SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષના ગુજરાતી સાહિત્યનો પરિચય કરાવ્યો છે. પ્રવાહી, પ્રાસાદિક શૈલીમાં લખાયેલો આ લેખ ગુજરાતી સાહિત્યના આરંભિક સ્તબકનો ખ્યાલ આપે છે. દયારામના આખ્યાનોમાં દયારામની કવિપ્રતિભાનો વિચાર કરી, સંશોધનની સહજ સૂઝ ધરાવતા રમણભાઈએ દયારામે આખ્યાન સ્વરૂપે કરેલા ખેડાણનો ખ્યાલ આપી તેને ઉચિત પરિપેક્ષ્યમાં, મૂલ્યાંકન ધોરણોને સહેજ પણ શિથિલ કર્યા સિવાય, મૂલવ્યો છે. રમણભાઈને જ્ઞગુકાવ્યનું સ્વરૂપ અને એના વિકાસમાં ઠેઠ કૉલેજના અધ્યયનકાળથી રસ હતો. તેમણે આ વિષય પર સર્વગ્રાહી ગ્રંથ આપ્યો છે. આ ગ્રંથમાં તેમણે ફાગુકાવ્ય પ્રકારનો પરિચય કરાવી ક્ષગુકાવ્યની વિકાસરેખા આંકી છે. તેમણે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના લગભગ બધા ફાગુકાવ્યોનો પરિચય કરાવ્યો છે. તેનો આસ્વાદ કરાવી મૂલ્યાંકન કર્યું છે. આ ઉપરાંત સ્ફૂલિભદ્ર વિશેના, તીર્થવિષયક, અન્ય તીર્થંકર વિષયક, આધ્યાત્મિક, વૈષ્ણવ, લો'થા વિષયક અને સંસ્કૃત ફાગુકાવ્યો વિશે પણ તેમણે લખ્યું છે. રમણભાઈએ ૧૯૬૧માં મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરવા નળદમયંતીની કથાનો વિકાસ' વિષય પર શોધનિબંધ લખ્યો હતો. વર્ષો પછી વિજયશેખર કૃત નલદવદંતી પ્રબંધની હસ્તપ્રત હાથમાં આવતા તેનું સંશોધન-સંપાદન કરી પ્રગટ કરી. આમ તેઓ જૈન પરંપરાની એક મહત્ત્વની નલકથાને પ્રકાશમાં આણવા નિમિત્ત બન્યા છે. આ ઉપરાંત ૧૯૬૨નું ગ્રંથસ્થ વાડ્મય અને મનસુખલાલ ઝવેરી સાથે તેમણે કરાવેલ ‘ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન' પણ ધ્યાનમાં લેવું પડે. પ્રબુદ્ધ જીવન'નું તંત્રીપદ તેમણે ઘણાં વર્ષો સુધી સંભાળ્યું એના તંત્રીલેખો નિમિત્તે તેમણે જે નિબંધો-લેખો લખ્યા તે મુખ્યત્વે અભિચિંતના અને સાંપ્રત સહચિંતન’ના દસેક ભાગ ગ્રંથસ્થ થયા છે. એમાં પણ સાહિત્ય અને કલા સાથે સંકળાયેલા વિષયો પરના અનેક લેખો સાંપડે છે. તેમાં તથા ‘વંદનીય હૃદયસ્પર્શના'ના બે ભાગમાં તેમણે ગુજરાતીના કેટલાક સાહિત્યકારો વિશે લખ્યું છે. એકાંકી સંગ્રહ પણ તેમના વિવેચન અને સંશોધન-સંપાદનનો વિષય હતો. સંશોધક, સંપાદક, સમીક્ષક, ચરિત્રલેખક, પ્રવાસલેખક ધર્મતત્ત્વશાસનના અભ્યાસી રમણભાઈમાં એક સર્જક પણ છુપાયેલો છે- એનો અહેસાસ આ એકાંકીસંગ્રહ કરી આપે છે. રમણભાઈ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસી છે મધ્યકાલમાં પણ રમણભાઈની રુચિ જૈન સાહિત્યમાં વિશેષ જણાય છે. જૈન કવિ અને કૃતિઓ ૫૨ તેમનો વધુ ઝોક છે એ દેખાય છે. જૈન ધર્મ તથા તત્ત્વદર્શનના ઊંડા અભ્યાસી રમણભાઈ જૈન સાહિત્યના પણ અચ્છા અભ્યાસી છે. યશોવિજ્યજી, સમયસુંદર, વિજયશેખર વગેરે જૈન કવિઓ અને ત્રિભુવનદીપક પ્રબંધ’, જંબુસ્વામી રાસ', સાહિત્યકાર શ્રી રમણભાઈ ચી. શાહ ૧ ૨૩૧
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy