SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ વેદનાપૂર્ણ સ્ત્રી, સાધ્વી અને માતાનું ચિત્ર હજી સુધી કોઈ કવિએ કે ચિત્રકારે દોર્યું નથી. પૂજ્ય પાહિણીદેવીની નજરે એ વખતે ભવિષ્યના ગુજરાતમાં ધર્મવિજય કરતો, પોતાનો સરસ્વતીપુત્ર આવી રહ્યો હતો. ધંધુકાની એ નારી રમણીના દેહ ઉપર, ગુલમહોર ઉપર ફુલપ્રફુલ્લ રક્ત પુષ્પો શોભે તેમ, પાટણનું મહામોલું નારીકુંજર શોભી રહ્યું હતું, એના કંઠમાં સોનાની માળા પડી હતી; કાનમાં શિરીષ પુષ્પના જેવું કર્ણફૂલ ઝૂલી રહ્યું હતું, એમાં લટકતા મૌક્તિક લંકાની સુવર્ણરજથી અંતિ થતાં હતાં. એના નાના સુંદર લાલ હોઠ ઉપર ધર્મની પવિત્રતા બેસી ગઈ હતી. એના ભાલમાં કુંકુમનો ચાંદલો શોભી રહ્યો હતો. એના પગમાં પડેલી ઘૂઘરીઓ અવાજ કરવા અધીરી થઈ રહી હતી. એ એક ઘડીભર પગથિયે થોભી ગઈ, જરાક ઊંચી ડોકે પાછા ફરીને જોયું તો નિર્દોષ સ્મિતમાં કોઈ આજન્મ યોગીની છટાથી શોભતું હોય તેવું ચાંગદેવનું રૂપાળું મો પોતાના અંતરમાં એણે ઉતારી લીધું અને પછી સડસડાટ પોતાના ઘર તરફ ચાલી ગઈ. ત્યાર બાદ ચંગદેવને ગુરુમહારાજ શ્રી દેવચંદ્રસૂરિ સ્તંભતીર્થ તરફ વિહાર કરીને લઈ ગયા અને આ બાજુ ઘરઆંગણે પ્રવેશ કરતાં સોનેરી ઘૂઘરીના રણકાર કરતો ચંગદેવ દોડતો આવતો તેને બદલે નીરવ શાંતિ વર્તાતા પિતા ચાચને આ શાંતિમાં કોઈ મહાતોફાનની આગાહી લાગી. ઘરમાં પ્રવેશ કરતાં વિરકતાવસ્થામાં બેઠેલી, ધર્મકાર્યમાં તલ્લીન પાહિણીને નજરમાં કાંઈક ખેદ અનુભવતાં પુત્ર ચંગદેવની પૃચ્છા કરી તો પાહિણીએ જવાબ આપ્યો કે, આપણો સુપુત્ર ગુરુ દેવચંદ્રસૂરિને ચરણે ધર્યો છે એટલું સાંભળતાં જ પુત્રવાત્સલ્યથી પ્રેરાયેલો ચાચ આકુળવ્યાકુળ થતો ખંભાત આવ્યો ને પોતાનો પુત્ર દેવચંદ્રસૂરિ પાસેથી પાછો મેળવવા ઉદયન મંત્રી પાસે આવી પહોંચ્યો. સમાધાનપૂર્વક કામ લેવાની વૃત્તિવાળા મંત્રીએ પોતાની મહત્તાનો લેશ પણ ગર્વ કર્યા વિના, ધૂળથી ખરડાયેલા શરીરવાળા, હાંફળાફાંફળા થયેલા કૂશદેહવાળા વિહ્વળ બની ગયેલા અને અન્નનો ત્યાગ કરી કૃતનિશ્ચય થયેલા ચાચને અત્યંત સન્માનપૂર્વક પોતાની પાસે બેસાડ્યો. પરંતુ ચાચનું અંતર તો શરીર નષ્ટ ન થાય તો, દેશ છોડવો યોગ્ય એ ઉક્તિ મુજબ પુત્ર ન મળે તો શરીર ત્યાગ કરવો, એમ નહિ તો દેશત્યાગ કરી દેવો, પણ દુર્જનની છાયા નીચે તો ન જ રહેવું, એવા ભારે નિશ્ચયથી ઉગ્ર બની ગયું હતું. તેમ છતાંય, ઉદયન મંત્રીએ ચાચને મીઠો આવકાર આપ્યો. ચાચને અતિશય આતિથ્યતામાં અવિવેક લાગ્યો. તેને ઉદયન મંત્રીએ કહ્યું કે મંત્રીરાજ! દિવસ તો ચડતો પડતો આવ્યા જ કરે છે. પુત્રવિરહથી વ્યાકુળ એવા મુજ જેવા ગરીબને આમ સત્કાર આપવો ઠીક નથી. જરાપણ શાંતિ ખોયા વિના ઉદના મંત્રીએ જવાબ આપ્યો, શ્રેષ્ઠી ! શરીરનું સુખ અધમને માટે છે, સમૃદ્ધિનું સુખ મધ્યમને માટે છે, માત્ર ઉત્તમ પુરુષો જ કોઈ અદ્ભુત પદાર્થ માટે પ્રયત્ન કરે છે? ધૂમકેતુ કૃત ‘હેમચંદ્રાચાર્ય + ૧૨૧
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy