SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ થયો. લોકસાહિત્યની પ્રથમ પ્રસાદીરૂપે ડોશીમાની વાતો’ પુસ્તક બહાર પડ્યું. જ્ઞાનપ્રસારક મંડળીએ મુંબઈમાં લોકસાહિત્ય વિશે તેમનાં છ વ્યાખ્યાન યોજ્યાં. તેમની પર મોટી અસર તેમના જન્મસ્થળની જણાય છે. તેમના માતા ઘણા જ મધુર કંઠથી રાસ ગાઈ સંભળાવતા જેનાં સંભારણા ઘણા જ વર્ષો સુધી તેમની સાથે રહ્યા હતા. મેઘાણીના પિતા કાઠિયાવાડ એજન્સી પોલીસનાં નોકર તરીકે જુદાજુદા થાણામાં જતાં. મેઘાણી પણ નાનપણમાં વિકટ ગ્યાઓ જેવાં કે ડુંગર, નદી, કોતર, ખીણ કે રણમાં તેમની સાથે જતા. આ બધા ગામડાના પ્રવાસો ઘોડેસવારી કરીને કરતા ત્યારે તેમને કુદરતની ભયાનકતા, રમ્યતા, એકાંત, આહલાદકતાનો અનુભવ થવા લાગ્યો હતો. સાથે સાથે ગ્રામ્ય જનતાના પરિચયમાં પણ આવવા લાગ્યા અને જેના કારણે લોકગીતોનાં ગરબા, રાસ, હાલરડા, લગ્નગીતો આદિનું સર્જન થયું. મેઘાણી જન્મભૂમિમાં કલમ અને કિતાબ એ કટાર તથા અન્ય સામયિકોમાં પણ કટાર ચલાવતા. આ રીતે તેઓ સાહિત્યિક પત્રકાર હતા. તેમનામાં સાહિત્યની એક વિશાળ સમજ હતી. સાહિત્ય પ્રત્યેની તેમની દૃષ્ટિ સાહિત્યલક્ષી અને રસલક્ષી છે એમ તેઓ પોતે કહેતા. તેમની સાહિત્યદૃષ્ટિ સાંકડી નહોતી પરંતુ એમાં ભરપૂર જીવનલક્ષિતા સમાયેલી હતી. તેમનાં લોકસાહિત્ય તરફનાં આકર્ષણનાં મૂળમાં લોકજીવન, લોકઇતિહાસ, લોકસંસ્કાર તરફ અનુરાગ જણાય છે. બહારવટા સંબંધી મીમાંસાઓ અંગે તેઓ કહેતા કે એ સાહિત્યદષ્ટિએ નહીં પરંતુ જીવનનાં મૂલ્યાંકનની દષ્ટિએ થયેલી છે. લોકસાહિત્ય એ એમના માટે શાશ્વત જીવનનું રસાયણ હતું. કવિતા સર્જનઃ ત્રીસીનાં ગાળામાં કદાચ સૌથી વધુ રંગીન કવિમાં મેઘાણી આવે છે. પ્રણય, પ્રકૃતિ, યુગનાં આદર્શો ને પ્રવૃત્તિઓ આ સર્વ પ્રત્યે એમનું વલણ ઊર્મિલ ભાવના પરસ્તનું છે. ગોળમેજી પરિષદમાં લંડન જઈ રહેલા ગાંધીજીને સંબોધતું છેલ્લો કટોરો' એ કાવ્ય ૧૯૩૧માં તેમણે લખ્યું. એ જોઈને ગાંધીજીએ કહ્યું, મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે તે તદ્દન સાચું છે. ત્યાર પછી રાષ્ટ્રીય શાયર' તરીકે તેઓ ઓળખાયા. ગાંધીજીનાં અંતરમાં પ્રવેશી શકનાર અને ગાંધીભાવનાનાં હૃદયંગમ કાવ્યો રચનાર આ કવિ ગાંધીવિચારને પ્રતિબદ્ધ ન હતા. તેઓ પોતાને ફુરેલા કાવ્યોને કોઈ ઊંચા સ્થાને મૂકતા ન હતા, પરંતુ એને માત્ર સમયજીવી' કહેતા. ઝવેરચંદ મેઘાણીની લેખનપ્રવૃત્તિ વિશે તેમનું આત્મ-નિવેદનઃ ઝવેરચંદ મેઘાણી કહેતા, હું કેમ લખું છું? હું જો કહીશ કે કશા વિચાર વિના કે પૂર્વ ભૂમિકા બાંધ્યા વગર લખું છું, તો લોકો માનશે નહીં, અથવા તો મારા સર્જન વિશે મોહ ગુમાવી દેશે. ૧૩૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy