SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતરસથી રંગાયેલો સાધુ, બીજો વીરત્વથી રંગાયેલા મહત્ત્વાકાંક્ષી રાજાધિરાજ. એક ઘડી પછી એનો એ પુત્ર એનો નહિ હોય પણ ધર્મ સંસ્થાનો હશે. ગુજરાતનો હશે, સૌને માટે જીવનધર્મ સરજનારો થઈ રહેશે, એ લાડઘેલી માતાને ખબર નથી. જ્યારે ગુરુ મહારાજે પાહિણીદેવી પાસે ગંભીર, શાંત તથા પ્રશાન્ત સમુદ્રની ધીરગંભીર ગર્જના જેવા સૂરિના સ્વર થકી પુત્રરત્નની માંગણી કરી ત્યારે પાહિણીદેવી વિહ્વળ થઈ ગઈ. તેની આંખમાં જરાક આંસુ આવી ગયાં અને કહ્યું કે, હે પ્રભુ! મારો એકનો એક પુત્ર છે, નાનો છે, મારો એકમાત્ર આધાર છે, લક્ષ્મીનંદન છે. એના પિતા હાલમાં હાજર નથી. તેમ જ એના પિતાને આવતાવેંત જ એને તેડીને વ્યવહારની મુશ્કેલીમાત્ર ભૂલી જવાની ટેવ છે !” આવા અત્યંત ગદ્દગદ કંઠેથી બોલાયેલાં પાહિણીદેવીના શબ્દોથી ઘડીભર દેવચંદ્રસૂરિને એમનું પોતાનું બાળપણ યાદ આવી ગયું. પરંતુ બીજી જ ક્ષણે જેણે જીવનભર દર્શનપ્રવર્તકનું હરક્ષણે ચિંતન કર્યું હતું, એમણે ગંભીર-શાંત વાણીમાં પાહિણીને કહ્યું, “ભદ્ર! તૃણાંકુર પર રહેલા જલબિંદુ જેવું જીવન ક્ષણિક છે. જે જન્મ્યો છે તે મર્યો જ છે માટે આ મોહ ન જગાડ! તે મહાસ્વપ્નને યાદ કર! આ બાળક કદાચ લક્ષ્મીનંદન થશે, યશ મેળવશે. સમાજમાં શ્રેષ્ઠ ગણાશે, રાજ્યાધિકારમાં પણ સમયે સ્થાન પામશે પણ એ બધામાંથી સંતોષ થશે? એ યોગી થવા જન્મેલાને તું આંહી રાખીને શું કરશે? ગુજરાતની નારીઓ જેવી બહાદુરીથી પોતાના વ્યાપારી પતિઓને મહાસાગરની મુસાફરી માટે અનુજ્ઞા આપે છે, તેવી જ બહાદુરીથી સંસારસાગરની એક મહાન મુસાફરી પાર કરવા આ શિશુની જીવનનૌકાને તું ધર્મધ્વજ નીચે જવા દે. ગુજરાતની સરસ્વતી એના વિના અપૂર્ણ રહેશે. આહંત દર્શન એના વિના અધૂરું લાગશે. જેને માટે ગુજરાતનો વિશાળ પ્રદેશ પણ ફળી જેવો છે, એને તું ઘરઆંગણે રાખીને ઘરકૂકડી બનાવી શું કરીશ ? એની મુદ્રામાં વિજયનો રણકો છે, એની જિલ્લામાં માલવાની સરસ્વતી છે, એના જીવનમાં આહત દર્શનની સૌરભ છે. તું એ સરસ્વતી પુત્રને, દ્રણને, યોગીને, કવિને એને તું શું કરશે, ભદ્ર ? ધર્મની ઉપાસના એ પાહિણીના જીવનનું કેન્દ્રસ્થ બળ હતું. એ કોઈ આચારઘેલી, ધર્મવેવલી ન હતી કે આ મહાત્યાગનું મૂલ્યાંકન આંકતાં પાછી. હઠે. પાહિણીદેવીએ તો અનેક શિશુઓને આ રીતે ધર્મધ્વજ નીચે જતા અને ધર્માધિકારી થતા જોયા હતા. લક્ષ્મી કરતાં એને મન ધર્મ એ વધારે સત્ય હતો. પુત્રના પિતાની ગેરહાજરી છે એ વિચારે એ જરાક વિહ્વળ તો થઈ, પણ પછી તરત જ સાબદી થઈ વિચાર્યું કે એ ગેરહાજરીમાં જ કોઈ ઈશ્વરી સંકેત નહિ હોય? આમ વિચારી તક્ષણે, વધુ વિચાર્યા વિના ગુરુના ચરણમાં પોતાનો સુપુત્ર ધરી દીધો. આ પાહિણીદેવી ચૈત્યમંદિરના પગથિયાં ઊતરતી ધીર, પ્રશાંત અને છતાં ૧૨૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy