SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગોમાં પ્રકાશિત થયેલી આ પ્રસિદ્ધ નવલકથા ખૂબ જ સુંદર, સરસ અને પ્રવાહબદ્ધ શૈલીએ લખાઈ છે. ભાષા તથા ભાવનાની માધુરીના જ્યાં પાને-પાને દર્શન થઈ રહ્યા છે, તેવી આ મહાકથાના પાત્રો એટલા પ્રભાવશાળી છે કે જે વાંચતા એ પાત્રોના ઉન્નત વ્યક્તિત્વને પોતાની લેખિની દ્વારા શબ્દોમાં આલેખનાર લેખકની લેખનકલાને અનેકશઃ ધન્યવાદ આપવા દરેકનું મન લલચાય છે. નવમા નંદ ધનનંદના મહામાત્ય શકટાલે જે રીતે મગધને સંભાળ્યું હતું. તેમના જેવી કુનેહ, દીર્ધદષ્ટિ અને કુશાગ્ર બુદ્ધિ બીજા કોઈનામાં જલ્દી જોવા ન મળે. રાજકીય ખટપટોને કારણે કાચા કાનના રાજા ધનનંદે શકટાલ પર આળ મૂક્યું તે આ પ્રભાવશાળી નરવીર સહન ન કરી શક્યો અને પોતાની પ્રમાણિકતા, વફાદારી અને નિષ્ઠા સાબિત કરવા તેણે પોતાના પુત્ર શ્રીયકના હાથે ભરસભામાં મૃત્યુ વહોરી લીધું. એક નિર્દોષ મહામાનવના અકાળે અવસાન બાદ નવમા નંદ ધનનંદના સામ્રાજ્યનું પતન થયું અને મૌર્યવંશના આદ્ય સમ્રાટ ચંદ્રગુપ્તનું ઉત્થાન થયું. આ બધી વાતો ક્રમબદ્ધ રીતે મહાકથામાં આલેખાઈ છે. રૂપકોશા ગ્રંથમાં રૂપકોશા આર્ય સ્થૂલિભદ્રની જેમ ત્યાગમાર્ગે ગયા ત્યાંથી કથાનકને પૂર્ણ કરી. મગધેશ્વરીમાં રૂપકોશાની નાની બહેન કે જે રૂપકોશાની પ્રેરણા, કલાનો વારસો, સંસ્કાર વગેરે જેના જીવનમાં જીવંત બન્યો છે તે સૌંદર્ય, રૂપ અને કલાના ભંડારરૂપ ચિત્રલેખાની આસપાસ સમગ્ર કથા ગૂંથાઈ છે. મહામાત્ય શકટાલના પ્રિય શિષ્ય એવા શ્રી ચાણક્યની કુશાગ્ર બુદ્ધિ, તેજસ્વી પ્રતિભા, અદ્ભુત કૌશલ્ય તથા અનન્ય સાધનાનો યશોજ્વલ ઇતિહાસ મગધેશ્વરી ગ્રંથમાં ખૂબ સુંદર રીતે આલેખાયેલ છે. ધનનંદે કરેલ ચાણક્યનું અપમાન, ચાણક્યની પ્રતિજ્ઞા સહિત ઘણા બધા પ્રસંગોને અહીં. એકતાંતણે ગૂંથી લઈને સુંદર રીતે મહાકથાને મઠારવામાં આવી છે. ચિત્રલેખા એક પ્રતિભાસંપન, કૌશલ્યકલા ધરાવતી નૃત્યાંગના છે. જુદીજુદી ઘટનાઓની સાથે ચિત્રલેખાના જીવનને સાંકળી લઈ એક પછી એક પ્રવાહબદ્ધ ઘટનાઓની સંકલના દ્વારા લેખકે ઈતિહાસની સાંકળને પ્રામાણિકતાપૂર્વક વર્ણવી છે. જે ખરેખર તેમની લેખિની અને લેખનકળાનો ગૌરવશાળી ચમત્કાર જ ગણી શકાય. આમ આ મહાકથા પણ ધામીજીના ગૌરવશાળી સર્જનોમાંની એક છે. (૫) બંધન તૂટ્યા: ભાગ-૧ પૌરવી, ભાગ-૨ રાજલક્ષ્મી, ભાગ-૩ રાજકન્યાઃ જયહિંદ દૈનિકમાં દર સોમવારે આ કથા પ્રસિદ્ધ થતી હતી. હજારો વાંચકો આ વાર્તાને વાંચવા કાગડોળે રાહ જોતા હતા. આ મહાકથા લગભગ દોઢ વર્ષ સુધી પ્રસિદ્ધ થઈ. તેણે જે રીતે હજારો શાણા, સંસ્કારી વાંચકોના હૈયાને જકડી રાખી, રસજમાવટ કરી હતી તેવી ભાગ્યે જ કોઈની કથા હશે. કથાના પ્રવાહમાં રસતરબોળ બનેલા હજારો વાંચકોએ તેને એકી અવાજે વધાવી લીધી હતી. આ મહાકથા શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવની મંગલસાધનાને તેમ જ સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી + ૧૬૩
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy