SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ભદ્રગુપ્તસૂરિ મહારાજ સાહેબનું આ આત્મનિવેદન તેમના સાહિત્ય સર્જનનો સોત છે. અને આ સોતમાંથી સાહિત્યના ઘણાં બધાં સ્વરૂપોની ધારા ફૂટી છે. તેમણે રચેલાં કાવ્યો, સ્તવનોએ આપણાં અંતરને ભીંજવ્યાં છે. સહુનું કલ્યાણ થાય એવી ભાવનાએ જ તેમને આ સ્તવન લખવા પ્રેર્યા હશે. સહુનું કરો કલ્યાણ કૃપાનિધિ સહુનું કરો કલ્યાણ.... તુમ ભક્તિના પુય પ્રભાવે... પ્રગટો કેવળજ્ઞાન... શિવમંગલ સહુ જીવો પામો પ્રિયદર્શન ભગવાન.... કૃપાનિધિ.... સહુનું કરો કલ્યાણ.' આવા તો કંઈક કેટલાય સ્તવનો અને ગીતો તેમની કલમેથી ફૂટ્યા છે. ક્યાંક તમને ઈશ્વર પ્રત્યેની અપાર શ્રદ્ધા, ક્યાંક કરુણાની મીઠી નદી અને ક્યાંક શાંતિ ને સુધારસ તેમના કાવ્યમાંથી આપણને સતત મળતો રહે છે. કાવ્ય તેમના હૃદયમાં સતત વહ્યા જ કરે છે. અને માટે જ તેઓ કવિતાના મર્મી પણ છે. કવિતા લખે છે, કવિતા સમજે છે અને કવિતાને બિરદાવે છે. અન્ય કવિઓની રચનાઓની અનુમોદના તરીકે જ ગીતોના ગુલાબ જેવું સુંદર પુસ્તક તેમની પ્રકાશન સંસ્થા “વિશ્વ કલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયું છે. પૂ. ભદ્રગુપ્તસૂસ્નિા જીવનકાળમાં રચાયેલા અને ઉપલબ્ધ બધા ગીતો – સ્તવનોની એક પુસ્તિકા એટલે ગીતગંગા. સં. ૨૦૧૪ ખંભાતના ચાતુર્માસમાં ૨૦ દિવસની નવકારમંત્રની આરાધના પ્રસંગે શ્રી નવકાર મંત્રના ૨૦ ગીતોની રચના કરી હતી. જેમ કે : ‘અરિહંત' “અરિહંત' જાપ જપો, જપતાં જપતાં પાપ ખપો ! અરિહંતને સહુ નિત્ય નમો, નમતાં નમતાં દુઃખ દમો.. પળપળ સમરો શ્રી અરિહંત ! ક્ષણક્ષણ સમરો શ્રી અરિહંત ! પ્રેમ-ભાનુ પૂરણ પ્રગટે, ભદ્રગુપ્ત ભવથી છટકે... આવા તેમનાં ગીતો ખૂબ ગવાયાં હતાં. ચોવીશીની રચનાનો શુભ સંકલ્પ તારંગા તીર્થમાં ઉદ્ભવ્યો અને ત્યાં જ ભગવાન ઋષભદેવ તથા અજિતનાથના સ્તવનની પણ રચના કરી. અજિત જિન ! વંદના પાપનિકંદના, આપના ધ્યાનની એક મુજ કામના, ચિત્તમાંથી કરું, દૂર સહુ વાસના, આપ મુજ મન વસો એવી ઉરભાવના, પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ (પ્રિયદર્શન) + ૨૫૧
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy