SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ચાએ કહ્યું: “હે મંત્રીરાજ! મારે ન્યાય જોઈએ છે. પંચ ભેગું કરી ન્યાય આપો નહિ તો, ઈન્દસભાની બરોબરી કરનારી મહારાજ સિદ્ધરાજ જયસિંહની સભામાં હું ન્યાય મેળવવા જાઉં? ઉદયન મંત્રી કહે, શ્રેષ્ઠી! તમને પ્રિય એવું હું શું કરું, જેથી તમે શાંત થાવ. પરંતુ ચાચને તો પોતાના પુત્ર સિવાય બીજી કોઈ જ વાતમાં રસ ન હતો. ત્યારે ઉદયન મંત્રીએ કહ્યું કે, હું ન્યાય આપીશ! તે પહેલાં અન્નભોજનાદિથી સત્કાર કર્યો. જ્યારે ચાચ કાંઈક શાંત થયો ત્યારે મંત્રી પોતે ચંગદેવને આંગળીએ લઈને આવ્યાં અને ચાચને તેના ખીળામાં બેસાડ્યો અને અત્યંત ગંભીરતાથી કહ્યું, “સજ્જન ! આ તમારો પુત્ર જો તમે એને ગુરુ મહારાજ પાસે રહેવા દેશો તો એ ગુજરાતને, ધર્મધ્વજથી અંકિત કરી દિગંતવ્યાપી કીર્તિ મેળવશે.” ચાચ બોલ્યો: “લક્ષ્મી લઈને પુત્ર વેચનાર જેવો અધમ હું નથી.” ઉદયન મંત્રીએ કહ્યું “શ્રેષ્ઠી! દેશનું ગૌરવ કેવળ લક્ષ્મીમાં, યુદ્ધવિદ્યામાં કે વ્યાપારમાં જ નથી, પણ જો એની જીવનસમૃદ્ધિ લઈ લેવામાં તમે તમને અને એને બંનેને ભારે પાતકમાં પાડી રહ્યા છો.” સરસ્વતીની શક્તિ કરતાં પણ મંત્રશક્તિનું આકર્ષણ ચાચને સારું લાગ્યું. પોતાનો પુત્ર કોઈ મહાન સાધુ અને વિજેતા થવા જભ્યો હોય આ વિચારધારાથી પુત્રને રત્નત્રયી – જ્ઞાન, દર્શન ને ચારિત્રનો વારસો લેવા ગુરુને ચરણે ધરીને મહાપુણ્ય સંપાદન કર્યું. ત્યાર બાદ ચંગદેવ ખંભાતમાં રહ્યો અને પછી તેમની દીક્ષાની ઘડી આવી. ઉદયન મંત્રીના મધુર વચનોથી શાંત થઈ ચાચે પોતાના પુત્રના ધાર્મિક જીવનના પ્રમાણમાં સંમતિ આપી. દીક્ષાનો પ્રસંગ આવ્યો ત્યારે એ ચંગદેવ સોમમુહ – સૌમ્યમુખ – સોમચન્દ્ર બન્યો. ગુરુ મહારાજે ચંગદેવને દીક્ષા આપી તેનું નામ સોમચન્દ્ર પાડ્યું હતું. આ સોમચન્દ્ર ત્યાર પછી, લગભગ સોળ વર્ષે હેમચન્દ્રસૂરિ થયો. પરંતુ એ સોળ વર્ષ દરમિયાન મૌનના મહાસાગરમાં નિમજ્જન કરી એક એવી અદ્વિતીય વસ્તુ સિદ્ધ કરી. ‘આચારાંગસૂત્રમાં વીરપ્રભુની તપશ્ચર્યામાં વર્ણવે છે તેમ, સોમચન્દ્ર વિશે કહી શકાય કે, “તે ઇંદ્રિયોના ધર્મથી વિરક્ત રહેતાં અને અલ્પભાષી બની વિહરતા હતા.' આ પ્રમાણે સોમચન્દ્ર વ્યાકરણ, યોગ, કાવ્ય, કોષ, ન્યાય, તત્ત્વજ્ઞાન, શબ્દશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ તથા બીજા અનેક વિષયોમાં પ્રવીણ થવા મૌનના મહાસાગરમાં પોતાની નાવ ચલાવી રહ્યો હતો. એની સાથે રાત ને દિવસ, ચાલતાં ને ફરતાં, ઊઠતાં ને જાગતાં, નિદ્રામાં ને સ્વપ્નમાં સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, અભયદેવસૂરિ, શાંતિસૂરિ, વાદીદેવસૂરિ અને સમકાલીન સોમપ્રભસૂરિની પ્રતિમાઓ ફરી રહી હતી. આમ, વર્ષો જતાં ગુરુ દેવચંદ્રસૂરિએ સોમચન્દ્રમાં નવીન જ પ્રતિભા નિહાળી. જર્જરકાવ થયેલા દેવચંદ્રસૂરિએ પોતાના પટ્ટશિષ્ય જિતેન્દ્રિય સોમચન્દ્રને ૧૨૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy