SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓના સમકાલીન પાત્રોને – વ્યક્તિઓને સ્પર્શીને આલેખાઈ છે. જેમાં વૈશાલી ગણતંત્રના નાયક મહારાજા ચેટક, ચંપાના મહારાજા જિતશત્રુ દધિવાહન, કૌશાંબીના મહારાજા શતાનિક, મહારાણી પદ્માવતી, ધનાશેઠ, મૂળા શેઠાણી, ચંદનબાળા ઈત્યાદિ પ્રસિદ્ધ વ્યક્તિઓના જીવનનું તથા પ્રાસંગિક પાત્રોનું સજીવ આલેખન થયું છે. મહાકથાની શરૂઆત વૈશાલી ગણરાજ્યના વર્ણન, સુવર્ણયુગમાં જોવા મળતી રાજાઓની પ્રજાવત્સલતા, સ્નેહાળ હૃદય, પ્રજાને પુત્રવત્ પાળવાની તમન્ના તથા તે માટે કરવામાં આવતા પ્રયત્નોથી થાય છે. ધીમે ધીમે કથા જુદાજુદા પાત્રોને લઈને આગળ વધતી જાય છે તેમતેમ લેખકની કલમનો અમૃતમય ૨સાસ્વાદ પણ ચાખવા મળતો જાય છે. ઘણાબધા પ્રસંગોને સુંદર રીતે સાંકળી લઈ આ કથા ધીમે ધીમે તેના અંત તરફ આગળ વધે છે. - ભગવાન શ્રી મહાવીરદેવને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ તેમની પ્રથમ દેશના ખાલી જાય છે. બીજી દેશનામાં ચાર તીર્થની સ્થાપના કરી ત્યાર બાદ શ્રી ગણધર ભગવંતોને ત્રિપદી આપે છે. ચાર તીર્થની સ્થાપના કરતી વખતે પ્રથમ સાધુ ઇન્દ્રભૂતિ (ગૌતમ) ગણધર બને છે. જ્યારે ચંદનબાળા અનેક ઉપસર્ગો, સંકટો સહીને, મૂળા શેઠાણી દ્વારા મુંડિત થઈને પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે દેવાધિદેવ પ્રભુ મહાવીરના શરણે જઈને પોતાના કર્મોના બંધનને તોડે છે, ત્યાં કથાનો અંત આવે છે. આમ આ મહાકથાનું ક્લેવર પણ ઐતિહાસિક નવલકથાનું જ છે. કાળની દૃષ્ટિએ જોઈએ તો લેખક શ્રી ધામીજીની આ મહાકથા ઐતિહાસિક મહાકથાઓમાં સર્વપ્રથમ આવે છે. ત્યારબાદ ઠેઠ શ્રી ભગવાન મહાવીરદેવના નિર્વાણ બાદ ૧૫૦ વર્ષ પછીના સમયનું આલેખન કરતી ‘રૂપકોશા' નવલકથા ગણાય. ત્યાર બાદ મગધેશ્વરી’ નવલકથાને લઈ શકાય. આ ત્રણેય ઐતિહાસિક નવલગ્રંથો, આજે જૈન ઇતિહાસના સુવર્ણ યુગને પ્રામાણિકપણે આલેખતા મહમૂલ્ય, સમૃદ્ધ તથા ગૌરવશાળી ગ્રંથરત્નો છે. રૂપકોશાના દ્વિતીય ભાગમાં એક પ્રસંગ જૈન પરંપરાથી ભિન્ન રીતે આલેખાયેલો મળે છે. રથ સેનાધ્યક્ષ સુકેતુની સમક્ષ રૂપકોશા નૃત્યકલાની અંતિમ સિદ્ધિ પ્રત્યક્ષ બતાવી તેને આશ્ચર્યચકિત કરી, વિલાસના બંધનમાંથી મુક્તિના માર્ગે પ્રયાણ કરાવે છે. આ પ્રસંગ સ્થૂલિભદ્રજીના શ્રમણ બની ચાતુર્માસ અર્થે આવવા પહેલા બનેલો બતાવાયો છે. જ્યારે જૈન ઇતિહાસની પરંપરા પ્રમાણે આ ઘટના સ્થૂલિભદ્રજીના ચાતુર્માસ બાદ રૂપકોશાના જીવનનું કલ્યાણકારી પરિવર્તન આવ્યું ત્યારબાદ બનેલી બતાવાઈ છે. આમ સામાન્ય હકીકત ભેદ જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આટલા વર્ષો પૂર્વેનો ઇતિહાસ હોવા છતાં શ્રી ધામીજી ક્યારેય કોઈ અણછાજતી છૂટ લેતાં નથી. ઘણી વાર એવું બનતું હોય છે કે કથાને વધારે રસિક, વિસ્તૃત, લોકભોગ્ય બનાવવા માટે લેખકો ઇતિહાસને વિકૃત કરી નાખતા હોય છે. આમ ૧૬૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy