SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક સર્જનમાં ભાષાની દૃષ્ટિએ ગુજરાતીમાં ૧૧૧, પ્રાકૃતમાં ૧૧, સંસ્કૃતમાં ૩૮, હિંદીમાં ૧ અને જે ગુજરાતીમાં સર્જાયાં એમાંનાં સંયુક્ત ગુજરાતી-સંસ્કૃત ૧૮ અને ગુજરાતી પ્રાકૃતમાં ૮. આ બધાં પુસ્તકોનાં પૃષ્ઠોની કુલ સંખ્યા ઓગણીસ હજાર થાય. આ પુસ્તકગ્રંથમાં નાનામાં નાની પુસ્તિકા પાંચ પાનાંની અધ્યાત્મગીતા' અને મોટામાં મોટું પુસ્તક ૮૪૦ પાનાંનું ભજનપદસંગ્રહ ભાગ-૮. પૂજ્યશ્રીએ લગભગ ૩૦૦૦ ભજનો લખ્યાં છે. આ ભજનોમાંથી સંકલિત કરી સાબરમતી ગુણ શિક્ષણ કાવ્ય પુસ્તિકાને ભૂતકાલીન વડોદરાના મહારાજાએ પ્રત્યેક શાળામાં પાઠ્યપુસ્તક તરીકે સ્થાન અપાવ્યું હતું. ઉપર જણાવેલ પુસ્તકોની યાદી પ્રકાશિત થયેલાં પુસ્તકોની છે. આ ઉપરાંત અપ્રગટ પુસ્તકો અને રોજનીશી ડાયરી પણ અપ્રગટ છે જે ક્યારેક અવશ્ય પ્રકાશિત થશે. માત્ર ૨૪ વરસમાં આવું ભવ્ય સર્જન. ગણિત માંડો તો ૮૭૬૦ દિવસ, એના કલાક વગેરે ગણો તો આ ઘટના દંતકથા જેવી લાગે. પૂજ્યશ્રીનું વાચન પણ વિશેષ હતું. લગભગ ૨૨૦૦૦ પુસ્તકોનું વાચન. એઓશ્રી રોજનાં ૫૦૦ પાનાં વાંચતા. આ બાવીસ હજાર પુસ્તકોના વાંચનમાં કેટલાંક તો અનેક વખત વાંચેલાં. જેમ કે ભગવદ્ ગીતા આઠ વખત, આગમ સાર સો વખત, આચારાંગસૂત્ર ત્રણ વખત વાંચ્યું. પૂજ્યશ્રીની એક મહત્ત્વની નોંધ આ સંદર્ભે જોઈએ. આજ રોજ પંચકલ્પ ભાષ્ય વાંચીને પૂરું કર્યું. નિશીથચૂર્ણિ વ્યવહારવૃત્તિ, બૃહત્કલ્પવૃત્તિ, જિનકલ્પ વગેરે સુરતમાં સંવત ૧૯૬૬માં વાંચ્ય, શ્રાદ્ધજિતકલ્પનું અધ્યયન અમદાવાદમાં કર્યું. ધર્મસંગ્રહણી પાલિતાણામાં વિહારમાં વાંચી. તત્ત્વાર્થસૂત્ર પરની બે ટીકાઓ અમદાવાદમાં ને સંમતિતર્ક તથા અષ્ટસહસી માણસામાં શ્યામસુંદર પાસે વાંચ્યાં. સ્યાદ્વાદ મંજરી ને સ્યાદ્વાદ રત્નાકર અવતારિકા પં. ગન્નાથશાસ્ત્રી પાસે ૧૯૬૦માં મહેસાણામાં વાંચી.' ‘એરિસ્ટોટલનું નીતિશાસ્ત્ર વાંચ્યું. ૧૦૮ ઉપનિષદો છાપેલાં ગુટકામાંથી વાંચ્યાં. યોગવાસિષ્ઠ મહારામાયણ વાંચ્યું. સજ્જાય પદસંગ્રહ પૂર્ણ વાંચ્યું. ભારતના સંતપુરુષો નામનું પુસ્તક વાંચ્યું. સામાજિક સેવાના સન્માર્ગ વાંચ્યું. બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક ઇતિહાસ વાંચ્યો. જ્ઞાનાર્ણવ ત્રીજી વખત વાંચ્યો. પ્રવચનસાર, પ્રમેય, કમલ માર્તડ, ષટુ પ્રાભૃત વગેરે દિગંબરી દશ પુસ્તકો વાંચ્યાં. વિચારસાગર ગ્રંથ વાંચ્યો, પંચદશી ગ્રંથ વાંચ્યો. ઋગ્વદ અને યજુર્વેદ આર્યસમાજી ટીકાવાળાં વાંચ્યાં. ભારતની સતીઓ પુસ્તક વાંચ્યું. આજ સુધીમાં સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય તરફથી છપાયેલાં પ્રાયઃ સર્વ પુસ્તકો વાંચ્યાં. છ માસમાં આ સર્વ ગ્રંથોનું વાંચન થયું. હાલ ગ્રંથો લખવાની પ્રવૃત્તિ મંદ છે. ડહેલાના ઉપાશ્રયમાં વીસમા ડાબડામાંથી પ્રશ્નોત્તર નામનો ગ્રંથ વાંચ્યો. આચારાંગ સૂત્ર પણ ત્રણ વાર વાંચ્યું. ટીકા સહિત છ કર્મગ્રંથ તથા પંચાશક વાંચ્યું.” - રોજનીશી તા. ૧૬ જુલાઈ ૧૯૪૩ પ.પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીઃ સાહિત્યસર્જનની ચેતનાનો ફુવારો + ૮૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy