SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ અલંકારની સમજૂતી આપી ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ એ અંગે કરેલી વિચારણાથી આપણને અવગત કર્યા છે. બીજા લેખમાં કાવ્યપ્રયોજનની વિવિધ કાવ્યાચાર્યોએ કરેલી વિચારણાઓનો ખ્યાલ આપી રમણલાલે તેની વિસ્તૃત છણાવટ કરી છે. અંતે લખ્યું છેવર્તમાન યુગમાં કાવ્યના પ્રયોજનની નવા સંદર્ભમાં નવી દષ્ટિએ વિચારણા અવશ્ય કરી શકાય, પરંતુ તેવે વખતે પણ આપણા પૂર્વસૂરિઓએ કરેલી વિચારણાને પ્રકારાને પણ નવી પરિભાષામાં જ્યાં ઘટાવી શકાય તેમ હોય ત્યાં તેનું વિસ્મરણ થવું ન ઘટે. અહીં વિવેચકની વિવેકબુદ્ધિનો પરિચય થાય છે. કરુણ પ્રશસ્તિ' (Elegy) અને ટૂંકીવાર્તા પશ્ચિમમાંથી આપણા સાહિત્યમાં આવેલા બે મહત્ત્વના સાહિત્યસ્વરૂપો છે. આ સ્વરૂપોની પશ્ચિમના વિવેચકોએ વિચારણા કરી છે એને આધારે રમણભાઈએ બે લેખોમાં આ સ્વરૂપોનો, એનાં લક્ષણોનો ખ્યાલ આપ્યો છે. વિવિધ કલાઓમાં સાહિત્યને શ્રેષ્ઠ માનવામાં આવી છે. વર્સોલ્યું તો સાહિત્યને માનવજાતિના મગજ તરીકે ઓળખાવ્યું છે. વિશ્વના અનેક વિચારકોએ - સમીક્ષકોએ સાહિત્યની સમજ આપવા પ્રયત્ન કર્યો છે. સાહિત્ય ઘણું બધું કરી શકે છે પણ એ એક અર્થમાં સંસ્કારસેતુ પણ છે એ વાત રમણભાઈએ સંગ્રહના અંતિમ લેખમાં સારી રીતે મૂકી આપી છે. આ લેખ લેખકની સાહિત્ય પ્રત્યેની દૃષ્ટિને, બીજી રીતે કહીએ તો તેમના દૃષ્ટિકોણને સ્પષ્ટ કરી આપે છે. - રમણભાઈએ સંગ્રહના અડધા લેખોમાં મુખ્યત્વે સૈદ્ધાંતિક ચર્ચા-વિચારણા કરી છે અને બાકીના અડધા લેખોમાં ત્યક્ષ વિવેચન કર્યું છે, અર્થાત્ કૃતિલક્ષી વિવેચન કર્યું છે. તેમને જે કૃતિઓ વિશે વિવેચન કર્યું છે તેમાં સૌથી મહત્ત્વની કૃતિ “સરસ્વતીચંદ્રનું વિવેચન છે. ગુજરાતી ભાષાની આ અસાધારણ નવલકથાની એમણે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી સર્વાગી સમીક્ષા કરી છે. સર્જનાત્મક સાહિત્યમાં, ખાસ તો કથાસાહિત્યમાં જેવું ઉચ્ચ સ્થાન “સરસ્વતીચંદ્રનું છે એવું જ ઉચ્ચસ્થાન વિવેચાત્મક સાહિત્યમાં સુંદર કૃત અર્વાચીન કવિતાનું છે. શતાબ્દીની કવિતાનું શક્રવર્તી વિવેચન' શીર્ષકથી રમણભાઈએ આ - વિવેચનગ્રંથની સમીક્ષા કરી છે. સંગ્રહમાં આ ઉપરાંત ધૂમકેતુની ઐતિહાસિક નવલકા આમ્રપાલી, રણછોડભાઈ ઉદયરામકૃત 'નળદમયંતી નાટક', કવિ કલાપીએ લખવા ધારેલ પણ અધૂરું રહેલ હમીરજી ગોહેલ બોટાદકરનું ખંડકાવ્ય ‘એભલવાળો’ વિશે પણ સંશોધનમૂલક અને આસ્વાદમૂલક લેખો મળે છે. રમણભાઈએ ‘ક્રિતિકા' નામક વિવેચનગ્રંથ ૧૯૮૨માં પ્રગટ કર્યો. ‘ક્રિતિકા' એ રશિયન ભાષાનો શબ્દ છે. આમાં રમણભાઈએ ચૌદ લેખો સંગૃહીત કર્યા છે. આ સંગ્રહમાં પ્રાચીન અને મધ્યકાલીન કવિલેખકો, કૃતિઓ અને પરિભાષિક વિષયો વિશેના અભ્યાસ લેખો આપવામાં આવ્યા છે. મધ્યકાલીન સાહિત્યના ઊંડા અભ્યાસી રમણભાઈએ આ લેખમાં નરસિંહ પૂર્વેના લગભગ અઢીસો – ત્રણસો ૨૩૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy