SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ચોકી કરે છે.' ઝવેરચંદ મેઘાણીનાં સાહિત્યજીવનની ઘડતર કથાઃ તેમનો જન્મ પાંચાળનાં સુપ્રસિદ્ધ કેન્દ્ર ચોટીલામાં, ડુંગરની તળેટીમાં ૨૮ ઑગસ્ટ, ૧૮૯૬માં થયો હતો. ૧૯૧૨માં અમરેલીમાં શાળાશિક્ષણ પૂરું કર્યું. ત્યાં જ તેમનામાં સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને થિયોસોફીનાં સંસ્કારબીજ વવાયાં. અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓ લઈને ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૧૬માં B.A. થયા. ત્યાં સનાતન ધર્મ હાઈસ્કૂલમાં શિક્ષક થયા. અભ્યાસ દરમિયાન લોકસાહિત્યનો ખ્યાલ સરખો પણ ન હતો. ગુજરાતી સાહિત્યમાં વિશેષ કરીને ન્હાનાલાલને વાંચતા. સ્કૂલના અભ્યાસ દરમિયાન કલાપી તેમનો પ્રિય કવિ હતો. અને અંગ્રેજી કવિઓમાં બાયરન તેમને ગમતો. ૧૯૧૭માં મેઘાણી કલકત્તા ગયા. ત્યાં બજારના સાઈનબોર્ડ પરથી ભાષા શીખ્યા. બંકિમચંદ્રની નવલકથાઓ અને બ્રિજેન્દ્રરાયનાં નાટકો વાંચવાં શરૂ કર્યા બ્રહ્મ સમાજની રવિવારની ઉપાસનામાં જતાં અને આવી રીતે બંગાળી ભાષા સમજતા થઈ ગયા. અને આ ભાષાના પરિચયથી પહેલું ગીત “દીવડો ઝાંખો બળે' રચાયું. ત્યાં તેમણે થોડા નાટકના પ્રવેશોનો અનુવાદ કરેલો. ત્યાંથી તેમને જાણે કાઠિયાવાડ સાદ પાડીને બોલાવતું હોય તેમ તેઓ ૧૯૨૧માં કાઠિયાવાડ પરત થયા, પરંતુ કાઠિયાવાડમાં આવીને જાણે દિશાશૂન્ય બની ગયા. થોડા સમય પછી ઝવેરચંદ મેઘાણીએ બે-ત્રણ લેખો “સૌરાષ્ટ્ર પત્રમાં કોઈ જ ઉદ્દેશ વગર લખી મોકલ્યા. ત્યાં અમૃતલાલ શેઠનું ધ્યાન ખેંચાયું. અમૃતલાલ શેઠે તેમને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું. અને સાહિત્યપ્રવૃત્તિમાં મેઘાણી જોડાઈ ગયા. તેમનું પ્રથમ ફૂલ તે કુરબાનીની કથાઓ.’ જેનાથી તેમણે સાહિત્ય ક્ષેત્રમાં મંગલાચરણ કર્યું. લોકસાહિત્યની શરૂઆત સૌરાષ્ટ્રનાં હડાળા દરબાર તરીકે જાણીતા વાજસૂર વાળાએ તેમને દીકરાની જેમ રાખ્યા હતા. ચારણો પાસેથી સાંભળેલી મૃત દસોંદીની વાતો કહેતા, આ વાતો મેઘાણીને ઘણી જ મીઠી લાગતી. આ કથા તેઓએ લખવાની શરૂઆત કરી. આ તેમની લોકસાહિત્ય દીક્ષા. ત્યાં તેમણે કાઠિયાવાડના જૂની વીરજાતિઓનાં રીતરિવાજની, ખાસિયતો, ખૂબીઓની અનેક માહિતી ભેગી કરી. - ઝવેરચંદ મેઘાણીની ગેરહાજરીમાં જ સૌરાષ્ટ્રની નવી ભેટ તરીકે રસધાર આપવાની અમૃતલાલભાઈએ રજૂઆત કરી. તેથી પહેલો ભાગ ખૂબ જ ઉતાવળથી લખાયેલ જણાય છે. ૧૯૨૩માં “સૌરાષ્ટ્રની રસધાર' પહેલો ભાગ બહાર પડ્યો ને તેઓ લેખક તરીકે જાણીતા થયા. ૧૯૨૭ સુધીમાં રસધારના પાંચ ભાગ પૂરા થયા. લોકસાહિત્યનું સંશોધન-સંપાદન તેમના જીવનની ઉપાસના બની અને લોકસાહિત્યનાં સંશોધન બદલ તેમને ૧૯૨૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત 'ગુજરાતનો જય’ + ૧૨૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy