SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ આ પાંચ કૃતિઓના અવલોકન પરથી ખ્યાલ આવે છે કે ધામીજી માત્ર સૌરાષ્ટ્રના જ નહિ પરંતુ સમગ્ર ભારતવર્ષના એક ઉત્તમ કોટિના નવલકથાકાર છે. ઉપસંહારઃ શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી મહાગુજરાતના સાક્ષર અને સિદ્ધહસ્ત વાર્તાલેખક છે. તેઓ એકાંતપરાયણ, સંસ્કારશીલ, નિષ્ઠાવાન, સિદ્ધાંતપ્રેમી સાહિત્યકાર છે. ઐતિહાસિક નવલકથાઓ લખતાં હોવા છતાં તેમણે ક્યાંય, ક્યારેય, કોઈ પણ સંજોગોમાં આર્થિક લાભ ખાતર કે કથાને લોકપ્રિય બનાવવા માટે ઇતિહાસ સાથે બાંધછોડ કરી નથી કે સિદ્ધાંતોને નેવે મૂક્યા નથી. કીર્તિની જેમને કામના નથી, પ્રતિષ્ઠાપ્રાપ્તિને જેઓ ઈચ્છતા નથી, કર્તવ્યપરાયણતામાં જ જેમણે આનંદ માન્યો છે, એવા લબ્ધપ્રતિષ્ઠિત પ્રતિભાશાળી, સર્વાગ સુંદર મહાકથાઓના સર્જક એક વૈદ્યરાજ પણ હતા. તેઓ એક નિઃસ્પૃહ વ્યક્તિ હતાં. દ્રવ્યોપાર્જન માટે તેમને અતિ સ્પૃહા કે લોભ નથી એનો ઘણાને પ્રત્યક્ષ અનુભવ છે. સેવાભાવ તેમના વ્યવસાયનો પ્રાણ છે. અવિરતપણે સાહિત્યની સાધના કરીને તેઓ એક અગ્રીમ પંક્તિના સર્જક બન્યા છે. તેઓ ગુજરાતના હોવાથી એક ગુજરાતી તરીકે મને તેનું ગૌરવ છે કે આવા સર્જક આપણા સૌરાષ્ટ્રના છે. માત્ર એટલું જ નહિ તેઓએ દરેક સાહિત્યપ્રકારને પ્રાધાન્ય આપી ઘણી બધી રચનાઓ કરી છે પણ જૈન સંસ્કૃતિને, જૈન ઇતિહાસને, જૈન સાહિત્યને તેમણે જે અર્પણ કર્યું છે તેનું ગૌરવ એક જૈન તરીકે આપણને બધાને હોવું ઘટે. આવા મહાન લેખક માટે પૂ. કેસરવિજયજી ગણિવરના શિષ્ય પં. કનકવિજય ગણિવરે મહા સુદ ૫ના દિવસે તા. ૨૮-૧૫૫ના દિવસે લખેલ પુરોવચનમાં જે રીતે ધામીજી માટે લખ્યું છે તે જોઈએ તો – | ‘ભાઈ શ્રી ધામીની અદ્દભુત કલાસિદ્ધિને હું કયા શબ્દોમાં બિરદાવું? તેઓની ઐતિહાસિક કથાઓ મેં વાંચી છે. વાંચતા-વાંચતા મારું ચિત્ત પ્રસન્ન બને છે. આત્મા અપાર આનંદ અનુભવે છે. જૈન સંસ્કૃતિનો વિશાળ દષ્ટિએ કથાના પાત્રો દ્વારા પ્રચાર કરવામાં એમની કલમે જે શકવર્તી ઇતિહાસ સર્જ્યો છે તે જાણી હું ખૂબ જ ગૌરવ લઉં છું. ભાઈ શ્રી ધામી જૈન છે એટલે નહિ, પણ જૈન સંસ્કૃતિ જે સમસ્ત સંસારની મંગલમયી માતા છે, તેનો એક સંસ્કારશીલ સતપુત્ર પોતાની તેજસ્વી કલમે, મૃદુ-મધુર શૈલીએ, ભવ્ય ભાષા વૈભવ દ્વારા જે રીતે તેની ગૌરવગાથાઓને તેમ જ તેના સુવર્ણ યુગના ઇતિહાસ પ્રસિદ્ધ જ્યોતિર્ધર મહાપુરુષોની કલ્યાણકારિણી મંગલ સાધનાને આલેખવા દ્વારા ત્યાગ, તપ, જ્ઞાન, વૈરાગ્ય, સંયમ, શૌર્ય, ક્ષમા, સ્વાર્પણ તથા સંસ્કારના ઉદાત્ત તત્ત્વોને ઓજસ્વી ભાષામાં શબ્દોની અદ્દભુત શક્તિથી પોતાની અંજલિ સમર્પને વિલાસ, વૈભવ, સત્તા અને સંપત્તિની પાછળ પામર બનીને સંસાર સમસ્ત આજે જે અનીતિ, અનાચાર, છલ તથા વિશ્વાસઘાતના પાપમાર્ગે ગબડી રહ્યો છે, તેને “જાગતા સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી + ૧૬૫
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy