SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ નલદવદંતી પ્રબંધ' વગેરે કૃતિઓ પર તેમના લેખો દાંત લેખે જોઈ શકાય. રમણભાઈ ગુજરાતી ભાષાસાહિત્યના અચ્છા અધ્યાપક પણ હતા. ટૂંકી વાર્તા, કરુણપ્રશસ્તિ જેવા સ્વરૂપો પરના લેખો હોય કે અલંકાર કાવ્યપ્રયોજન, ધ્વનિવિરોધ જેવા ભારતીય કાવ્યશાસ્ત્રના કેટલાક મુદ્દાઓ હોય કે સાહિત્યસંસ્કારસેતુ, લેખકનો શબ્દ અને ભાષાસાહિત્યનું અધ્યયન-અધ્યાપન' જેવા લેખો હોય, રમણભાઈમાં રહેલો ગુજરાતી ભાષા સાહિત્યનો અધ્યાપક પ્રતિબિંબિત થતો જોઈ શકાય છે. અનંતરાય રાવળ, હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી, ભોગીલાલ સાંડેસરા જેવા ઉત્તમ અધ્યાપક - વિવેચકોની પરંપરામાં ડૉ. રમણભાઈનું નામ પણ નિઃસંકોચપણે મુકી શકાય એ બરનું તેમનું પ્રદાન છે. રમણભાઈ સાચા અને સમર્થ અધ્યાપક હોવાથી અનિવાર્યપણે જ એમને અર્વાચીન ગુજરાતી સાહિત્ય પણ ભણાવવાનું થયું હોય. એ નિમિત્તે ભલે અલ્પ પ્રમાણમાં પણ તેમણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય વિશે પણ લખ્યું છે જ. સરસ્વતીચંદ્ર', “અર્વાચીન કવિતા', “આમ્રપાલી', 'હમીરજી ગોહેલ', “એભલવાળો', ‘આપણા સામાયિકો વગેરે લેખો તથા ૧૯૬૨નું “ગ્રંથસ્થ વાડુમય' પુસ્તક તથા સાંપ્રત સહચિંતનમાં ગ્રંથસ્થ થયેલા અર્વાચીન સાહિત્યકારો ભોગીલાલ સાંડેસરા, હીરાબહેન પાઠક, હરીન્દ્ર દવે, ઉમાશંકર જોષી – વિશેના લેખો અર્વાચીન ગુજરાતી સાહિત્ય સાથે પણ તેમનો જીવંત સંપર્ક હતો એ હકીકત સ્પષ્ટ કરે છે. રમણભાઈએ શ્યામરંગ સમીપે' એકાંકીઓ અને બેરરથી બ્રિગેડિયર કે ‘વંદનીય હૃદયસ્પર્શનાં કેટલાંક ચરિત્ર નિમિત્તે પોતાની સર્જનાત્મક શક્તિનો પરિચય કરાવ્યો હતો. તેઓ મુખ્યત્વે સંશોધક અને સમીક્ષક હતા, વિવેચક હતા. તેથી તેમની ભાષાશૈલી સંશોધકની શિસ્તને અનુસરતી સીધી, સરળ, પ્રવાહી અને પ્રાસાદિક છે. તેમાં અલંકારોની અનાવશ્યક આતશબાજી નથી. ભાષાનો ભભકો નથી કે ક્લિષ્ટતા, દુરાધ્યતા પણ નથી. તેમણે ભાવસાહિત્યના અભ્યાસીઓ અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લખ્યું હોવા છતાં તેમની ભાષામાં એવી સરળતા, સહજતા, પ્રવાહિતા છે કે સામાન્ય વ્યક્તિ પણ તેમના લેખો અનાયાસે વાંચી શકે, સમજી શકે. રમણભાઈ બહુશ્રુત વિદ્વાન હતા. ભારતીય તથા પ્રાશ્ચાત્ય સાહિત્યનું તેમણે ઊંડું પરિશીલન કર્યું હતું. તેમના વિશાળ વાંચનમાંથી સંખ્યાબંધ સંદર્ભો અવતરણો રૂપે આવે છે પણ અનિવાર્ય હોય ત્યાં જ, સાહિત્યનું પ્રદર્શન કરવા નહીં. આ અવતરણો તેમના લેખમાં એવા સહજ રીતે ગૂંથાઈ જાય છે કે ક્યાંય ખટકતા નથી, આસ્વાદમાં અવરોધક બનતા નથી. શ્રી રમણભાઈનું આ સાહિત્ય પ્રદાન ગુજરાતી સાહિત્યક્ષેત્રે તેમણે કરેલા બહુમૂલ્ય પ્રદાનનો અહેસાસ કરાવે છે. મધ્યકાલીન સાહિત્યના અને સવિશેષ તો જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી તરીકે તેઓ ચિરસ્મરણીય રહેશે. ૨૩૨ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy