SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યપદે સ્થાપવાનો નિશ્ચય કર્યો. એમાં આ વિશે એક દંતકથા છે. એક વખત ગુરુ શિષ્ય બંને વિહાર કરતા હતા, તેટલામાં કોલસાનો ઢગલો જોઈ દેવચંદ્રસૂરિએ પૂછ્યું, ‘આ શું છે? ત્યારે સોમચન્દ્રે જવાબ આપ્યો, ‘હેમ !” પોતાને કોલસા દેખાતા એવા ઢગલા ઉપર મુનિને બેસવા વિનંતી કરી. મુનિ બેઠા કે તરત જ એ સોનાના ઢગલા તરીકે દેખાવા લાગ્યા! તેથી ૨૧ વર્ષની વયે જ્યારે તેઓ આચાર્યપદથી અલંકૃત થયા ત્યારે તેઓ હેમચન્દ્રાચાર્ય કહેવાયા ! તે દિવસ વૈશાખ સુદ ત્રીજ અક્ષયતૃતીયા હતી, અને વિ. સંવત ૧૧૬૬ હતો. મધ્યાહ્ન સમયે દેવચંદ્રસૂરિએ પોતાની કંથા સોમચન્દ્રને ઓઢાડી. પોતાનું ‘આચાર્ય’ પદ તેને સોંપી દીધું. આચાર્ય હેમચન્દ્રનો મહોત્સવ ઊજવાઈ રહ્યો હતો. લોકોને આ જુવાન તપસ્વી વધારે આકર્ષી શક્યો હતો. જેમ કોઈ રાજપુત્ર યોગી બને અને વધુ આકર્ષક થઈ રહે તેમ હેમચન્દ્ર વધુ આકર્ષક બની રહ્યો હતો. પણ જેણે વાત્સલ્યભાવને અળગો કરી પોતાનું શિશુ ધર્મપ્રવૃત્તિને ચરણે ધર્યું હતું, તે પાહિણીદેવીએ આ મહોત્સવ નિહાળ્યો ત્યારે એને પોતાનું જીવન સાર્થક લાગ્યું. એની આંખમાંથી પ્રેમનાં આંસુ સરી રહ્યાં હતાં. ખંભાતના નગરજનો, શ્રેષ્ઠીઓ, રાજપુરુષો અરે, ખુદ ઉદયન મંત્રી પોતે એની પાસે નાના લાગતા હતા. થોડી વાર પછી મહોત્સવની પૂર્ણાહુતિ થવાનો વખત આવ્યો. તે વખતે ધીમે પગલે, સભાજનોની ભીડ વચ્ચે પોતાની સાધ્વી માતા પાહિણીદેવીને આચાર્ય મહારાજે નિહાળ્યા. પ્રથમ તીર્થંકર ઋષભદેવને નિહાળવા જેમ એમની માતાનાં પ્રજ્ઞાનયન ખૂલી ગયાં હતાં, તેમ પાહિણીદેવીના આંત૨નયન આજે સોમચન્દ્રનાં દર્શને ખૂલી ગયાં. જે નારીના પ્રેમસાગરના તટે ઊભા રહીને મોટા મોટા નરપુંગવો નતમસ્તકે અમે તો હજી છીપલાં શોધીએ છીએ ! અમે તો હજી શંખલા વીણીએ છીએ એમ બોલવામાં ગૌરવ લે, એવા મહાન પ્રતીક જેવી આ નારી હતી. આચાર્ય હેમચન્દ્રે ઊભા થઈને દોટ મૂકી અને સૌના દેખતાં એમના ચરણમાં મસ્તક મૂક્યું. હેમચન્દ્રે કહ્યું: “આવો, મા! આવો. જે રસ્તો તમે મને બતાવ્યો, એ જ રસ્તો આજે હું તમને બતાવું છું. તમે મને આ ધર્મધ્વજનો આશ્રય લેવરાવ્યો, આ કલ્યાણકેતુ તમારે માટે પણ સુખરૂપ બનો !” ત્યાર પછી હેમચન્દ્રાચાર્યે માતા, પાહિણીને સાધ્વીવર્ગમાં આચાર્યપદે સ્થાપ્યાં અને પ્રવર્તિની પદ અપાવ્યું. સંઘની સમક્ષ આચાર્યના સિંહાસનની માતાને અધિકારી બનાવી અને પોતાનું પુત્રઋણ અદા કર્યું. અંતસમય માતાને સાડાત્રણ કરોડ શ્લોકનું નવનિર્માણનું વાગુદાન આપ્યું અને એમની સમાધિ ટકી રહે તે માટે એક કરોડ નવકાર ગણ્યા. જે વખતે સ્તમ્ભતીર્થમાં હેમચન્દ્રાચાર્યનો વાવૈભવ નાગરિકોને, શ્રેષ્ઠીઓને, ધૂમકેતુ કૃત ‘હેમચંદ્રાચાર્ય' + ૧૨૩
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy