SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓ કહેતા કે હું કશી જ પૂર્વયોજના કે રૂપરેખા બાંધ્યા વગર પ્રારંભ કરું છું. પ્રારંભ પૂર્વેની મનોદશા અત્યંત અકળાવનારી હોય છે. લખવાની ફરજમાંથી કોઈ પણ વાતે છટકવાની ઈચ્છા થાય છે. લખવું એ સજા કે શ્રાપ સમાન લાગે છે, પરંતુ એક વખત પ્રારંભ કરું એટલે એની મેળે જ આકૃતિઓ ઉપસવા લાગે. હું નથી હિંડોળે બેસીને લખતો કે નથી અમુક પ્રકારનાં કાગળ કલમથી લખતો. બાહ્ય ઉપચાર તો માણસની આદત છે. સર્જન માટે કોઈ અનિવાર્ય પરિસ્થિતિ નથી. હા, પણ મેં સખત પરિશ્રમ કર્યો છે. બાહ્ય પ્રલોભનોને આવવા દીધું નથી. દિલને ઘણા જ ઘાવ પડ્યા છે, પરંતુ તેણે જ મારી સર્જનકલાને દીર્ઘજીવી બનાવી છે. ગુજરાતનો જયની પસંદગી: ઝવેરચંદ મેઘાણીએ અનેક નવલકથા લખી છે. તેમાં આ નવલકથા ભારતનું અને ગુજરાતનું ઐતિહાસિક પાસે ઉજાગર કરે છે. ગુજરાતનો જય' ગુજરાતના પુનરુદ્ધારની ગૌરવકથાનું આલેખન કરે છે અને આ પુનરુદ્ધારમાં ગુજરાતના બે વણિક બંધુઓ વસ્તુપાળ અને તેજપાળ નષ્ટ થયેલા ગુજરાતને એકચક્રી તથા મહિમાવંત બનાવવા કમર કસે છે. વસ્તુપાળ અને તેજપાળ એ બંને જૈન સમાજના અગત્યના પાત્ર છે. ગુજરાતની પ્રજા જેને ફક્ત દાનવીર તરીકે જ ઓળખે છે તે દાનવીરની સાથે ભડવીર પણ હતા, જેમણે ગુજરાતને જીવંત રાખવામાં અપૂર્વ યોગદાન આપ્યું છે. અને આ પાસુ થોડું દબાયેલું હતું. આ નવલકથામાં વસ્તુપાળ-તેજપાળની ધાર્મિકતાની વાતો ઓછી છે, પરંતુ તેઓ રાજનીતિમાં કેવા અબ્દુલ હતા તેના પર પ્રકાશ પાડ્યો છે. ઝવેરચંદ મેઘાણીએ આ નવલકથામાં ઐતિહાસિક, રાજનૈતિક, સામાજિક અને કૌટુંબિક ઘટનાની સુંદર રીતે છણાવટ કરી છે. જૈન મુનિઓ ફક્ત ધર્મ, અધ્યાત્મ, સ્વર્ગ કે મોક્ષની વાતો ન કરતા પરંતુ તેઓ રાજનીતિમાં પણ સક્રિય હતા અને જરૂર પડ્યે મંત્રી કે રાજાઓને માર્ગદર્શન આપતા. આ આખી કથામાં મુખ્ય વાત એ વણિક બંધુઓ, બે ક્ષત્રિયો અને એક સ્ત્રીની આસપાસ ફરે છે. ગુજરાતનો જયનું સર્જન એક વખત વડોદરામાં વાર્ષિક વ્યાખ્યાનમાળા ચાલતી હતી. તેમાં એક વક્તા ઝવેરચંદ મેઘાણી પણ હતા. ત્યાં તેમનો મેળાપ જૈન મુનિ શ્રી જિનવિજયજી સાથે થયો. તેઓએ ઝવેરચંદ મેઘાણીના હાથમાં કેટલાક નવા ગ્રંથો મૂક્યા. આ બધા ગ્રંથો શાંતિનિકેતનના વિશ્વભારતીની શ્રી સિંઘી જૈન વિદ્યાપીઠ તરફથી મુનિજીએ સંશોધિત-સંપાદિત કરેલા પ્રાચીન સંસ્કૃત પ્રબંધોનાં સંગ્રહો હતા. મુનિશ્રીએ એવું માનીને આ ગ્રંથો મેઘાણીજીને આપ્યા કે આ ગ્રંથોની નોંધ તેઓ જન્મભૂમિની ‘કલમ-કિતાબ' કારોમાં લે. વિવેચન ક્ષેત્રમાં તે વખતે ઝવેરચંદ મેઘાણીને ફક્ત પાંચ વર્ષ થયા હતા. શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત 'ગુજરાતનો જય' + ૧૩૧
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy