વારા જીવનચર્યા કેવી રીતે જીવવી તે માટે કહ્યું કે, થોડું ખાય અને થોડું બોલે, ઊંઘે પણ જે થોડું કપડાં લત્તાં થોડાં રાખે, આવે શિવનું તેડું. ચિત્તની શાંતિ, પ્રસન્નતા અને સ્વસ્થતા આ ચાર કષાયોની મંદતા વિના પ્રાપ્ત થઈ શકતી નથી. અને એ માટે ચાર કષાયોનું સ્વરૂપ, એનું તાંડવનૃત્ય, એનાથી થતી જીવની ખુવારી, એમાંથી મુક્ત થવાનું માર્ગદર્શન વગેરે ભવના ફેરા પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યું છે. આ પુસ્તકનો આધાર ગ્રંથ છે – “સૂત્રકતાંગ ગ્રંથ. * ભવના ફેરા' પુસ્તક લખ્યા બાદ પૂ. શ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજ સાહેબે પોતાનું તખલ્લુસ પ્રિયદર્શન રાખ્યું છે. પૂ. ભદ્રગુપ્તસૂરિજીએ તત્ત્વજ્ઞાન વિવેચન, વાર્તાઓ, કાવ્યો, નવલકથાઓ, પ્રવચનો, અનુવાદો, કથાઓ ઉપરના ચિંતનાત્મક પુસ્તકો, પત્ર સાહિત્ય, બાળસાહિત્ય જેવા સાહિત્યના વિવિધ રૂપો આપણને ગુજરાતી, હિંદી અને અંગ્રેજી જેવી ભાષાઓમાં એક પ્રસાદી રૂપે આપ્યા છે. તેમના વાર્તાસંગ્રહો જોઈએ તો – વાર્તાની વાટે, ફૂલપાંદડી, વાતદીપ, દોસ્તી, નિરાંતની વેળા, હિસાબકિતાબ, ૨૫૨ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy