SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં એમણે ઉપયોગમાં લીધેલી અભ્યાસ સામગ્રી સુધી જાય છે. શ્રી હેમચન્દ્રાચાર્યની આ ચરિત્રકૃતિને ધૂમકેતુની નિરૂપણ કલાનો લાભ સાંપડ્યો છે. હેમચન્દ્રાચાર્યના જીવનના પ્રસંગોને ધૂમકેતુએ ઉઠાવદાર શૈલીમાં આલેખ્યા છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય એ ગુજરાતની એક અદ્વિતીય વિભૂતિ છે. એમનું જીવનચરિત્ર લખવાની ધૂમકેતુને જે તક મળી તેનાથી તેમને સાહિત્યની નવી જ દિશા દેખાણી. વિખ્યાત તથા લોકપ્રિય થયેલી ચૌલુક્ય નવલકથાઓની જન્મભૂમિકા ધૂમકેતુને એ અભ્યાસમાંથી મળી. અને એને કારણે ચૌલાદેવી', રાજ સંન્યાસી', કર્ણાવતી’, ‘રાજકન્યા, ‘જયસિંહ સિદ્ધરાજ જેવી નવલકથાઓ રચાતી ગઈ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય ચાવડા વંશ પછી સોલંકીયુગ ગુજરાત માટે સુખ, સમૃદ્ધિ અને સંસ્કારિતાની દૃષ્ટિએ મહાન હતો. આ યુગમાં મૂળરાજ ભીમદેવ, કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ એમ એક પછી એક પરાક્રમી અને પ્રજાવત્સલ રાજાઓ થઈ ગયા. ૩૦૦ વર્ષના એ સુવર્ણકાળને પરાકાષ્ઠાએ પહોંચાડનાર બે રાજવીઓ હતા. સિદ્ધરાજ અને કુમારપાળ અને એ બંને રાજવીઓના પીઠબળ સમા હતા – “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજી.’ વિક્રમ સંવત ૧૧૪૫, કારતક સુદ પૂર્ણિમાને શુભ દિવસે, ધંધુકામાં એક પ્રૌઢ, મહિમાશાળી, ધર્મજનોમાં અગ્રેસર એવા શેઠ જેમનું નામ ચાચ હતું તેમના પત્ની પાહિણીદેવીએ એક બાળકને જન્મ આપ્યો જેનું નામ ચાંગ (એટલે સુંદર) પાડ્યું, પરંતુ વિ. સં. ૧૧૪૪માં દેવચંદ્રસૂરિજી મહારાજ ધંધુકા પધાર્યા હતા ત્યારે પાહિણી શ્રાવિકાએ એક દિવસ, વંદના કરીને પૂછ્યું, “મેં ગઈ કાલે રાત્રે સ્વપ્નમાં જોયું કે મને ચિંતામણિ રત્ન મળ્યું અને મેં તે રત્ન આપને અર્પણ કર્યું ! આનો અર્થ શો ? જ્યોતિષ અને સામુદ્રિક લક્ષણના જાણકાર આચાર્યશ્રીએ કહ્યું કે, ‘તમને એક પુત્રરત્ન થશે જે તમે અમને સોંપી દેશો.” એક દિવસ પાહિણીમાતાની કૂખે અવતરેલ આ પુત્રરત્નને એટલે કે નાના ચાંગને લઈને માતા દેવચન્દ્રસૂરિજીના વંદનાર્થે ઉપાશ્રયે ગયા. આચાર્ય મહારાજ દર્શન કરવા ગયા હતા. ચાંગદેવ રમતાં રમતાં ગુરુમહારાજની પાટ ઉપર જઈને બેસી ગયો. આચાર્ય મહારાજે ઉપાશ્રય આવતાં બાળકને યોગી પુરુષની અનોખી અદાથી બેઠેલો જોયો. એમણે પૂછ્યું “દીક્ષા લેવી છે? બાળકે જવાબ આપ્યો હા! હું તો દીક્ષા લઈશ, આચાર્ય બનીશ અને મોક્ષમાં જઈશ !' લગભગ બરાબર એ જ સમયે ચાંગદેવનો એક સમકાલીન તેજવી રાજપુત્ર, રાજસિંહાસન ઉપર બેસી પૃથ્વીપાલની છટાથી સૌને પાટણનગરીમાં આશ્ચર્ય મુગ્ધ કરી રહ્યો હતો – જાણે વિધિની યોજના હોય કે આ બંને બાળકો ગુજરાતનો યશોધ્વજ ફરકાવે! એક ચંગદેવ – હેમચંદ્ર, બીજો જયસિંહ સિદ્ધરાજ. એક ધૂમકેતુ કૃત ‘હેમચંદ્રાચાર્ય + ૧૧૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy