SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ એશઆરામ તથા સાંસારિક પ્રલોભનોથી દૂર રહીને મોક્ષમાર્ગની આરાધના તેમના જીવનની મુખ્ય વિશેષતા હતી. આ કલ્યાણભાઈ આગળ જતા આચાર્યદેવ શ્રીમદ વિજય કનકચંદ્રસૂરીશ્વરજી મહારાજના રૂપમાં જૈન સંઘમાં સુપ્રસિદ્ધ બન્યા. તેમના એકના એક બહેન લીલાવતીબહેને પણ ૧૩ વર્ષની નાની વયે દીક્ષા લીધી. વિરક્ત કલ્યાણભાઈએ ખંભાતમાં વિક્રમ સંવત ૧૯૮૩માં ૧૧ વર્ષની વયે સંઘપતિ અને ધર્મપ્રેમી શેઠ શ્રી કસ્તુરચંદ અમરચંદના ઘરેથી વાજતેગાજતે નીકળી ખંભાત પાસે શકરપુર ગામમાં વિશાળ ભક્તજનો વચ્ચે ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વિ.સં. ૧૯૮૩ના વૈશાખ સુદ અગિયારસના મંગળ દિવસે દીક્ષા અંગીકાર કરી અને જેઠ સુદ તેરસના તેઓની વડી દીક્ષા થઈ. સિદ્ધાંત મહોદધિ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ તેમ જ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શુભ સાનિધ્યરૂપ છત્રછાયામાં પૂજ્ય મુનિરાજ શ્રી કનકવિજય મહારાજશ્રીએ જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ અને વિનયવેચાવચ્ચ આદિ ગુણોની આત્મસાધનાની સાથે ભવ્ય જીવો ઉપર ઉપકાર કર્યો. તેઓના પિતાશ્રીએ પણ સંવત વર્ષ ૧૯૮૪માં દીક્ષા ગ્રહણ કરી. પૂજ્યશ્રીએ ન્યાય-જ્યોતિષ તેમ જ જૈન ધર્મના સિદ્ધાંતોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સંવત ૨૦૫માં તેઓ ગણીપદથી અલંકૃત થયા. તેઓશ્રીએ અનેક ગ્રંથોની રચના કરીને સાહિત્યની અભિવૃદ્ધિ કરી. તેઓશ્રીનું હિંદી ગુજરાતી સાહિત્ય અતિ લોકોપયોગી સરળ તેમ જ ગહન છે. તેઓ શ્રી જૈન સંઘના સુપ્રસિદ્ધ અને શાસનમાન્ય, શ્રદ્ધા, સંસ્કાર તેમ જ સચ્ચારિત્રના પ્રેરક સાહિત્યના ઉચ્ચતમ આદર્શરૂપ લ્યાણ' માસિકના આદ્યપ્રેરક હતા. તેઓશ્રીએ ૯ વર્ષીતપ કર્યા હતા. અને દસ તિથિ ઉપવાસ આદિ તપશ્ચર્યા તો હંમેશાં ચાલતી. આ સિવાય પણ તેઓશ્રીએ ઘણી તપશ્ચર્યા કરી. પૂજ્યપાદશ્રીની સુયોગ્યતા જોઈને શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજે વિક્રમ સંવત ૨૦૬૯ના માગસર સુદ બીજના મંગલ દિવસે મુંબઈમાં આચાર્ય પદવીથી અલંકૃત કર્યા. તેઓશ્રીએ અનેક જ્ઞાનભંડારો પરિશ્રમપૂર્વક વ્યવસ્થિત બનાવ્યા. મહાપુરુષોનાં જીવન ખડક જેવાં હોય છે. પૂજ્ય આચાર્ય શ્રી વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજનું જીવન નજર સમક્ષ તરવરતા જ મહાસાગરમાં અડગ અણનમ રહેતા કોઈ ખડકનું સ્મરણ થઈ આવે છે. પૂજ્યશ્રીનું જીવન આપણી સમક્ષ છે તેના કરતાં અધિક તો આપણાથી અપરિચિત રહ્યું છે. પૂજ્યશ્રી લેખક હતા તે તો સૌ કોઈ જાણે છે પણ કેવા સંજોગોમાં તેઓશ્રીએ લેખનકળા સિદ્ધહસ્ત કરી અને બીજા કેટકેટલાકના જીવનમાં લેખક તરીકેની બારાખડી ઘૂંટવાનો પુરુષાર્થ કર્યો તેની વિગતો ઘણા ઓછા જાણે છે. ૨૦૨ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy