SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યકાર શ્રી વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહાસ જય કિરીટ જે શાહીગયા ! એates [અભ્યાસુ શ્રી કિરીટભાઈએ પ્રસ્તુત લેખમાં પ.પૂ. આ. શ્રી વિજય કનકચંદ્રસૂરિજીના જીવન અને સાહિત્યની સેવાનો પરિચય આપવાનો પ્રયત્ન કર્યો છે. – સં.] પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ કલિકાલસર્વજ્ઞ તરીકે પૂજાયેલ છે. પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ સાહેબે ૧૪૪૪ ગ્રંથોની રચના કરી જૈન સંઘને જ્ઞાનનો ભંડાર અર્પણ કર્યો. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ પોતાની કવિત્વ શક્તિ દ્વારા શિવલિંગમાંથી પાર્શ્વનાથ ભગવાનને પ્રગટ કર્યાં. પૂજ્ય આચાર્ય હીરસૂરિએ શાસનની શાન વધારી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે જ્ઞાનનો ધોધ વહાવી ન્યાય વગેરે ગ્રંથોની રચના કરી. શ્રી સાગરાનંદસૂરિએ આગમ સાહિત્ય ક્ષેત્રે ઘણું મોટું યોગદાન કર્યું છે. વિજ્યાનંદસૂરિ મહારાજશ્રીએ વિ.સં. ૧૯૪૨માં ખંભાતના પ્રાચીન ભંડારોમાંથી શાસ્ત્રોના આધાર અને પ્રમાણો મેળવી અજ્ઞાન તિમિર ભાસ્કર' નામના સુંદર ગ્રંથની રચના કરી. સં. ૧૯૯૩માં શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ સાહેબે તાડપત્રિય જ્ઞાનભંડારોને વ્યવસ્થિત કર્યાં. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબે જ્ઞાનશાળા અને સાહિત્યક્ષેત્રે પુસ્તક ભંડારોનું નિર્માણ કર્યું. વિજય લાવણ્યસૂરિનું સાહિત્યક્ષેત્રે અપૂર્વ યોગદાન છે. ૧૯-૨૦મી સદી દરમિયાન પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ બહુમુખી પ્રતિભાસંપન્ન વિરલ વ્યક્તિત્વના સ્વામી, પ્રખર સાહિત્યકાર અને ઉત્કૃષ્ટ ચારિત્રના ગુણોથી વિભૂષિત અનુપમ આધ્યાત્મિક વિભૂતિ હતા. તેઓશ્રીના વ્યક્તિત્વમાં દુર્લભ સંયોગોનું ચમત્કારિક સામંજસ્ય ખૂબ જ વિસ્મયજનક હતું. તેઓ શ્રી તપસ્વી હોવા ઉપરાંત વિશિષ્ટ શ્રુતસંપન્ન, સરળ પ્રવચનકાર અને સિદ્ધહસ્ત લેખક હતા. અમદાવાદમાં ઝવેરીવાડ વાઘણપોળ નિવાસી વિશા શ્રીમાળી જ્ઞાતિના મહાપુણ્યશાળી શ્રેષ્ઠીવર્ય શ્રી સકરચંદ તેચંદભાઈના કુટુંબમાં શણગારબેનની કુક્ષીમાં સંવત વર્ષ ૧૯૭૨ના કાર્તિકવદ પાંચમના શુભ દિવસે મહાપ્રભાવશાળી ભાવિ જૈનશાસન અલંકાર શ્રી કલ્યાણભાઈનો જન્મ થયો. જીવનના બાલ્યકાળથી સાહિત્યકાર શ્રી વિજય- કનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ - ૨૦૧
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy